શ્રી ગણેશનાં એકવીસ નામ (૧) ૐ ગંણ જયાય નમઃ (૨) ૐ ગણપતયે નમઃ (૩) ૐ હેરંબાય નમઃ (૪) ૐ ધરણીધરાય નમઃ (૫) ૐ મહા ગણપતયે નમઃ (૬) ૐ લક્ષ્ય પ્રદાય નમઃ (૭) ૐ ક્ષિપ્રસાદનાય નમઃ (૮) ૐ અમોધ સિદ્ધિયાય નમઃ (૯) ૐ અમિતાય નમઃ (૧૦ ૐ મંત્રાય નમઃ (૧૧)ૐ ચિંતામણયે નમઃ (૧૨)ૐ નિધયે નમઃ (૧૩)ૐ સુમંગલાય નમઃ (૧૪)ૐ બીજાય નમઃ (૧૫)ૐ આશાપૂરકાય નમઃ (૧૬)ૐ વરદાય નમઃ (૧૭)ૐ શિવાય નમઃ (૧૮)ૐ કારયાય નમઃ (૧૯)ૐ નંદનાય નમઃ (૨૦)ૐ વાચા સિદ્ધયે નમઃ (૨૧) ૐ ઢુંઢી વિનાયકાય નમઃ
ગીતા મહાગ્રંથ છે..મહા કાવ્ય છે. વિશ્વનો સૌપ્રથમ મહાગ્રંથ. ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં રણમેદાન પર આ ઉપદેશ અર્જુનને આપ્યો હતો. આપણા દરેક ધર્મગ્રંથમાં જે તે ગ્રંથનો મહિમા ગાવામાં આવ્યો છે. મહર્ષિ વ્યાસ રચિત ભગવદ્ ગીતા પણ એમાં અપવાદ નથી. ગીતાનો પાઠ કરવા-કરાવવાથી શું ફાયદા થાય અને એનું શું મહત્વ છે એ ભગવદ ગીતાની શરૂઆતમાં વર્ણવવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં અર્જુનને આ શ્લોકો ન કહ્યા હોય એ સ્વાભાવિક છે. કદાચ કાળક્રમે ગીતાની મહત્તા બતાવવા પંડીતોએ આ શ્લોકોને જોડ્યા હોય એમ પણ બને. તો ચાલો આપણે ભગવદ્ ગીતાના આરંભમાં રજૂ થયેલ […]
૧ સંચિત કર્મ ૨ વર્તમાન કર્મ ૩ પ્રારબ્ધકર્મ ૧ સંચિત કર્મઃ જે પુર્વના અનેક જન્મોથી ભેગુ થયેલું કર્મ તે સંચિત કર્મ. તે સાત્વિક,રાજસિક અને તામસિક તેઅણ પ્રકારનું હોય છે શુભ કે અશુભ તે સંચિત કર્મ ધણા કાળનું હોય છે છતાં પુણ્ય કે પાપરુપ તે કર્મ અવશ્ય ભોગવવું પડે છે. ૨ વર્તમાન કર્મઃ વર્તમાન જન્મમાં જે કાઈ થઈ રહ્યુ છે તેને ક્રિયમાણ કર્મ અથવા વર્તમાન કર્મ કહેવાય છે અનેક જન્મોન સંચિત કર્મોમાથી જે કર્મફળ આપવા તૈયાર થાય છે. ૩ પ્રારબ્ધકર્મઃ કાળાની પ્રેરણાથી જે કર્મફળ આપવાનો પ્રારંભ કરે છે તેને પ્રારબ્ધકર્મ કહે […]
આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે ઊડાણ સુધી પ્રવેશ કરવો પડે છે.કહેવા,સાંભળવા અને કરવા પુરતી આ વાત સીમીત રહેતી નથી રામાયણ વાચી/સાંભળી સારી વાત કહેવાયછે ગિવર્ધનની પરિક્રમા કરી સારુ કાર્ય કર્યુ કહેવાય તિર્થસ્થાનોમાં જઈ દર્શન કએયા જીવન ધન્ય થયાનો અહેસાસ પ્રાપ્ત કર્યો.પણ આ બધુ કરવાથી આપ આધ્યાત્મક બની જતા નથી આતો તેનો દેખાવો કરી રહ્યા છો આધ્યાત્મિક ત્યારે જ બની શકાય જયારે તેના સિધ્ધાતો,તેના વિચારોને આપણે આપણા જીવનમાં ઉતારવાના શરૂ કરી દઈયે.તેનું અનુશરણ કરીએ માત્ર દેખાવ કરવાથી આધ્યાત્મિક બની શકાતુ નથી આના માટે તમને એક વાર્તા.
મનુષ્યનું સૌથી મોટું ગૌરવ આત્મજ્ઞાન છે અને જે મનુષ્ય આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરે છે તે ખુબ ભાગ્યશાળી ગણાય છે.આવો મનુષ્ય પોતાના ભુત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વર્તમાનનો સદૌપયોગ કરે છે આવો આત્મલંબી મનુષ્ય પોતાના જીવન દરમ્યાન ઝ્ડપથી પ્રગતિ કરે છે તેને પછી જીવન દરમ્યાન કયાંય કોઈ મુશ્કેલી નડતી નથી.પરંતુ જે મનુષ્ય આત્મજ્ઞાનની ઉપેક્ષા કરે છે તે આત્મધાતી બને છે અને દુઃખી થાય છે ડગલેને પગલે તેને જીવન દરમ્યાન તિરસ્કારનો સામનો પડે છે તેને નરકનું દુઃખ ભોગવવું પડે છે.મૃત્યુ પછી પણ કયાંય સદગતિ મળાતી નથી. જે મનુષ્ય આત્મિક ક્ષેત્રમાં આવ્યા પછી […]
સંસારના સુખોના આઠ મૂળભૂત તત્વો ૧. સાચા મિત્રોનું મળવું. ૨. વિપુલ ધનની પ્રાપ્તિ. ૩. પુત્ર સાથે આલિંગનબદ્ધ થઇ મળવું. ૪. પતિ-પત્નીની એક સાથે નિવૃત્તિ. ૫. મધુર વાણી. ૬. પોતાના સમુદાયમાં ઉન્નતી. ૭. મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ. ૮. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ.
માનવ દેહની એક નિક્ષિત સીમા છે.આ સીમાથી વધારે સુખને ઝીલી શકાતું અને નથી દુઃખનો અતિરેક સહન કરી શકાતો.દેહની પ્રકૃતિને અનુરુપ સુખ અને દુઃખનો ભાગ હોય છે.તે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે.ીક યોગીનો દે જેટલા પ્રમાણમાં સહન કરી શકે છે,તેટલું સામાન્ય મઆસનો દેહ સહન કરી શકતો નથી.તેવી જ રીતે એક રાજાનું શરીર જે સુખ-ભોગોને ભોગવી લે છે.તેને પણ સામાન્ય શરીર ભોગવી શકતું નથી.દેહ એક નિચિંત મર્યાદા સુધી જ સુખ-દુઃખને ભોગવી શકે છે.મર્યાદાથી વધારે સુખને ભોગવવાનું વિધાન સ્વર્ગમાં બને છે.અને સીમાતીત દુઃખ નરકમાં ભોગવવું પડે છે.બંનેય સ્થિતિઓમાં ભગવાનનું સ્મરણ છુટી જાય […]
શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે શરદઋતુ અને વસંતઋતુ યમની દાઢ કહેવાય છે.આ બંને ઋતુને પસર કરવી પ્રાણિમાત્રને કઠીન હોય છે.શરદ અને વસંત બંને ઋતુઓ રોગ કરનારી અને વિનાસકારી ગણાય છે તેથી ચેત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં ભક્તિપુર્વક માતાનું પુજન કરવું જોઈએ.નવરાત્રીમાં કન્યાઓના પુજનથી જે ફળા મળૅ છે જે નીચે મુજબ છે બે વર્ષની બાલિકાને કુમારિકા ત્રણ વર્ષની બાલિકાને ત્રિમુર્તિ ચાર વર્ષની બાલિકાને કલ્યાણી પાચ વર્ષની બાલિકાને રોહિણી છ વર્ષની બાલિકાને કાલિકા સાત વર્ષની બાલિકાને ચંડિકા આઠ વર્ષની બાલિકાને શાંભવી નવ વર્ષની બાલિકાને દુર્ગા દસ વર્ષની બાલિકાને સુભદ્રા નવરાત્રીમાં નવ કનુઆઓને પુજનથી જે […]
આપણે આ અલૌકિક જન્મની વાત સમજતાં પહેલાં, આપણા મનમાં ઠસી ગયેલી ચોરાસી લાખ જન્મોની વાત કાઢવી પડશે.આપણને બાબા યે ૮૪ મા અલૌકિક જન્મનુ લક્ષ રાખવાનુ કહેલ, જે અપભ્રંસ થઈ ૮૪ લાખ થયુ, તેમાંથી વળી ૮૪ લાખ યોનિ માં જન્મ લેવાનુ આવ્યુ, આ બધી ખોટી વાતો માણસો એ ઉભી કરેલી છે. ખરી વાત એ છે કે કલ્પ ના ૫૦૦૦ વર્ષો દરમિયાન મનુષ્ય વધુમાં વધુ ૮૪ જન્મો લે છે, તેમાં ૮૩ જન્મો ગર્ભમાં રહી માતાની કુંખેથી લે છે.અને આ અલૌકિક જ્ન્મ બ્રહ્માના મુખેથી લે છે, અને જીવતાં જીવ સુદ્રમાંથી બ્રાહ્મણ બને છે. […]
પવિત્ર માસ – અધિક માસ(પુરુષોત્તમ માસ) પુરાણોમાં પુરુષોત્તમ માસ તમામ માસોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ માસની શ્રેષ્ઠતા અને મહત્વને દર્શાવતી એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે- પૌરાણિક માન્યતા પ્રમાણે સર્વપ્રથમ અધિમાસનો જન્મ થયો. પરંતુ આ માસમાં સૂર્યનો કોઈ રાશિમાં પ્રવેશ ન થયો એટલે કે સંક્રાંતિ ન થઈ તેના કારણે તે મળમાસ થઈ ગયો. માટે મળમાસનો કોઈ સ્વામી કે આશ્રયદાતા ન હોવાને કારણે આ માસ દેવકાર્યો અને શુભ તથા મંગળ કાર્યો માટે વર્જિત માનવામાં આવ્યો હતો. સૌ તેને તિરસ્કૃત અને ઉપેક્ષિત ગણવા લાગ્યા હતા. તેનાથી દુ:ખી મળમાસ ભગવાન વિષ્ણુ પાસે ગયા. […]