સંસ્કાર એ જગતના કોઇ પણ ધર્મનું મહત્વપૂર્ણ અંગ છે. સંસ્કાર (સંસ્કારની ધાર્મિક વિધિ) એ જગતના કોઇ પણ ધર્મનું અને તેમાંયે ખાસ કરીને હિંદુ ધર્મનું મહત્વપૂર્ણ અંગ છે. ઇતિહાસના પ્રારંભથી સંસ્કારો ધાર્મિક તથા સામાજિક એકતાનું પ્રભાવક માધ્યમ રહ્યા છે. સંસ્કારોનો સંબંધ સંપૂર્ણ જીવન સાથે હોવાથી કોઇ પણ સંસ્કૃતિને પૂર્ણ રૂપથી સમજવા માટે સંસ્કારોનું અધ્યયન મહત્વપૂર્ણ છે. ‘સંસ્કાર’નો અર્થઃ ‘સંસ્કાર’ શબ્દની વ્યુપતિ સંસ્કૃત सम+कृ માંથી થઇ છે, જેનો અર્થ શુદ્ઘ કરવું, પવિત્ર કરવું,સંસ્કરણ કરવું એવો થાય છે. અંગ્રેજી Ceremony અને લેટિન Caerimonia (Sanctity) શબ્દ દ્વારા સંસ્કારનો અર્થ પૂર્ણતયા સમજાવતો નથી. Ceremony શબ્દનો […]
હિન્દુ ધર્મમાં શક્તિ પીઠ સ્થાન પાવન તીર્થ તરીકે આકાર પામ્યાં છે. સામાન્ય રીતે શક્તિ પીઠની સંખ્યા ૫૧ ગણાય છે. પરંતુ અલગ અલગ શાસ્ત્રો પ્રમાણે શક્તિ પીઠની અલગ અલગ સંખ્યા કહેવામાં આવી છે. પરંતુ દેવી ભાગવતમાં ૧૦૮, કાલિકા પુરાણમાં ૨૬, શિવચરિત્રમાં ૫૧, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં ૫૨ (બાવન), તો અમુક શાસ્ત્રોમાં ૮૪ શક્તિપીઠ જણાવેલ છે. શક્તિ પીઠો એ બ્રહ્માંડની અસીમ રહસ્યમયી શક્તિ અને ઉર્જાનું સ્થળ છે જ્યાં માતાનાં સર્વરૂપોનું પૂજન અને તપ કરવાનું મહત્વ રહેલું છે, પરંતુ તાંત્રિક તેમજ વૈદિક વિધિઓ માટે શક્તિ પીઠોનું સ્થાન અધિકાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવ્યાં છે. […]
હિમાલયના પાંચ કેદાર : ૧. કેદારનાથ ‘પંચ કેદાર’ એટલે પાંચ કેદારમાં એક વિશિષ્ટતા એ છે કે દરેકમાં શિવજીના અલગ અલગ ભાગોની પૂજા થાય છે. જેમ કે કેદારનાથમાં પુષ્ઠભાગની, તુંગનાથમાં બાહુની, રૂદ્રનાથમાં મુખની, કલ્પેશ્વરમાં જટાની અને મહમહેશ્વરમાં નાભિની પૂજા થાય છે. આ કેદાર મંદિરો વળી પ્રકૃતિના અલૌકિક-આઘ્યાત્મિક સ્વરૂપનું પણ ધામ છે. શિવપુરાણમાં કથા છે તે મુજબ મહાભારતના યુઘ્ધમાં પાંડવો જીત્યા હતા પરંતુ પોતાના પરિવારના અનેક લોકોને માર્યા હતા તે સર્વે સગા હોવાથી ‘સગોત્ર’ હતા તેની અગોત્ર બાંધવોની હત્યાનું પાપ તેના ઉપર હતું. શિવજી આનાથી નારાજ હતા તેથી દર્શન આપવા તૈયાર (રાજી) […]
ગાયત્રી સહસ્ત્રનામ:મહાદેવી ગાયત્રીના ૧૦૦૮ નામ મહાદેવી ગાયત્રીના ૧૦૦૮ નામ અચિન્તય લક્ષણોવાળા, બ્રહમાદિનાં નિયંતા, અમૃતના સમુદ્રની મધ્યે રહેલા બીજાઓ વડે નહિ જીતાયેલાં, યુદ્ધમાં પરાજય નહિ પામેલાં, અણીમાદી સિદ્ધિઓના આધારરૂપ, સુર્યના મંડળમાં રહેલાં, વૃધાવસ્થાથી રહિત, જન્મ રહિત,જેનાથી બીજો કોઈ અધિક નથી, જાતિ આદિ ધર્મોથી રહિત , રુદ્રાક્ષની માળાને ધારણ કરતા શ્રેષ્ઠ રૂપવાળા, માતૃકારૂપ, બારાખડીરૂપ, કામાદી શત્રુઓના નાશ કરનારાં, આજ્ણના પર્વત જેવાં, અંજનાદિ પર્વતમાં વસનારાં, દેવીની માતા અદીતીરૂપ, અજપા –ગાયત્રીરૂપ, અવિધારૂપ, કમળ સમાન નેત્રોવાળા, અંદર તથા બહાર પણ રહેલાં, જીવને ઉપાધિરૂપ અવિદ્યાનો નાશ કરનારાં, અંતરાત્મારૂપ, જ્ન્મરહિત, બ્રહ્માના મુખમાં રહેનારા, કમળ સમાન મુખવાળા, ઓમકારની […]
Chapter 1 – Bhagavad Gita – Visada Yoga – भगवद गीता – विषाद योग Chapter 2 – Bhagavad Gita – Nature of soul – भगवद गीता – आत्मा की प्रकृति Chapter 3 – Bhagavad Gita – Karma Yoga – भगवद गीता – कर्मयोग Chapter 4 – Bhagavad Gita – Jyan yoga – भगवद गीता – ज्ञानयोग Chapter 5 – Bhagavad Gita – Karma Vairagya Yoga – भगवद गीता – वैराग्ययोग Chapter 6 – Bhagavad Gita – Abhyasa Yoga – भगवद गीता – अभ्यासयोग Chapter 7 – Bhagavad Gita – Paramahamsa Vijnana Yoga – भगवद गीता – परमहंस जानना-विजानना योग Chapter 8 – Bhagavad Gita – Aksara-Parabrahman Yoga – भगवद गीता – अक्षरब्रह्मयोग Chapter […]
ચૌદ પ્રયાગ : ૩ રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિનીનો સંગમ થાય છે. શહેર પર્વતની ખીણમાં વસેલું છે. ત્યાં પોસ્ટઑફિસ, દવાખાનું, ધર્મશાળા, હાઈસ્કૂલ, સંસ્કૃત કન્યાપાઠશાળા તેમજ ડાકબંગલો છે. અલકનંદા પરનો પૂલ પાર કરીને મંદાકિનીને કિનારે કિનારે જતા માર્ગે કેદારનાથના યાત્રીઓ આગળ વધે છે.રુદ્રપ્રયાગથી જ બે રસ્તા પડે છે એક રસ્તો કેદારનાથ જાય છે જયારે બીજો રસ્તો બદ્રીનાથ જાય છે શિવાલિકની રમણીય પહાડીઓ, કંદરાઓ અને નીચે ખીણમાં વહી જતી મંદાકિનીનું સૌંદર્ય માણતાં અમે રુદ્રપ્રયાગથી આગળ અનેક જોવા લાયક સ્થળો છે રુદ્રપ્રયાગ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના […]
ભારતમાં ચૌદ પ્રયાગ છે તેમાં દેવપ્રયાગનું સ્થાન બીજુ છે ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. નગાધિરાજ હિમાલયમાં પુરાણપ્રખ્યાત પુણ્યપ્રદેશ અવર્ણનીય છે દેવપ્રયાગની દૈવી ભૂમિ મને સર્વપ્રકારે સુખદ અને સાનુકૂળ છે
જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે.શંકરાચાર્યે ભારતને ચાર ખૂણે જે પીઠ સ્થાપી છે તમાં એક જગન્નાથપુરીમાં છે.રાષ્ટ્રનાં પ્રમુખ પાવનધામોમાં જગન્નાથપુરી પરમ પાવનધામ મનાય છે. હિન્દુઓના ચાર ધામ પૈકીનું આ એક ધામ છે. એમ કહેવાય છે કે બદરીનાથ ધામ સત્યયુગનુ, રામેશ્વર ધામ ત્રેતાયુગનુ, દ્વારિકા ધામ દ્વાપરનુ અને જગન્નાથપુરી ધામ કળિયુગનુ છે.આ વિશાળ મુખ્ય મંદિરના અધિષ્ઠાતા દેવ છે- શ્રીજગન્નાથજી(શ્રીકૃષ્ણ). મંદિરમાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણ મૂર્તિઓ છે. મૂર્તિઓ અપૂર્ણ છે. રાષ્ટ્રનાં ચાર પ્રમુખ પાવનધામોમાં કળિયુગમાં જગન્નાથપુરી પરમ પાવનધામ મનાય છે. પહેલાં અહીં નીલાંચલ પર્વત હતો અને આ […]
હિન્દુ ધર્મમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ છે.નવરાત્રિ મહોત્વસમાં દરેક દિવસની શરૂઆત દેવીના આ વિશેષ મંત્ર બોલીને કરવી સુખ-સમૃદ્ધિની કામના સાથે જોડાયેલી બધી મન્નતોને પૂરી કરનારી સિદ્ધિ હશે. જાણો, આ દેવીમંત્ર સવારે ઊઠી સ્મરણ કરવું મંગળકારી હોય છે. પરંતુ પવિત્રતાની દ્રષ્ટિએ યથાસંભવ સ્નાન કર્યા પછી દેવીની તસ્વીર કે મૂર્તિને ગંધ, અક્ષત, ફૂલ અને ધૂપ, દીપ લગાવી કરવાથી પણ દેવી કૃપા આપનારી માનવામાં આવે છે. प्रात: स्मरामि शरदिन्दुकरोज्वलाभां सद्रलवन्मकरकुण्डलहारभूषाम्।। दिव्यायुधोर्जितसुनीलसहस्त्रहस्तां रक्तोत्पलाभचरणां भवतीं परेशाम्।। ગુજરાતી ભાષાંતરઃ શરદકાલીન ચંદ્રમાની જેમ જ પવિત્ર તેજવાળી, શ્રેષ્ઠ રત્નો સાથે જોડાયેલ હાર અને મકર કુંડળ સાથે સજેલી, સુંદર […]
આધુનિક જમાનાના ચાર આશ્રમ ત્રિકાળદર્શી મુનિઓએ પ્રજાના કલ્યાણ માટે પહેલાના જમાનામાં ચાર વર્ણ અને ચાર આશ્રમની સ્થાપના કરી હતી.પણ આજે હજારો જુદીજુદી નાતો થઈ ગઈ છે સેકડો જાતના પંથો થયા છે અનેક જાતના સાધુઓ થયા છે અને તેનાથી વધારે તેના ધતિંગો થયા ઊભા થયા છે એટલે કે પહેલા જે જમાનામાં બનતું હતુ તે વર્ણ અને આશ્રમની ખુબીઓ આપણે સમજતા નથી પણ જેમ સરવાળો,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર છે તેમ મારા મતે બ્રમચર્ય,ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ એમ ચાર આશ્રમ છે તમને નથી ગમતુ તે બ્રહ્મચર્ય,કારણકે બાળપણમાં સરવાળા શીખવવાની માથાઝુટ જબરી હોય છે બાદબાકી […]