શરમાળપણું – મારી ઢાલ અન્નાહારી મંડળની કાર્યવાહક સમિતિમાં હું ચુંટાયો તો ખરો, અને ત્યાં દરેક વખતે હાજરી પણ ભરતો, પણ બોલવાને જીભ જ ન ઊપડે. મને દા. ઓલ્ડઅફિલ્ડા કહે, ‘તું મારી સાથે તો ઠીક વાતો કરે છે, પણ સમિતિની બેઠકમાં તો કદી જીભ જ નથી ઉપાડતો. તને નરમાખની ઉપમા ઘટે છે.’ હું આ વિનોદ સમજયો. માખીનો નિરંતર ઉદ્યમી રહે છે, પણ નરમાખ ખાતો પીતો રહે છે ને કામ કરતો જ નથી. સમિતિમાં બીજા સૌ પોતપોતાના અભિપ્રાય દર્શાવે ત્યારે હું મૂંગો જ બેસી રહું એ કેવું ? મને બોલવાનું મન ન […]
ખોરાકના પ્રયોગો ઘેરમાં મીઠાઇઓ, મસાલા વગેરે મંગાવ્યા હતાં તે બંધ કર્યા અને મને બીજું વલણ લીધું. તેથી મસાલાઓનો શોખ મોળો પડી ગયો અને જે ભાજી રિચમંડમાં મસાલા વિના ફીફી લાગતી હતી તે કેવળ બાફેલી સ્વાદિષ્ટે લાગી. આવા અનેક અનુભવની હું શીખ્યોજ કે સ્વાદનું ખરુ સ્થાન જીભ નથી પણ મન છે. આર્થિક દષ્ટિ તો મારી સામે હતી જ. તે વખતે એક પંથ એવો હતો કે જે ચાકૉફીને નુકસાનકારક ગણતો અને કોકોનું સમર્થન કરતો. કેવળ શરીરવ્યાપારને અર્થે જોઇએ તે જ વસ્તુ લેવી એ યોગ્ય છે એમ સમજયો હતો. તેથી ચાકૉફીનો મુખ્યત્વે ત્યાગ […]
જીવનમાં પરિવર્તન મારી રહેણી ઉપર મારો અંકુશ હતો તેથી હું જોઇ શકયો કે મારે કેટલું ખર્ચ કરવું જોઇએ. હવે મેં ખર્ચ અડધું કરી નાખવાનો વિચાર કર્યો. હિસાબ તપાસતાં જોયું કે મને ગાડીભાડાનો ખર્ચ સારી પેઠે થતો હતો. વળી કુટુંબમાં રહેવાથી અમુક રકમ તો અઠવાડિયે જાય જ. કુટુંબનાં માણસોને કોઇ દહાડો જમવાને બહાર લઇ જવાનો વિવેક વાપરવો જોઇએ. વળી તેમની સાથે મિજબાનીમાં કોઇ વેળા જવું પડે ત્યાં ગાડીભાડાનો ખર્ચ થાય જ. છોકરી હોય તો તેને ખર્ચ આપવા ન જ દેવાય. વળી બહાર જઇએ તો ઘેર ખાવાને પહોંચાય નહીં. ત્યાં તો પૈસા […]
\’સભ્ય\’ વેશે દરમ્યાન પેલા મિત્રની મારે વિશેની ચિંતા દૂર નહોતી થઇ. તેમણે પ્રેમને વશ થઇને માન્યું કે, હું જો માંસાહાર નહીં કરું તો નબળો થઇશ, એટલું જ નહીં પણ હું ‘ભોટ’ રહેવાનો, કેમ કે અંગ્રેજ સમાજમાં ભળી જ નહીં શકું. તેમને મારા અન્નાહાર ઉપરના પુસ્તેકના વાચનની ખબર હતી. તેમને એવી ધાસ્તી લાગી કે એવા વાચનથી હું ભ્રમિતચિત્ત બની જઇશ, અખતરાઓમાં મારો જન્મ એળે જશે, મારે કરવાનું છે તે ભૂલીશ અને વેદિયો બની રહીશ. તેથી તેમણે મને સુધારવાનો એક છેલ્લોમ પ્રયત્ન કર્યો. મને નાટકમાં લઇ જવાને નોતર્યો. ત્યાં જતા પહેલાં મારે […]
મારી પસંદગી મેં ઉપકાર સાથે સૂચના કબૂલ રાખી. મિત્રને ત્યાં ગયો. તેમને બરદાસમાં કાંઇ મણા નહોતી. મને પોતાના સગા ભાઇની જેમ રાખ્યો, અંગ્રેજી રીતરીવાજો શીખવ્યાં; અંગ્રેજીમાં કંઇક વાત કરવાની ટેવ તેમણે જ પાડી એમ કહી શકાય. મારા ખોરાકનો પ્રશ્ર્ન બહુ મોટો થઇ પડયો. મીઠું મસાલા વિનાનાં શાકો ભાવે નહીં. ઘરધણી બાઇ મારે સારું શું રાંધે ? સવારે તો ઓટમીલની ઘેંસ થાય એટલે કંઇક પેટ ભરાય, પણ બપોરે અને સાંજે હંમેશા ભૂખ્યો રહું. મિત્ર માંસાહાર કરવાનું રોજ સમજાવે. હું તો પ્રતિજ્ઞાની આડ બતાવી મૂંગો થાઉં. તેમની દલીલોને પહોંચી ન શકું. બપોરે […]
આખરે વિલાયતમાં મારી દયા ખાઇ એક ભલા અંગ્રેજે મારી જોડે વાતો શરૂ કરી. પોતે ઉંમરે મોટા હતા. હું શું ખાઉં છું, કયાં જાઉં છું, કેમ કોઇની સાથે વાતચીત કરતો નથી, વગેરે સવાલ પૂછે. મને ખાણા ઉપર જવાનું સૂચવે. માંસ ન ખાવાના મારા આગ્રહ વિશે સાંભળી તે હસ્યા ને મારી દયા લાવી બોલ્યા , ‘અહીં તો (પોર્ટ સેડ પહોંચ્યા પહેલાં) ઠીક જ છે, પણ બિસ્કેના ઉપસાગરમાં પહોંચીશ ત્યારે તું તારા વિચાર ફેરવીશ. ઇંગ્લૅન્ડ્માં તો એટલી ટાઢ પડે છે કે માંસ વિના ન જ ચાલે. ’ મેં કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે […]
ન્યાતીબહાર માતાની આજ્ઞા અને તેના આર્શીવાદ લઇ, થોડા માસનું બાળક સ્ત્રીના સાથે મેલી હું હોંશે હોંશે મુંબઇ પહોચ્યો. પહોંચ્યો તો ખરો, પણ ત્યાં મિત્રોને ભાઇએ કહ્યું કે, જૂન – જુલાઇમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય છે. ને મારી આ પહેલી જ દરિયાની સફર હોવાથી મને દિવાળી બાદ એટલે નવેમ્બર માસમાં મોકલવો જોઇએ. વળી કોઇએ તોફાનમાં કોઇક આગબોટ ડૂબી જવાની વાત પણ કરેલી. આથી મોટા ભાઇ અકળાયા. તેમણે એમ જોખમ ખેડીને મને તુરત મોકલવાની ના પાડી અને મને મુંબઇમાં મિત્રને ત્યાંય મૂકી પોતે પાછા પોતાની નોકરીને ચડવા રાજકોટ ગયા. એક બનેવીની પાસે […]
વિદેશની તૈયારી પાસ થયા પછી કૉલેજમાં જઇ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઇચ્છા હતી. મુંબઇમાં પણ કૉલેજ અને ભાવનગરમાં પણ કૉલેજ ભાવનગરનું ખરચ ઓછું તેથી ભાવનગર શામળદાસ કૉલેજમાં જવાનો ઠરાવ થયો. ત્યાં મને કાંઇ આવડે નહીં, બધું મુશ્કેંલ લાગે, અધ્યાપકોનાં વ્યાખ્યાનોમાં ન પડે રસ ને ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો નહોતો, મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કૉલેજના અધ્યાપકો તો પહેલી પંકતીના ગણાતા. પહેલી ટર્મ (એટલે સત્ર) પૂરી કરી ઘેર આવ્યો. કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર એક વિદ્ધાન, વ્યવહારકુશળ બ્રાહ્મણ, માવજી દવે હતા. તેમણે પિતાજીના સ્વર્ગવાસ પછી પણ […]
ધર્મની ઝાંખી મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં, એટલે હવેલીમાં જવાનું વખતોવખત બને. પણ તેને વિશે શ્રદ્ધા ઉત્પન્ન ન થઇ. હવેલીનો વૈભવ મને ન ગમ્યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેને વિશે મન ઉદાસ થઇ ગયું. ત્યાંથી મને કંઇ જ ન મળ્યું. પણ જે હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઇ પાસેથી મળ્યું. તે કુટુંબની જૂની નોકર હતી. તેનો પ્રેમ મને આજે પણ યાદ છે. હું આગળ જણાવી ગયો છું કે હું ભુતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી […]
પિતાજીનું મૃત્યુ ને મારી નામોશી આ જ વર્ષે પત્ની ગર્ભવતી થઇ. એમાં બેવડી શરમ સમાયેલી આજે હું જોઇ શકું છું. એક તો એ કે વિદ્યાભ્યાસનો આ કાળ હોવા છતાં મેં સંયમ ન જાળવ્યો, અને બીજી એ કે જોકે નિશાળનો અભ્યાસ કરવાનો ધર્મ હું સમજતો હતો અને તેથીયે વધારે માતપિતાની ભકિતનો ધર્મ સમજતો હતો, – તે એટલે સુધી કે એ બાબતમાં બાલ્યાવસ્થાની જ શ્રવણ મારો આદર્શ થઇ રહ્યો હતો, – તે છતાં વિષય મારા ઉપર સવાર થઇ શકતો હતો. એટલે કે, દરેક રાત્રિએ જોકે હું પિતાજી ને પગચંપી તો કરતો છતાં […]