યજ્ઞની સાક્ષીએ અને સપ્તપદીના મધુર મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થતા લગ્ન ને જીવનભર નિભાવવા માટે પ્રેમ અને સહનશીલતા બંને પરિબળોની ડગલેને પગલે હાજરી હોવી જરૂરી છે. આ બંને તત્વોની ગેરહાજરીમાં લગ્ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્નનો અર્થ માત્ર ભોગ વિલાસ કે વંશવૃધ્ધિ જ નથી, સ્ત્રી, પુરૂષે ડગલેને પગલે એક બીજા સાથે સહકાર કેળવવો, હૂંફ આપવી, નબળી ક્ષણે પણ સાથ નિભાવવો, બાળકોનો તંદુરસ્ત વિકાસ, તેનું શિક્ષણ વગેરે સાથે કુટુંબ વ્યવસ્થાનો મૂળ આધાર બનવો વગેરે પણ […]
જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ; અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત. બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર; અંતર્યામી સત્ ચિત્ સુખ, બહાર સદગુરુ દ્વિભૂજ સુમુખ. ઝોળી અન્નપૂર્ણા કરમાંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય; ક્યાંય ચતુર્ભૂજ ષડ્ભૂજ સાર, અનંતબાહુ તું નિર્ધાર. આવ્યો શરણે બાળ અજાણ; ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ ! સુણી અર્જુન કેરો સાદ, રીઝ્યો પૂર્વે તું સાક્ષાત્; દીધી રિદ્ધિ સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર. કીધો આજે કેમ વિલંબ, તુજ વિણ મુજને ના આલંબ ! વિષ્ણુશર્મ દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ, જંભ દૈત્યથી ત્રાસ્યા દેવ, […]
જેઓએ જોખમની ચાવી પોતાની પાસે રાખી છે તેઓ માર્યા જ ગયા છે;પણ જેણે તે ચાવી ફેકી દિધેલ છે તેઓજ બચી ગયા છે.કોઇપણ શુરવીર,કોઇપણ સતી કે ભક્તને જોવોકે તેનું શુરવીરપણું કે ભક્તપણૂ શાથી છે?ચાવી ફેકી દેવાથી જ ,બીજું કાંઇ જ નહિ.મીરાબાઈથી ઝેરનો પ્યાલો કેમ પીવાયો?તેણે પોતાની જીદગીની ચાવી પ્રભુને સોપી દિધી હતી તેથી જ નરહિહ મહેતાનું મામેરુ શ્યામસુંદરને શા માટે પુરવું પડયુ?તેણે પોતાના જોખમની ચાવી,પોતાની ઇચ્છા પ્રભુને સોપી દિધી હતી તેથી જ;આથી તેમની અંદર કોઇ જોખમદારી ન હતી. સુરદાસની પાછળ-પાછળ રભુએ શા માટે ફરવુ પડયુ ? કારણ કે તેમણે પોતાની ઇચ્છારુપી […]
પ્રોફેસરનો ઘણોખરો સમય પોતાના ખાસ બંગલામાં જ પસાર થતો. બંગલાનો મોટો ભાગ પ્રયોગશાળા રૂપે રોકાયેલો હતો. પ્રોફેસર પોતાની પ્રયોગશાળામાં રસાયણને લગતા પ્રયોગોમાં મગ્ન રહેતા. એમની પ્રયોગશાળામાં કોઈને પણ દાખલ થવા દેવામાં આવતા ન હતા. આનો અર્થ એવો તો નહિ કે માનવીને મળવા માટે તેમના દિલમાં નફરત હતી. પ્રોફેસર પાસે સંશોધનકાર્ય માટે સાત શિષ્યો હતા. આ સાતેય જણા તેમની પાસેથી જુદા જુદા વિષયોનું વૈજ્ઞાનિક શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. પરંતુ પ્રોફેસરની પ્રયોગશાળાના ખાસ ઓરડામાં તો આ શિષ્યોને પણ પ્રવેશ કરવા દેતા નહિ. એક દિવસ પોતાના સ્વભાવની વિરુદ્ધ પ્રોફેસરે પોતાના શિષ્યોને આ ખાસ […]
જીવનનું અંતિમ અને અટલ સત્ય છે કે, એક દિવસે દરેક માણસને મૃત્યુનો સામનો કરવો પડશે. મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે? એ બતાવવું કોઈની માટે પણ શક્ય નથી. આચાર્ય ચાણક્ય કહે છે…. શ્રીકૃષ્ણ અડધી રાત્રે જન્મ્યા હતા, રામ ખરા બપોરે. રાતના અંધારામાં શ્રીકૃષ્ણે જન્મીને મોટો સંદેશ એ આપ્યો કે તમારા જીવનમાં જો અંધકાર છે તો તમે પ્રકાશની શોધમાં હશો તોપણ હું તમારા જીવનમાં આવી જઈશ.જે સમયે શ્રીકૃષ્ણ જન્મ્યા બાદ મથુરાથી ગોકુલ લવાયા હતા અને નંદબાબાને ચૂપચાપ યશોદાની પાસે રાખવામાં આવ્યા ત્યારે ગોકુલવાસી ગાઢ નિંદર માણી રહ્યા હતા.કથા એવી છે કે […]
વિદુર નીતિ મુજબ આ ત્રણે જણને પૈસાની બાબતમાં સ્વતન્ત્રતા ન આપવી . 1. તમારો ગમે તેટલો વિશ્વાસુ હોય એ નોકરને 2. તમારા કુપુત્ર , ઉડાઉ ,બદમાશ દીકારને 3. તમારી હોશિયાર પત્ની હોય તેને પણ વિદુરનીતિ મુજબ આ ચાર જણાને જોડે મંત્રણા ,ગુપ્ત વિચારો ના કરાય 1. જેની બુધિ ઓછી હોય. 2. બહુ હરખ ઘેલો હોય 3. જેને પોતાની બહુ મોટાઈ હોય 4. જે દીર્ઘસુત્રી હોય ,એટલે ૧૫ મીનીટ નું કામ ૨ દિવસમાં પણ ના કરે તેવા વિદુરનીતિ મુજબ આ ચાર વસ્તુ તુરંતજ ફળ આપે છે. 1. શુભ સંકલ્પ 2. મહા […]
હનુમાનજી મહારાજ ભક્તિના ખાસ આચાર્ય હોવા છતાં પણ તે કહે છે કે ‘ભજન શું છે ? એ કેવી રીતે થાય છે ? હું કાંઈ જાણતો નથી બાળકનો માતા સાથે જેટલો પ્રેમ હોય છે, તેનાથી પણ વધારે પ્રેમ માને બાળક સાથે હોય છે. બાળક માના પ્રેમને જાણતું નથી. જો તે માના પ્રેમને જાણી લે તો તેને માના ખોળામાં રડવું જ ન પડે. એ જ રીતે ભગવાનનો જીવ સાથે ઓછો પ્રેમ નથી. કાકભુશણ્ડિજી બાળસ્વરૂપ ભગવાન શ્રીરામની સાથે રમતા રમતા જ્યારે બિલકુલ તેમની નજીક આવ્યા ત્યારે ભગવાન હસવા લાગ્યા અને જ્યારે તેમનાથી […]