મૃત્યુ નજીક આવે ત્યારે કરાનારી કેટલીક ક્રિયાઓનું વર્ણનઃ મૃત્યુ નજીક આવે ત્યારે કરાનારી કેટલીક ક્રિયાઓનું વર્ણન પરંપરાપ્રાપ્ત છે. ભાવિ કલ્યાણ માટે બ્રાહ્મણો અને નિર્ધનોને દાન અપાય છે. દાનમાં ગાયનું દાન મૂલ્યવાન છે. એ ‘વૈતરણી’ કહેવાય છે, કેમ કે પાતાળ લોકની વૈતરણી નદીને પાર કરવા મૃત વ્યકિત માર્ગદર્શક મનાય છે. મૃત્યુના આગમન સમયે મરનારનું શરીર સ્વચ્છ ભૂમિ પર રખાય છે. અગ્નિ પ્રજવલિત કરાય છે. એનું મસ્તક ઉત્તર દિશા તરફ રખાય છે. વેદોના મંત્રોચ્ચાર તેના કાન પાસે કરાય છે.ગંગાજળ, તુલસીપત્ર વગરે મોંમાં મુકાય છે, દીવો પ્રગટાવાય છે, મંત્રોચ્ચાર કે શ્ર્લોકોચ્ચાર કરાય છે, […]
જ્ઞાન શેના વિના અધુરુ છે? * ભક્તિના પુટ વિના આત્મજ્ઞાન કોને કહેવાય? * હું કોણ છું તેનો યર્થાથરુપે જાણવું. જ્ઞાન કોનામાં પ્રગટે? * જે પોતાપણું ટાળી શકે તેનામાં. -હું પણાની અને મારાપણાની વિચારમાંથી ટાળી દઈએ તો મુક્તિનો ભાવ થાય. જ્ઞાનનિ ઉદય થયો તે કેવી રીતે જાણી શકાય? * વર્તમાનમાં ચિત સ્થિર થાય. * ઇચ્છાઓ પલાઠી વાળીને બેસી જાય. * રાગ-દ્રેષ સમી જાય. * નિર્ભયતા અને આનંદનો અનુભવ થાય. જ્ઞાનન્ ભુમિકાઓ કેટલી?કઈ કઈ ? *સાત – શુભેચ્છા; નિત્ય- અનિત્યનો વિવેક જાણવો ; સતવચનો વાંચવાં-સાંભળવા; સદવૃતિ રાખવી […]
બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ. બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષાના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે. બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે: […]
જ્ઞાન પ્રાપ્તિની તૈયારી માટેનાં સાધનો કયાં? * અંતરંગ સાધનો- -શ્રવણ,મનન,નિદિધ્યાન; * બહિરંગ સાધનો- – વિવેક,વૈરાગ્ય,ષટસંપતિ અને મુમુક્ષવૃતિ. -આ ઉપરાંત નિષ્કામ ઉપાસના અને નિષ્કાન કર્મને પણ ગણાવી શકાય.
સ્વધર્મમાં નિષ્ઠા, સહિષ્ણુતા અને સર્વ પ્રત્યે આદર : 199. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. 200. ભગવાન તથા ભગવાનના વરાહદિક અવતારોનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય એવા ગ્રંથ ક્યારેય ન માનવા અને ન સાંભળવા. 201. અજ્ઞાની મનુષ્યની નિંદાના ભયથી ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહિ. 202. જેનાં વચન સાંભળવાથી ભગવાનની ભક્તિ ને પોતાના ધર્મ થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી. 203. ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે બીજા કોઈ ક્ષુદ્ર્નાં સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. (સ્વામિનારાયણ મહામંત્રનો જપ […]
સંતો-પાર્ષદો માટે નિયમો : 145. ત્યાગીએ સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો, સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ. 146. સ્ત્રીઓની વાત ક્યારેય ન કરવી અને ન સાંભળવી. 147. જે સ્થાનમાં સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાને સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું 148. દેવતાની પ્રતિમા વિના બીજી સ્ત્રીની ચિત્રની અથવા કાષ્ઠાદિકની પ્રતિમાનો સ્પર્શ ન કરવો. જાણીને તે પ્રતિમાને જોવી પણ નહિ. 149. સ્ત્રીની પ્રતિમા ન કરવી. 150. સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારીને ઉતારેલા વસ્ત્રને અડવું નહિ. 151. મૈથુનાસક્ત પશુપક્ષીને જાણીને જોવાં નહિ. 152. સ્ત્રીના વેષધારી પુરુષને અડવું નહિ, તેની સામું […]
બ્રહ્મચર્ય – સંયમ અને મર્યાદા : 116. વ્યભિચાર ન કરવો. 117. પુરુષોએ પોતાનાઅ સમીપે સંબંધ વિનાની સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો. 118. આપતકાળ પડ્યા વિના પોતાની યુવાન મા, બહેન અને દીકરી સંગાથે પણ પુરુષોએ એકાંત સ્થળે ન રહેવું. 119. રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો પ્રસંગ કોઈ પ્રકારે પણ ન કરવો. 120. પોતાનાં અંગ દેખાય તેવું ભૂંડું વસ્ત્ર ન પહેરવું. 121. મંદિરમાં પુરુષોએ સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. મંદિરમાંથી નીસર્યા પછી પોતાપોતાની રીતે વર્તવું. 122. પુરુષોએ બાઈ માણસના મુખ થકી જ્ઞાન-વાર્તા ન સાંભળવી. સ્ત્રીઓ સાથે વિવાદ ન […]
व्रतेन दीक्षामाप्नोति दीक्षयाप्नोति दक्षिणाम् । दक्षिणा श्रद्धामाप्नोति श्रद्धया सत्यमाप्यते ॥ ગુજરાતી ભાષાંતરઃવ્રત અર્થાત્ સત્ય નિયમના પાલનથી મનુષ્ય દીક્ષા પ્રાપ્ત કરે છે, દીક્ષાથી ફળ પ્રાપ્ત કરે છે, ફળ પ્રાપ્તિથી શ્રદ્ધા પ્રાપ્ત કરે છે, અને શ્રદ્ધા દ્વારા સત્ય પ્રાપ્ત કરે છે. यजुर्वेद वया इदग्ने अग्नयस्ते अन्ये त्वे विश्वे अमृता मादयन्ते । वैश्वानर नाभिरसि क्षितीनां स्थूणेव जनां उपमिद्ययन्थ ॥ ગુજરાતી ભાષાંતરઃહે અગ્નિ ! તમારા સિવાય અન્ય અગ્નિ (સૂર્ય, નક્ષત્ર આદિ) તમારી શાખાઓ સમાન છે, બધા અવિનાશી જીવગણ તમારા પર આશ્રિત થઈ આનંદ અનુભવે છે. હે સમસ્ત સંસારના સંચાલક, આપ સૌ જીવો અને તત્ત્વોનો […]
તારી એક એક પળ જાય સવા લાખની, તું તો માળા રે જપી લે મારા રામની, સાથે આવ્યો શું લઈ જશો? આવ્યો તેવા ખાલી જશો; જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી… તું તો માળા… જૂઠા જગના જૂઠા ખેલ, મનવા ! મારું તારું મેલ, તું તો છોડી દે ચિંતા આખા ગામની… તું તો માળા… રાજા રંગીલા રણછોડ, મારા ચિતડાનો ચોર, મેં તો મૂર્તિ જોઈ છે મારા રામની… તું તો માળા… ભક્તિ ખાંડા કેરી ધાર, ઊંઘણશિનું નહિ કામ; હાંરે મને લાગી રે લગન, આંખે આંસુડાંની હેલી, નંદુ ચેતીને તું ચાલ યમ તણા મારથી… […]
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે… દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે… અખિલ બ્રહ્માંડમાં… પવન તું પાણી તું, ભૂમિ તું ભુધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવા ને, શિવ થકી જીવ થયો એ જ આશે… અખિલ બ્રહ્માંડમાં… વેદ તો એમ વદે, શ્રૃતિ સ્મૃતિ શાખ દે, કનક કુંદળ વિષે ભેદ નો\’ હોયે, ઘાટ ઘડ્યા પછી રૂપ નામ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે… અખિલ બ્રહ્માંડમાં… ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, […]