સંસ્કાર (સંસ્કારની ધાર્મિક વિધિ) એ જગતના કોઇ પણ ધર્મનું અને તેમાંયે ખાસ કરીને હિંદુ ધર્મનું મહત્વપૂર્ણ અંગ છે. ઇતિહાસના પ્રારંભથી સંસ્કારો ધાર્મિક તથા સામાજિક એકતાનું પ્રભાવક માધ્યમ રહ્યા છે. સંસ્કારોનો સંબંધ સંપૂર્ણ જીવન સાથે હોવાથી કોઇ પણ સંસ્કૃતિને પૂર્ણ રૂપથી સમજવા માટે સંસ્કારોનું અધ્યયન મહત્વપૂર્ણ છે. ‘સંસ્કાર’નો અર્થઃ
તુરિયાવસ્થા અથવા યુરિયપદ શું છે ? * અંતઃકરણની ચૌથી અવસ્થા તુરીય પદને બ્રહ્મપદને અથવા મોક્ષ કહે છે.આ પદની પ્રાપ્તિ થતાં વૃતિ માત્રનું સ્ફુરણ શાંત થઈ જાય છે અને નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
કયું જ્ઞાન બંધનરૂપ બને છે? * જે જ્ઞાન બહારથી મેળવેલું છે;સ્વંયંભુ કે સ્વપુરૂષાર્થથી ઊગેલું નથી પણ ઉછીનું લીધેલું છે તે બંધનરૂપ છે. * જેમાં\’હું\’પણુ અને \’મારાપણુ\’ કેન્દ્રસ્થાને હોઉઅ તેવું જ્ઞાન. * અનુભવનું જ્ઞાન નહીં તેવું પણ શાસ્ત્રોનું જ્ઞાન.સ્મૃતિમાંસંધરી રાખેલું જ્ઞાન. કયું જ્ઞાન ટકતુ નથી? * વૈરાગ્ય વિનાનું હોય તે. * જે જ્ઞાન દઢમૂળ નથી થવું કોતું તે. * અનુભવ વગરનું જ્ઞાન. જ્ઞાની અને ભકત વચ્ચે દેખીતો તફાવત? * જ્ઞાનમાર્ગે જનાર વિચારમાં ડુબી પોતાને વીસરી જાય છે. * ભક્તિ માર્ગે જનાર ભાવમાં ડુબીજઈ પોતાને વીસરી જાય છે. * બાહ્ય દષ્ટિએ તફાવત […]
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ.. આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો; પ્ર્ભુ તમે પૂજો દેવી પાર્વતી પૂજો, કષ્ટો કાપો દયા કરી દર્શન શિવ આપો.શંભુ.. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી; ભાલે તિલક કર્યું, કંઠે વિષને ધર્યું, અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ.. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારુ ચિતડુ ત્યાં જાવા […]
આપણા વેદશાસ્ત્રો એ ૐ ઓંકારને સૌથી ઉત્તમ મંત્ર તરીકે સ્થાન આપ્યું છે. આ ઓંકારનો ઉચ્ચાર કરતા જ આપણા માનસપટલ ઉપર એક અલૌકિક સુખ છવાઇ જાય છે. આ ઓંકાર કેટલી શકિત ધરાવે છે. એકવાર મૃત્યુ દેવોનો પીછો કરી રહ્યુ હતું. તેનાથી બચવા બધા દેવો વેદ પસે ગયા.વેદ દ્વારા
વૃક્ષ મહિમા શ્ર્લોકો (વિવિધ પુરાણોમાંથી) યઃ પુમાન રોપયેદ વૃક્ષાન્ છાયા પુષ્પફલોપગાન્ । સર્વસત્વોપભોગ્યાય સયાતિ પરમાં ગતિમ્ ॥ ૧ ॥ જે મનુષ્ય સર્વ પ્રાણીઓના ઉપભોગ માટે છાયા, ફૂલ અને ફળવાળા વૃક્ષો રોપે છે તે પરમ ગતિને પામે છે. છાયાપુષ્પોગાત્રત્રિશત્ ફલપુષ્પદ્રુમાત્રસ્તથા | રોપયિત્વા સશાખાત્રસ્તુ નરો ન નરકત્ર બ્રજેત્ ॥ ૨ ॥ છાયા-પુષ્પોવાળા તથા ફળ- પુષ્પોવાળા અને શાખાવાળા ત્રીસ વૃક્ષો જે મનુષ્ય રોપે છે તે નરકમાં જતો નથી. દેવદાનવગન્ધર્વાઃ કિન્નરનાગગુહ્યકાઃ । પશુપક્ષીમનુષ્યા શ્ચ સંશ્રયન્તિ સદા દ્રુમાન્ ॥ ૩ ॥ દેવ, દાનવ, ગંધર્વો, કિન્નર, નાગ, યક્ષો તથા પશુ, પક્ષી અને મનુષ્યો પણ હંમેશાં વૃક્ષોનો […]
ગ્રહોની શાંતિના કાર્ય અને દેવી-દેવતાઓના હોમ-હવન સમયે હોમવામાં આવતાં હોમાત્મક દ્રવ્યો ચાર પ્રકારના લેવામાં આવે છે. તેમાં એકપણ પ્રકાર ઓછો હોય તો ફળસિધ્ધિ મળતી નથી. ચારેય પ્રકારના દ્રવ્યો હોય તો જ સંપૂર્ણ ફળ સિધ્ધિ પ્રાપ્ત થાય છે. (૧)સુગંધીત દ્રવ્યો : કેસર, કસ્તુરી, અંબર, શ્વેતચંદન, કપુર, જાવંત્રી, જાયફળ, અગર, તગર, પાંદડી, એલાયચી. (૨)પુષ્ટીકારક દ્રવ્યો : ગાયનું ઘી, ફળ, કંદ, અન્ન, તલ, સાલમ, મૂસળી, બદામ, કાજુ, અંજીર, જરદાલુ. (૩) મિષ્ટ દ્રવ્યો : સાકર, છૂઆરિ, ખારેક, દ્રાક્ષ, મધ, ટોપરું દૂધ. (૪) રોગનાશક ઔષધિઓ : ગળો, સોમવેલી, બ્રાહ્મી તથા ગ્રહો માટે નિયત ઔષધિઓ વાપરવામાં […]
અંદરનો અંધકાર દુર કરવાનું સાધન કયું. * સત્સંગ, * આંતરસુઝ. * નામસ્મરણ. * સત્યને પામવાની તાલાવેલી. અંદરથી ઊજળો કોણ બની શકે ? * જે તત્વમાં લીન રહે તે. * જે ધસાઈ છે અથવા ધસારો ખમી શકે છે તે. -ખેડુતની કોઅ પડી રહે તો સમય જતા કાળી પડી જાય છે જે અન્યને ઉપયોગી થાય છે તે સુવાળૂ અને ઉજળૂ થતુ જાય છે.જે કોઢુ ધસાઈ છે તે કાયમ ચળકતુ રહે છે પડયુ રહેશે તો કટાઈ જશે અને નકામુ થઈ જશે માટૅ અન્યને ખપમાં આવતુ રહેવું.
સંસ્કારોના ઉદેશ પ્રાચીન સમયથી હિંદુઓની એ માન્યતા રહી છે કે મનુષ્ય ચારે બાજુથી અતિમાનવ તત્વોથી ઘેરાયેલો છે, જે ખરાબ અને સારું કરવાની શકિત ધરાવે છે. આ તત્વો જીવનમાં કોઇ પણ મહત્વપૂર્ણ પ્રસંગે વ્યકિતના જીવનમાં સ્ખલન ઊભાં કરી શકે છે. આથી આ અમંગલકારી પ્રભાવોના નિરાકરણ માટે સંસ્કારોની આવશ્યકતા રહેલી છે. અશુભ પ્રભાવોના પ્રતીકાર માટે અશુભ શકિતઓની સ્તુતિ કરાય છે, એમને બલિ અને ભોજન અપાય છે. સ્ત્રીની સગર્ભાવસ્થા, શિશુજન્મ, શૈશવ વગેરે સમયે પણ આ પ્રકારની પ્રાર્થના કરવામાં આવતી. પ્રત્યેક સંસ્કાર વખતે આશીર્વાદ આપવા માટે દેવતાઓની પ્રાર્થના કરાય છે; જેમ કે ગર્ભાધાન સમયે […]
ભારતીય સંસ્કૃતિના મંગલપ્રતિકો… આપણી સંસ્કૃતિના કેટલાક પ્રતીકો છે. જેમાં તે એક પ્રતીકછે. ‘દીપ’. દીપ એ અંધકારને આંબીને પ્રકાશ તરફ લઈ જનાર છે. જીવનને નકારાત્મક વલણ-માંથી હકારાત્મક તરફ લઈ જનાર છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ‘હે ઈશ્વર તું અમારું જીવન પણ આમ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા.’ –દીપમાંની દિવેટ-તેલ એ સ્નેહ સાથે આત્મસમર્પણ કરે છે. બીજાને અજવાળું પોતે સળગી જાય છે. તે શું બતાવે છે? તમે એવું જીવન જીવો કે તમારું જીવન બીજાને પ્રકાશ આપનારું બને. મદદરૂપ બને. તમારા થકી અંધકાર દૂર થાય. તેવો ત્યાગનો સંદેશ લઈને આવે છે. પ્રેમની-સમર્પણની […]