કોઇ પણ વસ્તુણની જીદ કરતું બાળક હંમેશા મહેમાનની હાજરીમાં એ વસ્તુણ મેળવી લે છે, કારણ કે આપણે આવા સમયે બાંધછોડ કરી લઇએ છીએ. આપણે વિચારીએ છીએ કે ‘‘કોઇક મહેમાન ઘરે આવ્યુંછ છે. શું વિચારશે ? આપી દોને ! ’’ આવા વલણનો બાળકો ભરપૂર ફાયદો ઉઠાવે છે. મહેમાનોની હાજરીમાં જ ‘મમ્મીલ થોડુંક ટી. વી. જોઇ લઉં ? પપ્પાિ, તમે અત્યા રે વાતો કરો ત્યાંન સુધી હું રમી આવું ? આવી પરિસ્થિતિમાં બાળકો સાથે કેમ વર્તવું અને તેમને કઇ રીતે કાબૂમાં રાખવાં તે એક અભ્યા સનો વિષય છે. આવનાર મહેમાન વિષે જો […]

બાળકને પ્રોત્સાહિત કરવા માટે બાજા બાળક સાથે તેની તુલના કરીએ છીએ. તુલના કરતી વખતે આપણે વય, વાતાવરણ, ઉછેર, વ્યક્તિત્વનાં પાસાંઓ, ક્ષમતા વગેરેમાંની કોઈ બાબત ધ્યાનમાં રાખતાં નથી. માત્ર મિત્રનાં બાળકો કે પડોશીનાં છોકરાંઓ સાથે તેમને સરખાવીએ છીએ, જેમકે, ‘રવિને ૯૦ % માર્કસ આવ્યા અને અમે તારી પાછળ આટલી મહેનત કરીએ છીએ તો પણ માત્ર ૮૦ % ટકા ?‘ દરેક બાળકની ક્ષમતા ઓછીવત્તી હોઈ શકે. ક્યારેક તુલના કરવામાં આપણું જ બાળક બાજાની નજરમાં નીચુ થઇ જાય છે, જેમ કે “ જો ! બાજુવાળાની માનસી ઘરનું બધુ જ કામ શીખી ગઇ, અને […]

બાળપણનાં વર્ષો જીવનનાં મૂલ્યવાન વર્ષો છે. આ સમયે બાળકનો માનસિક અને શા‍રીરિક વિકાસ થાય છે. બાળકો સુખ સગવડના સાધનો વિના પણ તેઓ નિજાનંદમાં મસ્ત રહે, મોજમજા કરે તેમાં આપણને વાંધો હોવો જોઈએ નહીં. ઘણીવાર નાની નાની બાબતોમાં ટોકીને આપણે તેનો આનંદ છીનવી લઈએ છીએ. જેમ કે, સોફા પર ઠેકડા નહીં માર ! માટીમાં રમવા ન જા ! વરસાદમાં પલળીશ નહીં ! મોટેથી ગીતો ન ગાઈશ ! ચપ્પલ વિના રમવા ન જા ! બાળકોને આપણે આવી રીતે હૂકમ કરીએ તે ગમતું નથી. આના કારણે તેમની જીદ વધે છે. ઉપરની વાત હૂકમ […]

બિમારીના સમયમાં બાળકને દવા થી વિષેશ મા-બાપની જરૂર હોય છે. બાળક બિમાર હોય ત્યારે વિશેષ કાળજી અને સંભાળ રાખવા ઉપરાંત તેને સહારાની પણ જરૂર હોય છે. આવા સમયે બાળકને કે પરિસ્થિતિને વખોડવાની જરૂર નથી. બિમારીમાં બાળક સ્‍વાભાવિક રીતે જ જલદી ચીડાઇ જાય છે. તેને કંઇ ગમતું નથી. વાતવાતમાં તે જીદ પર ઊતરી આવે છે. આવા સમયે સ્‍વાભાવિક છે કે ડૉકટરે આપેલી સલાહ અનુસાર ચાલવું પડે. એટલે બાળક જીદ કરે ત્‍યારે કફોડી સ્થિતિ થાય છે. આ બાબતે જબરજસ્‍તી ન કરતાં બાળકને પ્રેમપૂર્વક સાચી વાત સમજાવો. ડૉકટરની દવાઓનો, ખોરાક, સવાર સાંજનો નાસ્‍તો, […]

શરૂઆતના ગાળામાં દરેક બાળકને સ્‍કૂલમાં ગોઠવવું માતા – પિતા માટે મુશ્‍કેલ હોય છે. બાળક કેવી રીતે ઊઠશે ? કેવી રીતે તૈયાર કરીને સ્‍કૂલે મોકલીશું ? સ્‍કૂલમાં ભણાવશે તેની સમજણ તો પડશે ને ? નાસ્‍તો બરાબર કરશે કે કેમ ? શિક્ષક તો બરાબર હશે ને ? આવી અનેક ચિંતાઓ માતા – પિતાને સતાવતી હોય છે. બાળકને પણ પોતાની જાતને સ્‍કૂલમાં ગોઠવવાની ચિંતા હોય છે. સ્‍કૂલને માત્ર શિક્ષણ અર્થાત્ પુસ્‍તકિયું જ્ઞાન આપનાર સંસ્‍થા જ ન સમજી તેને અનુભવો મેળવવાની જગ્‍યા સમજીવી જોઇએ. જોકે, શાળામાં શીખવવામાં આવતો અભ્‍યાસક્રમ અને તે સાથેની સંલગ્‍ન બાબતો […]

બાળકો અધીર બનીને કંઇક પૂછે ત્‍યારે ‘ચૂપ રહે’ કહીને તેમને ચૂપ કરવાં જોઇએ નહીં. આમાં માતા – પિતાની જીત નથી, હાર છે. બાળકોની જીજ્ઞાસાઓને સંતોષવાની માતા – પિતાની ફરજ છે. બાળકોને ઉછળવા દો, કૂદવા દો, ભાવનાઓ વ્‍યકત કરવાની જગ્‍યા આપો. બુદ્ધિનો આંક વધુ હોય અથવા સમજણશકિત વધુ હોય તેવાં બાળકોને પણ અમુક બાબતો સમજતાં સમય લાગે છે. તેથી વારંવાર ‘બુદ્ધુ’ , ‘મૂર્ખ’ કહીને તેમના મનને ઠેસ કયારેય ન પહોચાડીએ. તેમની ભાવનાઓ, આકાક્ષાંઓ, સમસ્‍યાઓને સમજી લઇએ અને તેમની જ ભાષામાં જવાબો આપીએ. તેમની સાથે મિત્રતા કેળવીએ અને મોટા-નાના વચ્‍ચેની અભેદ્ય દીવાલને […]

પેટ તથા હ્રદય માટે ઉતમ,પૌષ્ટિક પપૈયું પપૈયું બારે માસ મળતું મધુર ફળ છે. તે ઘરને આંગણે વાવીને બારે માસ મેળવી શકાય છે. તેની ખેતી પણ થાય છે. પપૈયું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને સાફ લાવનાર, વાત અને કફકર તથા પિત્તનાશક છે. કાચું પપૈયું ગરમ છે અને પિત્તકર છે. જેમનો જઠરાગ્નિ મંદ હોય, બીમારી પછી અશક્તિ આવી ગઈ હોય, ખોરાક ખાઈ શકતા કે પચાવી શકતા ન હોય તેવી વ્યક્તિ પપૈયામાં મીઠું-મરી ભેળવી ખાઈ શકે. પપૈયાના બી પેટના કૃમિને મારે છે. રોજ પાંચથી સાત પપૈયાના બીનો ભૂકો ખાવો. […]

શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક દ્રાક્ષ દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. તાસીરે તે ઠંડી, પચવામાં ભારે, સહેજ ચીકણી, મળને સાફ લાવનાર, વાતકર અને પિત્તશામક છે. દ્રાક્ષ પેશાબ સાફ લાવનાર, આંખો માટે સારી, વીર્ય વધારનાર, લોહી બગાડ અને પિત્તપ્રકોપના રોગી માટે સારી છે. તે બલ્ય, પોષક, રોચક અને દાહશામક છે. મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે. અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર […]

તાસીરે ગરમ શિયાળુ ફલ બોર શિયાળાનો આ સસ્તો મેવો ત્રણ પ્રકારનો હોય છે – અજમેરી બોર, સામાન્ય બોર અને ચણી બોર. મોટા બોર સ્વાદે મીઠા, તૂરા અને ખાટા હોય છે. તાસીરે ગરમ પચવામાં ભારે, સહેજ ચીકણા, ઝાડાને સાફ લાવનાર, વાત-પિત્તશામક અને કફકર છે. તેને વીર્યવર્ધક, પોષક, સ્વાદિષ્‍ટ અને પથ્ય કહ્યાં છે. સામાન્ય બોર ભારે, ગ્રાહી, રોચક, ત્રિદોષ પ્રકોપક છે. ચણી બોર ખાટા તૂરા, થોડા મીઠા, ભારે, ચીકણા, વાત – પિત્તનાશક છે. હરસ, ઝાડા, અવાજ બેસી જવો, ખાંસી, ક્ષય, તરસ, લોહી બગાડ, મરડો, પ્રદર વગેરેમાં આ બોર સારા છે. બોરના ઠળિયાની […]

પ્રોટીન – વિટામીન વિષે જાણો છો ? પ્રોટીન એટલે શું ? પ્રોટીન એટલે શરીરને ટકાવી રાખનાર તત્વ. સાકર, ચરબી, ખનિજ મીઠું, વીટામિમનો અને પાણીમાંથી આપણે પ્રાટીન મેળવીએ છીએ. ખોરાકમાં જે તત્વ શરીરને બળકારી હોય તે માનવશરીર માટે ઉપયોગી બને છે. શરીરને પોષણ આપવા સાથે સાથે તેને ગંદકી કચરાથી મુક્ત કરતો હોય તેને જ રક્ષાકારી તત્વોવાળો ખોરાક કહી શકાય. દૂધ અને તેમાંથી બનતી તમામ વાનગીઓમાં પ્રોટીન ઘણું હોય છે. દૂધ આંતરડાંમાં થતાં જંતુઓનો નાશ કરે છે. દહીં ખાનારો લાંબુ જીવે છે કેમકે દહીં જંતુનાશક છે. દહીં આંતરડાંને મજબૂતી આપનારું કાયાકલ્પ છે. […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors