શરીરમાં જરૂરી પાણીની માત્રાને સંભાળી રાખવામાં કાકડી ખુબ જ સહાયક છે. ગરમીમાં આનું સેવન ખુબ જ લાભદાયક છે. (૧) મુત્રમાર્ગની પથરી, પેશાબમાં શર્કરા અને કષ્ટ સાથે ટીપે ટીપે પેશાબ થતો હોય તો કાકડીના બીનું ૩-૪ ગ્રામ ચુર્ણ ૧ કપ દ્રાક્ષના રસ સાથે લેવાથી મટે છે. (૨) કાકડી મુત્રલ છે. પેશાબ બંધ થઈ ગયો હોય તો એક ચમચી કાકડીનાં બી બારીક લસોટી એક ગ્લાસ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી પીવાથી અથવા કાકડીના બીનું પાંચ ગ્રામ ચુર્ણ, પાંચ ગ્રામ જીરુ અને પાંચ ગ્રામ સાકર પાણીમાં ખુબ હલાવી કપડાથી ગાળી સવાર, બપોર, સાંજ પીવાથી […]

બાળકના જન્મની સાથે જ માતા – પિતાએ તેના માટે હંમેશાં પૂરતો સમય ફાળવવો જોઇએ. તેના વિકાસ માટે અત્‍યંત જરૂરી એવું વાતાવરણ રચવું જરૂરી છે. તેમાં સમય અને માનસિક સમતુલા બન્‍નેની આવશ્‍યતા છે. પરિસ્થિતિને સમજીને બાળકની દરેક હિલચાલ, ચેષ્ટાઓ, પસંદગી-નાપસંદગી, વિધાનો વગેરે ઉપર ધ્‍યાન આપવું જોઇએ. બાળકને ઉછેરતાં ઉછેરતાં આપણે પણ ઘણું બધું શીખતાં જઇએ છીએ. સવારનો અને રાત્રિનો સમય ખાસ બાળકો માટે ફાજલ રાખવો જોઇએ. તેમને આપણી સાથે રમવા અને વાતો કરવા પ્રેરીએ. તેમના સમયમાં માત્ર તેમની સાથે જ રમીએ, વાતો કરીએ, પ્રવૃતિ કરીએ. બાળકોને પણ આપણા પ્રત્‍યે પ્રેમ, આદર […]

 સામગ્રી : ૨ કાકડી (મધ્‍યમ આકારની), ૧ નાની સાકરટેટી, ૧ કાચી કેરી, ૧ ૧/૨ મોટી ચમચી આખો ગરમ મસાલો. (લવિંગ, તજ, મરી, એલચો) ૧/૨ કપ પાણી, ૧ કપ ખાંડ, ૨ નાની ચમચી સંચળ, ૩/૪ કપ સરકો. રીત : કાકડી, સાકરટેટી અને કાચી કેરીની છાલ ઉતારીને જુદા જુદા આકારના ટુકડા કરો. ખાંડ, પાણી, સરકો, મિક્સ કરીને એક ઊભરો આવે ત્‍યાં સુધી ઉકાળો. તેમાં આખા ગરમ મસાલા નાખી ધીમા તાપે ૮-૧૦ મિનિટ સુધી રહેવા દો. પછી મીઠું અને બધા ટુકડા નાખી મિશ્રણને બરાબર હલાવી ૧૦ મિનિટ ઢાકીને આંચ ઉપર રહેવા દો. પછી […]

સામગ્રીઃ ૫૦૦ગ્રા. બટાટા, ૧૦૦ગ્રા. તેલ, ૧૦ ગ્રા. આમલી, ૫ગ્રા. લીલા મરચાં, રાઈ, ૦ll ચ.મેથી, મીઠું, હિંગ,મરચું રીતઃ બટાટાને છોલી તેના અડધા ઈચના ટુકડા કરી, ધોઇ પાણી કાઢી નાખી તેમાં મીઠું નાખી ૧૦ મિનિટ રહેવાદો.બટાટા ને તેલમાં શેકી, સોનેરી ભૂરા રંગના થાય ત્‍યારે તાપ પરથી ઉતારી લો.મરચું, હિંગ, રાઈ અને મેથી થોડા તેલમાં શેકી, તેમાં આમલીનો રસ ભેળવી બરાબર વાટી નાખો.વાટેલ મસાલાને શેકેલા બટાટામાં ભેળવી અને તરત પીરસો. પોષકતાઃ આમાં ૧૨૦૦ કેલરી છે. આપણે બટાટા શાક તરીકે વાપરીએ છીએ, ખોરાક તરીકે નહિ. બટાટા લેવાથી જિંદગી અને શકિત ટકી રહે છે.

સામગ્રીઃ ૫૦૦ ગ્રા. કારેલાં, ૨૫૦ ગ્રા. કાંદા, આદું, મીઠું, મરચાં, હિંગ, રાઈ, ખાંડ, ધાણા, હળદર, તેલ, જીરું. રીતઃ કારેલાંને ધોઈ, છોલીને લાંબા પાતળા કટકા કરી, મીઠું દઈને અડધો કલાક રહેવા દો.કાંદા છોલી સમારીને તેલમાં લાલાશ પડતાં સાંતળી લો.એક તપેલીમાં તેલ મૂકી રાઈ- હિંગનો વધાર કરી કારેલાં નિચોવીને વઘારી દો.ઉપર મરચું, હળદર, ખાંડ અને કાંદા નાખી ફરી હલાવો, મીઠું ચાખીને નાખો.પછી તેને ચઢવા દો. શાક બરાબર ચઢી જાય એટલે ધાણાજીરું નાખીને નીચે ઉતારી લો. પોષકતાઃ આમાં ૧૦૦૦કેલરી છે. કારેલાં લોહ અને વિટામીનથી ભરપૂર છે. ભાવમિશ્ર કારેલાંને કૃમિ મટાડનાર કહે છે. ડાયાબિટીસમાં […]

ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી અરૂણા ઈરાની ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી અરૂણા ઈરાની ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી ફરેદૂન ઈરાની એટલે ઈરાની પરિવારના સભ્ય, ભૂતકાળના લક્ષ્‍મીકાન્ત નાટક સમાજ તથા દેશી નાટક સમાજના સંચાલક અને વર્ષો સુધી જૂની ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા સદ્દગૃહસ્થ. તેમને ઘેર ઈ. ૧૯૪૮માં પુત્રીજન્મ થાય છે. પુત્રીનું નામ અરુણા રાખવામાં આવે છે. આ અરુણા અભિનયક્ષેત્રે અરુણ સમ પ્રકાશિત બનશે એવો ખ્યાલ તેમના જન્મસમયે કોઈને નહિ હોય. બાર વર્ષની ઉંમરથી શરૂ કરી અરુણાએ હિંદી ફિલ્મોમાં સહાયક પાત્રો તરીકે અભિનય આપવાનું શરૂ કર્યું જેમાં તેમણે […]

સામગ્રીઃ ૪૫૦ગ્રા. પરવળ, ૨૨૫ગ્રા.બટાટા, ૩૦૦ગ્રા. ચણા-લોટ, ૧૫ગ્રા. લીલાં મરચાં, ૫૦ ગ્રા કાંદા, મીઠું,કોપરું,રાઈ, લીબું, કોથમીર, હળદર, મરચું. બનાવવાની રીતઃ પરવળને ધોઈ આખા અથવા બે ટુકડા કરી અર્ધા ચઢે તેમ બાફો.બટાટા બાફી, છાલ કાઢી, છૂંદો કરો. કાંદા- આદું- મરચાં વાટી નાખો.તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી વઘાર થાય ત્‍યારે તેમાં છૂંદેલા બટાટા, વાટેલ મસાલો, હળદર, મીઠું – મરચું – લીંબુનો રસ નાખી રહેવા દો અને આ માવા વડે પરવળ ભરો.થોડું પાણી, મીઠું અને ચણાનો લોટ ભેળવી તૈયાર કરો.આ મિશ્રણમાં ભરેલા પરવળ બોળી, ગરમ તેલમાં તળો અથવા શાકની જેમ થવા દો. પોષકતાઃ […]

પર્યાવરણ બચાવવા માટે અત્યારે બાળકોને સૌથી વધારે આગ્રહ કરવામાં આવે છે. કારણ કે આજની પેઢી આવતી કાલનું ભવિષ્ય સુધારશે. આસપાસનાં વૃક્ષો-બગીચાઓથી માંડીને તમામ પર્યાવરણના પ્રશ્ર્નો સુધીની દરેક વાતો બાળકો સાથે કરવી જોઇએ. કુદરતને ખરેખર મન અને આંખોથી જોતાં અને અનુભવતાં બાળકોને શીખવીએ. તેમને ખેતરોમાં, હરિયાળા બાગ-બગીચાઓમાં ફુવારા પાસે, પહાડોની ગોદમાં ફરવા લઇ જઇએ. ઊભેલા પાક અંગેની જાણકારી પણ તેમને ઉપયોગી થઇ પડશે. પાણીની વપરાશ અને અગત્‍ય અંગે તેમને ઊંડી સમજણ આપીએ. જીવન ઉપયોગી પાણી, હવા, વૃક્ષોને નુકસાન ન પહોંચે અને તેમનું જતન થાય તે માટે કયા રસ્‍તા અપનાવવા તે બાળકોને […]

‘જેને ઘેર તુલસી ને ગાય તેને ઘર વૈદ્ય ન જાય.‘ ‘જેને ઘેર તુલસી ને ગાય તેને ઘર વૈદ્ય ન જાય.‘ કહેવત ઘણી સાચી છે. તુલસીનો રસ તીખો અને સહેજ કડવો છે. તાસીરે તે ગરમ છે. પચવામાં હલકી અને લૂખી છે. તે વાત-કફશામક અને પિત્તવર્ધક છે. તે જંતુધ્ન, દુર્ગંધનાશક, ઉત્તેજક, અગ્નિદીપક, આમપાચક, કુમિધ્ન, હ્રદયોત્તેજક, રક્તશોધક, શોથહર, મૂત્રલ, સ્વેદજનન, જ્વરધ્ન અને વિષધ્ન છે. શરદી, સળેખમ, ઉધરસ, દમ જેવા રોગોમાં તુલસીનો રસ રોગીને પાવો. મોં વાસ મારતું હોય, ભૂખ મરી ગઈ હોય, ખાવામાં રુચિ ન હોય, પેટ ભર્યું ભર્યું લાગતું હોય તો તુલસીના […]

હ્રદયરોગીઓ માટે ઉપયોગી ઔષધી – સાદડ સાદડ એટલે અર્જુન. તેની સફેદ અને રાતી એમ બે જાત છે. તેની છાલ ચોસલા લગાવ્યા હોય તેવી લાગે છે. બહારથી તે ચીકણી હોય છે. અંદરથી સુંવાળી, જાડી અને રાતી હોય છે. સાદડનો રસ તૂરો છે અને તાસીરે ઠંડી છે. તે હલકી તથા લૂખી છે. હ્રદયરોગ માટે ખૂબ પ્રચાર પામેલ છે. તે કફ–પિત્તશામક, મેદોહર, વિષધ્ન, હ્રદ્ય, જ્વરહર, વ્રણરોપણ અને શામક છે. તેની છાલનું ચૂર્ણ અને ઉકાળો વપરાય છે. તે ઉપરાંત તેનો ક્ષીરપાક, ઘી, અર્જુનારિષ્‍ટ વગેરે પણ બનાવાય છે. ક્ષીરપાક અને ઘીમાં તેની તીક્ષ્‍ણતા ઘટે છે. […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors