વિના કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, તે માટે કેટલીક તૈયારી આપણે અત્યારથી જ કરી લેવી જરુરી છે. ઘણા લોકો બેંક એકાઉન્ટ, ઇન્શ્યોરન્સ પોલીસી, લોકર, વગેરેમાં સિંગલ નામ રાખે છે. માત્ર પોતાના જ નામે એકાઉન્ટ ખોલાવે, શેર ખરીદે કે લોકરમાં ક્યારેક નોમિની તરીકે કોઇનું નામ જ ન હોય. આમાં ક્યારેક પરિવારના અન્ય સભ્યોને મુશ્કેલી ઊભી થઇ શકે છે. એકથી વધારે હોય નોમિની તમારી રકમ કે સંપત્તિમાં પરિવારના એકથી વધારે સભ્યોને નોમિની બનાવો. જો અરજી કરનાર અને નોમિની એક્સાથે કોઇ અકસ્માતનો ભોગ બને તો આવી સ્થિતિમાં નિશ્વિત રકમ વિશ્વાસપાત્ર હાથોમાં […]
દેશ- પાર્લામેન્ટ ભારત-સંસદ બ્રિટન-પાર્લામેન્ટ રશિયા-સુપ્રિમ સોવિયેટ નેપાળ-પંચાયત બાંગ્લાદેશ-સંસદ ઈરાન-મજલિસ મલેશિયા-મજલિસ જાપાન-ડાયર અફઘાનિસ્તાન-શોરા સ્પેન-કોર્ટસ જર્મની-બુન્ડેસ્ટાગ
કાનમાં ઝીલાતો અવાજ સમુદ્રનાં મોજાંનો હોતો જ નથી. શંખની અંદર મોજાં જેવો અવાજ પેદા કરનારા સમુદ્રી જીવો પણ હોતા નથી. આપણને કાનના ભાગમાં વહેતા પોતાના લોહીનો જ પડઘારૂપી અવાજ સંભળાય છે. કાન પાસે દાબીને ધરી રાખેલો શંખ ગોલ ગુંબજ જેવું કાર્ય બજાવે છે. ધબકતી નાડીના પડઘા ઉત્પન્ન કરવા ઉપરાંત અવાજનું વૉલ્યુમ પણ વધારી દે છે, માટે ધબકારાના પડઘા એકદમ સ્પષ્ટ રીતે સંભળાય છે. માત્ર શંખ નહિ, ધાતુનો પ્યાલો કાને માંડો તો પણ સમુદ્રી મોજાં જેવા મ્યુઝિકલ સાઉન્ડનો અનુભવ થયા વિના રહેતો નથી. પ્યાલા કરતાં પણ વધારે કૌતુકભરી વાત તો પિરામિડને […]
માણસની આંખ ન પટપટે તો જ નવાઈ ! કુદરતે આંખના પોપચાંને અનેક કાર્યો સોંપ્યા છે. પહેલું કાર્ય લેન્સરૂપી ડોળાને સ્વચ્છ રાખવાનું. પોપચાનો દરેક પલકારો જાણે કે ભીનું પોતું ફેરવતો હોય તેમ ડોળા પર બાઝતા રજકણો જેવા કચરાને સાફ કરે છે. બીજું કે ડોળા જો ભીના ન રહે તો હવાના ઑક્સિજનને શોષી પણ શકે નહિ. શરીરના બધા અવયવોમાં માત્ર ડોળાને લોહી દ્વારા ઑક્સિજન મળતી નથી, એટલે તે પુરવઠો તેમણે હવા દ્વારા મેળવવો પડે. ઈજા થવાનું કે ઝાપટ વાગવાનું જોખમ હોય ત્યારે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં બીડાતાં પોપચાં આંખોને રક્ષણ આપે છે. […]
ભુજ જિલ્લાનું વડું મથક અને આ વિસ્તારનું સૌથી અગત્યનું સ્થળ છે. રા‘ખેંગાર પહેલાએ (૧૫૪૮-૮૫) ભુજ બંધાવ્યું અને તેના વારસદારોએ ૧૯૪૮માં તે ભારતીય ગણરાજ્યમાં જોડાઈ ગયું ત્યાં સુધી તેના પર રાજ્ય કર્યું. ભુજ ભુજ ડુંગરાળ ભૂમિમાં વસેલું ઊંચાનીચ ચઢ-ઊતારવાળા ને વાંકાચૂંકા રસ્તાઓવાળું પણ સરસ હવાપાણીવાળું શહેર છે. શહેરને જૂનો કોટ છે. મૂળ નગર અંદર છે, તો આધુનિક વિકાસના પરિણામે પ્રાપ્ત રેલ્વે સ્ટેશન, કૉલેજ, અન્ય સરકારી સંસ્થાઓ, એસ.ટી. મથક વગેરે કિલ્લાની બહાર છે. સીમાંત નગર તરીકે પણ તેનું મહત્વ હોઈ લશ્કરી છાવણી અને એરોડ્રામ વગેરે પણ અહીં વિકસ્યાં છે. તેના જૂના સાંકડા […]
ગાંધીજી જન્મ્યા ગુજરાતમાં – પ્રવૃત્તિનું થાણું નાખી આરંભ પણ કર્યો ગુજરાતમાં. પણ તેથી શું ? એ થોડા માત્ર ‘ગુજરાતી‘ કે ગુજરાતના રહ્યા છે ? તોયે ગુજરાતને પોતાના ‘ગરવા ગુજરાતી‘નું પનોતા પુત્રનું – ગૌરવ તો હોય ને ? ગુજરાતે અનેક સંસ્થાઓ – સ્થાનો – પ્રવૃતિઓ સાથે ગાંધીજીનું નામ સાંકળ્યું છે તેનું સ્મરણ તાજું રાખવા – ગામેગામ તેમની પ્રતિમાઓ સ્થાપી એલિસબ્રિજ સ્ટેશનને ‘ગાંધીગ્રામ‘ કહ્યું ને કંડલા પાસે આખું ગાંધીધામ ઊભું કર્યું, પણ સૌથી મોટું સ્થાન જેની સાથે ગાંધીજીનું નામ સાંકળવામાં આવ્યું તે તો ગુજરાતની વર્તમાન રાજધાની-ગાંધીનગર. આખું નગર જ નવેસરથી વસાવાયું – […]
ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે.આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે ગુજરાતના જિલ્લાઓમાં સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવે છે. પૂર્વ તરફ થાણા જિલ્લાના ડુંગરો અને જંગલોનું અનુસંધાન. વલસાડની પૂર્વે ધરમપુરનાં જંગલો, નવસારી-બીલીમોરાની પૂર્વે વાંસદા-ડાંગનાં જંગલો, પશ્ચિમે સમુદ્રનો તેમ પૂર્વે જંગલોનો સળંગ પટ્ટો. ધરમપુર અને વાંસદા જૂનાં રજવાડાં, ડુંગરો-જંગલો વચ્ચે વસેલાં રજવાડી ઘાટનાં. પણ હવે ઊતરેલી રોનક છતાં પણ કુદરતી મનોહર ભૂમિકાને લીધે રળિયામણા લાગે […]
1. ઘણા માણસો માને છે કે પૈસાથી સુખ મળે છે. બીજા કેટલાક લોકો માને છે કે સમાજમાં પ્રસિદ્ધિથી અને સત્તાથી સુખ મળે છે. ઘણા લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે, પણ જેમની પાસે આ બધું છે, તેઓ પણ ખરેખર સુખી નથી. તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? આ સવાલનો જવાબ આપણને \’ચાણકયનીતિ\’ માંથી મળે છે. 2. હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. સુખી બનવા માટેની ચીજો પૈસાથી ખરીદી શકાતી નથી. 3. ચાણકય કહે છે કે, […]
અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુ નગર છે સાબરમતી નદી ના કિનારે સ્થિત આ શહેર અમદાવાદ જિલ્લા નું મુખ્ય મથક છે અને ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્ય નું પાટનગર પણ રહી ચુક્યુ છે, જેના પછી ગાંધીનગર શહેર ને પાટનગર બનાવવા માં આવ્યુ. આ શહેર ને કર્ણાવતી પણ કહેવાય છે. કર્ણાવતી એ અમદાવાદ ની જગ્યા એ સ્થિત એક શહેર હતું. ગાંધી આશ્રમઃ અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ […]
ઘુમલી જેઠવા વંશના રાજપુતોની રાજધાનીનું શહે૨ હતું. અહીં જેઠવા વંશના સત૨ રાજવીઓએ રાજ કરેલ છે. તેમાના ભાણ જેઠવાના નામ ૫૨થી હાલમાં તાલુકા સ્થળ જે ભાણવડ છે. તે તેના નામ ૫૨થી થયેલ છે. પ્રાચીન સ્થળોની વાત કરીએ છીએ ને તેય ખાસ કરીને જામનગર જિલ્લામાં ત્યારે ઘુમલી યાદ આવ્યા વિના ના રહે. જામનગર જિલ્લામાં બરડા ડુંગરના વિસ્તારમાં ભાણવડ ગામ પાસે એક અત્યંત પ્રાચીન નગર અને મંદિરના ખંડેરો અતીતમાં અર્ધલુપ્તન થયેલાં જાણે નિસાસા નાખતાં પડ્યાં છે. અનેક નગરો નાશ પામ્યાં ને પાછાં પુનર્જીવિત થયાં, પણ કોણ જાણે કેમ ઘુમલી ગયું તે ગયું; ફરી […]