કાર્ય કરો અને પરિણામ મેળવો રોજ એક રોજ એક કાર્ય કરવાથી ૩૦ દિવસના અંતે જોજો તમારી તંદુરસ્તિ કેવી સરસ બને છે.તો મફતમાં છે લેજો જરુર..તો તૈયાર થઈ જાવ્ * ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે. * ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે. * તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા. * લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે. * પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે. * સારો શોખ કેળવો – […]

બાળકના ઉત્સાહ ક્યારેય ભાંગી ન નાખો બાળપણનાં વર્ષો જીવનનાં મૂલ્યવાન વર્ષો છે. આ સમયે બાળકનો માનસિક અને શા‍રીરિક વિકાસ થાય છે. બાળકો સુખ સગવડના સાધનો વિના પણ તેઓ નિજાનંદમાં મસ્ત રહે, મોજમજા કરે તેમાં આપણને વાંધો હોવો જોઈએ નહીં. ઘણીવાર નાની નાની બાબતોમાં ટોકીને આપણે તેનો આનંદ છીનવી લઈએ છીએ. જેમ કે, સોફા પર ઠેકડા નહીં માર ! માટીમાં રમવા ન જા ! વરસાદમાં પલળીશ નહીં ! મોટેથી ગીતો ન ગાઈશ ! ચપ્પલ વિના રમવા ન જા ! મહેમાન આવ્યા હોય ત્યારે શાંતીથી બેસાઈ ! બાળકોની જિજ્ઞાસાવૃત્તિ કે કુતૂહલને ક્યારેય […]

જન્મ:  ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના મહત્વના શહેર સુરત ખાતે થયો હતો માતાનું નામ ;ધનવિદ્યાગૌરી પિતાનું નામ :હરિહરશંકર હતું. (તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં.) લગ્ન: ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં. સંતાનઃ પુત્રી – રમા પુત્ર – પ્રદીપ, અસિત અભ્યાસ: મેટ્રિક –1919 ; બી.એ.- 1923 – એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. – 1925 વિશેષઃ 1926- ક.મા.મુન્શીના મદદનીશ ગુજરાત માસિકના સહતંત્રી, સાહિત્યસંસદના મંત્રી; 1931- 33- કબીબાઇ હાઇસ્કૂલ – મુંબાઇ માં શિક્ષક; 1933-36- એમ.ટી.બી. કોલેજ સુરત માં પ્રાધ્યાપક; 1937- મુંબાઇમાં સરકારી ઓરીએન્ટલ ટ્રાન્સલેટર; 1960-63 કે.જે. સોમૈયા કોલેજ […]

આખું નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ઉપનામ: કલાપી  જન્મ: ૨૬મી જાન્યુઆરી – ૧૮૭૪, લાઠી અવસાન: ૯મી જૂન – ૧૯૦૦, લાઠી કુટુંબ:પત્ની: રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે); એમનાંથી ૮ વર્ષ મોટા આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે) ; એમનાંથી ૨ વર્ષ મોટા શોભના – રમાબા સાથે પિયરથી ૭-૮ વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (૧૮૯૮) ; એમનાંથી ૭-૮ વર્ષ નાના અભ્યાસ: ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે […]

ખુશ્બુ ગુજરાતની દાંડી: 6 એપ્રિલ, 1930ના રોજ નવસારીથી પશ્ચિમે દક્ષિ‍‍ણ ગુજરાતના દરિયાકાંઠે આવેલ દાંડીના સમુદ્રતટે ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું, સવિનય કાનૂન ભંગ કર્યો અને બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી ગઈ. બારડોલી : સુરતથી 34 કિમી દૂર પૂર્વમાં આવેલું આ ઐતિહાસિક સ્‍થળ સરદાર પટેલના ‘ના-કર‘ સત્‍યાગ્રહની સ્‍મૃતિઓ સંગ્રહીને બેઠું છે. અહીંના ‘સરદાર સ્‍વરાજ આશ્રમ‘માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંની સહકારી પ્રવૃત્તિઓએ દેશને નવીન માર્ગ ચીંધ્‍યો છે. વેડછી : બારડોલીની પૂર્વમાં આવેલા વેડછીમાં ગાંધીજીના અંતેવાસી જુગતરામભાઈનો આશ્રમ દર્શનીય છે. ત્‍યાં તેમણે આદિવાસી અને પછાત પ્રજાના શિક્ષણ અને ઉત્‍થાનની પ્રવૃત્તિ આરંભી […]

૧. જન્મ કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્‍લાં પૂતળીબાઇથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્‍લો હું. પિતા કુટુંબપ્રેમી, સત્‍યપ્રીય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઇક વિષયને વિશે આસકત પણ હશે. તેમનો છેલ્‍લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્‍યાય આપતા એવી અમારા કુટુંબમાં અને બહાર વાયકા હતી. રાજયના બહુ વફાદાર હતા. એક વેળા કોઇ પ્રાંતના સાહેબે રાજકોટના ઠાકોર સાહેબનું અપમાન કરેલું, તેની સામે તેઓ થયેલા. સાહેબ ગુસ્‍સે થયા, કબા ગાંધીને માફી માગવા ફરમાવ્‍યું. તેમણે માફી […]

નવાંગતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્ની ને અન્ય સ્ત્રીઓએપૂછ્યું “તમારા પતિથી તમે સુખી છો ને?” નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ નીઆશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટ્ટાર થઇ ગયા. એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબહકારમાં જ હશે. એમને અને બીજા બધાંને  પત્નીનો જવાબ સાંભળીનેસખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું, “ના, હું મારા પતિ થી સુખી નથી !” આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ! પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ! એ માની જ નહોતા શકતા કે  એમની પત્ની આવુંકહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે. […]

મહાન દાર્શનિક સૉક્રેટિસનો દેખાવ‍ વિચિત્ર હતો. ટાલિયું માથું, પ્રમાણમાં નાનો ચહેરો, ફૂલેલા ટોપકાવાળું નાક અને લાંબી દાઢી. ચેતનવંતા માણસનો આવો દેખાવ હોય ખરો ? સૉક્રેટિસ પ્રમાદી અને પૈસાની તાણ ભોગવતો આદમી હતો. ધંધો પથ્થર ઘડવાનો પરંતુ પતિ-પ‍ત્ની અને પુત્રો ખાતર પેટ પૂરતું મળી રહે એટલે કામ છોડી વાતો કરવા માંડતો. પત્ની કર્કશા હોવાથી મોટે ભાગે બહાર જ ફરતો. સવારે વહેલા ઊઠી જેવોતેવો નાસ્તો કરી કોઈક દુકાને, ક્યાંક દેવળમાં કે મિત્રને ઘેર, જાહેર સ્નાનઘરમાં કે છેવટે શેરીને નાકે જ્યાં દલીલબાજીમાં સાથ મળે ત્યાં તે પહોંચી જતો. પૂરા ઍથેન્સ નગરને તેણે તર્કવાદી […]

મહાત્‍મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડ્યું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક મહાદેવભાઈનો જન્મ ૧-૧-૧૮૯૨માં સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો.અભ્યાસ માં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલ.એલ.બી.માં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકિલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ, કારકીર્દિ પડતી મૂકીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઈનું ભાષાપ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધુ કે “મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઈને મારી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors