ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે ઓખાહરણ-કડવું-૧૮    (રાગ-સાખી) જોબનીયું વાધ્યું રે, ઓખા નાનકડી રે લોલ; મારે જોબનીયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ; તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ…   બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ; મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ, મારા જોબનીયા લટકો, દહાડા ચાર છે રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહિ મળે રે લોલ..

ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં ઓખાહરણ-કડવું-૧૭    (રાગ-સાખી) ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ; ને ઘેર પુત્રી લાડકવાયી, તેનાં મા બાપ માગે ભીખ.   બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય; જો અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય.   મણિધર નારી ને ઋષિકુળ,નદી નૃપ ને કમલા, એટલા અંત ન લીજીએ, જો ઇચ્છીએ કુશળક્ષેમ;   (રાગ:ઢાળ)   નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર; ગોખ બારી ને અટારી, તેનો કહેતાં ન આવે પાર.   મરકત મણિમોતીએ જડ્યાં, માંહે પીરોજાના પાટ; હયશાળા ગજશાળા જે, હીંચવા હીંડોળાખાટ.   દિવસ માસ […]

ચિત્રલેખાની ઉત્પિતિ કથા ઓખાહરણ-કડવું-૧૬    (રાગ-ધનાશ્રી) પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઇ બેઉ નારીજી; ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યાં નામજી, કેઈ વિધિએ આવ્યાં અસુરને ધામજી. (ઢાળ) ધામ આવ્યાં અસુરને, તેણે કામ સૌ દેવનાં કર્યાં; મને વિસ્તારીને વર્ણવો, એ કેવી રીતે અવતર્યાં. શુકદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુકુમાર; પ્રશ્ન પૂછ્યો મને તેનો, સંદેહ ખોઉં નિરધાર. એકવાર દેવ પાતાળે નાઠા, બાણાસુર તાપથી; ત્યારે વરુણ કેરા જગનમાં, કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ; ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે, બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો, […]

ઉમિયાજીએ પુત્રી આપી – આકાશવાણી થઈ ઓખાહરણ-કડવું-૧૫    (રાગ-ઢાળ) ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય; તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પુત્ર સમાન; મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન. કોઇક દેશનો રાજા જોઇશ, રાખશે મારું નામ; પોષ માસથી પૂરણ માસે, પુરણ થશે કામ. વર પામી બળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય; બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. પોષ માસથી પુરણ માસે, પ્રગટ થઈ કન્યાય; વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય; વિદ્યાબળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણીવાર. પહેલી ઉમિયાજીના અંગથી, […]

શિવજી બાણાઅસુરને તેનો ભુતકાળ જણાવે છે ઓખાહરણ-કડવું-૧૪          (રાગ-આશાવરી) બળીઓ બાણાસુર રાય, પુત્રમાગવાને જાય; મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય. એક હજાર હાથે તાળી પાડી, તવ રીઝ્યા શ્રી મહાદેવ; આપો ને આપો શિવજી, પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર; પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો, લાડકવાયો બાળ; ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભુપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ; માટી વાળા હાથ હતા, બાળકના તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ; બાળક ત્યારે થરથર ધ્રુજ્યો. સાંભળને […]

દસ પ્રકારના ચાંડાલ ઓખાહરણ-કડવું-૧૩ ચંડાળ તો કોઇ એક નથી રાય ! દશ વિધના કહેવાય; પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઊતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય; ત્રીજો ચંડાળ જેને કહીએ, દૂભે માતા પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર; પાંચમો ચંડાળ તેને કહીએ, પરદારા શું ખાય. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન; સાતમો ચંડાળ તેને કહીએ, નહિ તનયા કે તન. આઠમો-નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર; દશમો ચંડાળ તેને કહીએ,જે કરમે ચંડાળ.

બાણાસુરને ચાંડાલણીએ વાંઝિયાપણાનું ભાન કરાવ્યુ ઓખાહરણ-કડવું-૧૨    (રાગ-સામગ્રીની ચાલ) રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળણી; નિત્ય પડી રજ વાળીને કર્યું ઝાકઝમાળ. બાણાસુરને બારણે. રાય મેડિયેથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ; મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુરને બારણે. રાય બાણાસુર વળતી વદે, મનમાં પામી દુઃખ; મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ. બાણાસુરને બારણે. ત્યાં ચંડાળણી વળતી વદે, સાંભળીયે રાય; તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુરને બારણે. ત્યારે બાણાસુર વળતી વદે, સાંભળ રે ચંડાળણી; સાચું રે બોલને કામની, કરું બે કકડાય. બાણાસુરને બારણે. ત્યારે ચંડાળણી; વળતી […]

ઉમિયાએ ઓખાને આપેલો શ્રાપ ઓખાહરણ-કડવું-૧૧                 (રાગ-ઢાળ) ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર; ત્યારે ઓખા આવી ઊભી, નીસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને, તું તો નાસી ગઈ; મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. તારું અંગ ગળજો, લુણે ગળજો કાય, જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યાં માય. ઓખાબાઈ થરથર ધ્રૂજ્યા, એ તો વાત અટંક; અપરાધ પાખે માતા મારી, આવડો શો દંડ ?. ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય દૈત્યકુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય . ચૈત્રના મહિનામાં બાઇ, તારો રે મહિમાય; ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી […]

ગણપતિનો દર્શાવેલ મહિમા ઓખાહરણ-કડવું-૧૦     (રાગ:મારુ) પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ; કથા ગ્રંથ આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે; સોની સમરે ઘડતાં ઘાટ, પંથી સમરે જાતાં વાટ. પંચવદનના દહેરામાંય , પહેલી પૂજા ગણપતિની થાય; એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. ઉથલો શાને કાજે રુવે પાર્વતી, શાને લોચન ચોળે; જેને ઘેર વિવાહવાજન હશે. ત્યાં બસશે ઘીને ગોળે રે.

રૂપ સાથે ગુણ જરૂરી છે. ઓખાહરણ-કડવું-૯           (રાગ:આશાવરી) રૂપગુણને વાદ પાડ્યા, ચાલ્યા રાજદ્વાર; ગુણને આપ્યા બેસણાં, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યાં શિવે નાગરાં, કોઇ જોગી અબધુત; ચતુરાઈ દીધી જે ચારણાં, વળી કોઇ રજપુત. પુન્ય વિના ધન કયા કામકો, ઉદક વિણ કુંભ; એ દો વસ્તુ કછુ ન કામકી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર; રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિણ છે ભાર.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors