ઓખાહરણ-કડવું-૭૮ (રાગ: સાગર) એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય; મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય ?) બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર; મોર ઉપર સ્વામી કારતિક, ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય; સેના બહુ ભેળી કરી, કહું તેહ તણો મહિમાય. ડાકણ શાકણ ભૂત પ્રેત, પિશાચ વંતર માત્ર; દડુક ચાલે ભૂતડાં, જેનાં હાલ્લાં સરખાં ગાત્ર. હરિ જઈ કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો; આ શું ઉપરાણું કરી, જોગીડો વઢવા આવ્યો. શંકર મુખેથી બોલ્યા; આવી લાગી ઝાળ; સન્મુખ આવી ઊભા રહી, માંહે ભાંડે ગાળ. હે કાળા અરજુનના સાળા, […]
ઓખાહરણ-કડવું-૭૬ (રાગ-ગુર્જરી) બાણાસુરની પત્નિનું વર્ણન શુકદેવ કહે તે વાત, વેવાણ આવિયાં રે, જેની જોવા સરખી જાત, વેવાણ આવિયાં રે. માથે કેશ વાંસની જાળ, વેવાણ… જેનું નેત્ર સરોવર પાળ,વેવાણ… જેના સુપડા જેવા કાન, વેવાણ… જેનું મસ્તક ગિરિ સમાન, વેવાણ… એની આંખ અંધારો કુપ, વેવાણ… જેનું મુખ દીસે છે કદરૂપ, વેવાણ… હળદાંડી જેવા દંત, વેવાણ… દીઠે જાએ ન એનો અંત, વેવાણ… એનાં સ્નત ડુંગર શાં ડોઝાં, વેવાણ… કાને ઘાલ્યા છે હાથીના હોજાં, વેવાણ… કોટે ખજુરાના તનમનીઆં, વેવાણ… કાને ઊંટના ઓગનીયા, વેવાણ… પગે રીંછ કલ્લાં વિકરાળ,વેવાણ… કહેડે પાડાની ઘુઘરમાળ, વેવાણ… વાંકડા સરપ એને […]
ઓખાહરણ-કડવું-૭૫ (રાગ-ઢાળ) શ્રીકૃણ બાણાસુરના બધા હાથ છેદે છે એવી વાણી સાંભળતાં, કોપ્યા દીનદયાળ; બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કરશસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર; બે હાથ રહ્યા છે બાણાસુરને, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ; મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ. નારદ ચાલી આવિયા, જ્યાં બાણાસુરની માંય; તારા કુંવરના હાથ વાઢિયા, કહો શી વલે થાય ?
ઓખાહરણ-કડવું-૭૪ (રાગ:ઝુંલણા છંદ) બાણાસુર શ્રીકૃષ્ણને કડવા વેણ કહે છે અલ્યા જા પરો જા નંદના છોકરા, વઢવાને અહીં તું શીદ આવ્યો, અલ્યા નીચ ગોવાળીયા જાત કહાવ્યો, તું તો મારી સાથે નહિ જાય ફાવ્યો. અલ્યા ગોકુળેમાંહી તું ગાવડી ચારતો, પરનારી કેરાં તું ચીર હરતો, હાથમાં લાકડી, ખાંધે હતી કામળી, મધુવન વિષે તું તે ફરતો. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશુળ તણું, મારા હાથમાં તેહ ચમકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, બધી ધરણી ધ્રુજે, શેષ સળકે.
ઓખાહરણ-કડવું-૭૩ (રાગ:મારુ) બાણાસુરે કૃષ્ણને યુધ્ધ માટે સાદ કર્યો શંખ શબ્દ તે વિકરાળ, રિપુ દૈત્યને વિદારનાર; કૃષ્ણ આવ્યાં તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરિ; છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે; ગોવિંદની ગત્ય ન જાએ કળી, જાદવસેના આવી મળી.૩ જાદવ સૈન્યએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઊઠો નરેશ; અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દશ દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જઈ સેનાને આપો આજ્ઞા; દુંદુભી નાનાવિધ ગડગડે, આયુધ્ધ ધરીયે યુધ્ધે […]
ઓખાહરણ-કડવું-૭૨ (રાગ-જેજેવંતી) કૃષ્ણે જાદવ મોકલ્યો, તે શોણિતપુરમાં જાય; જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાય. શ્રીકૃષ્ણે… હોંશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારે નાય; જાદવ ત્યાં સંચર્યો, આવ્યો અસુર સભાની માંય.શ્રીકૃષ્ણે… સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ; દીકરી પરણાવી ચરણે લાગો, નહિ તો જુધ્ધ કરો અમ શાથ. શ્રીકૃષ્ણે… બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસે અગન; નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન. શ્રીકૃષ્ણે… ચાલ-એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય; માર્યા વિના મૂકું નહિ, જે થનાર હોય તે થાય. શ્રીકૃષ્ણે… સેના લઈને રાજા ચાલ્યો, જોધ્ધાનો નહિ પાર; હસ્તી ઘોડા ને સુખપાલો, બાંધ્યા […]
ઓખાહરણ-કડવું-૭૧ (રાગ-ઢાળ) શ્રીકૃંષ્ણ અનિરુધ્ધને સલાહ આપે છે આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ; મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. એક કુબજા પેલી રાંટી ટુટી, કંસરાયની દાસ; મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને, સોળ હજાર લાવ્યો તરૂણી; તારા સમ જો એમાં મુજને, એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી; જાંબુવંતી રીંછડી, તેને માનિતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન તારી માનું પેટ; બીજા સર્વે દીકરા, તે દેવે કરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ; રૂડી નારી દેખીએ, તો હરણ કરી લઈ જઈએ. […]
ઓખાહરણ-કડવું-૭૦ (રાગ-ઢાળ) ગરુડ અનિરુધ્ધને શ્રીકૃષ્ણ પાસે લઈ આવે છે ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ; તેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર; પાણી પેલું પીધું હતું તે, વાપર્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત; પાંખો મારી પાડિયાં, કીધાં સરવે અચેત. ત્યાંથી આઘેરો ચાલીઓ, કુંવરને કોટે નાગ; નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારૂં, પૂરણ પામ્યો આહાર; કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવ ને અક્રુર બે હસીઆ, ભલા કૃષ્ણના તન; તમે રે આવ્યા પરણવાને, અમને […]
ઓખાહરણ-કડવું-૬૯ (રાગ:સારંગ) શ્રીકૃષ્ણ અનિરુધ્ધની સહારે શિણિતપુરમાં જાય છે કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઊઠી જવાળા જો; મારો કુંવર કારાગ્રહમાં બાંધીઓ રે, મારાને પાઘડી બાંધતાં ન આવડે રે; મારો અનિરુધ્ધ નાનેરું બાળ જો. મારો કુંવર… રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવિયા રે, તમો સાંભળો દીનાનાથ જો; મારો બાળક અસુર ઘેર બાંધિયો રે, તે તો કહી નારદજીએ વાત જો.મારો કુંવર… અનિરૂદ્ધ બોલી નથી જાણ તો રે, તે તો શું જાણે જુધ્ધ કેરી વાત જો; હિંડતાં ચાલતાં અખડાઇ પડે રે, અનિરુધ્ધ નાનેરું બાળ જો.મારો કુંવર… મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો […]
ઓખાહરણ-કડવું-૬૭ (રાગ:બિહાગડો) અનિરુધ્ધ શામળીયાને સમરે છે દયા ન આવે દૈત્યપતિને, મહાબળિયા દુરમત્યજી, બાકરી બાંધી દ્વીજવર સાથે, વેર વધાર્યું સત્યજી. દયા ન આવે… પાતળિયા પંકજ મુખ પિયુને, નાગપાશના બંધજી, બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી. દયા ન આવે… ધાજોરે રણધીર શ્રીધર, આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે, દૈત્યનો સાથજી. દયા ન આવે… ભારે દળ કૌભાંડે મેલ્યું, વકાર્યો બળિયો વીરજી, તો એ રણથી નવ ઓસરીઓ, સાગરનું જેમ નીરજી. દયા ન આવે… ભેદ કરીને બાંધી લીધો, નાગપાશના બંધજી, શ્વાસ ન માયે બહુ અકળાએ, અંગો અંગે ત્રાસજી. દયા ન […]