તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ; મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ ! તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ, પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે….. હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ, હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે….. ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ; પાનસોપારી ખાઇ […]
ઊંચા ઊંચા રે દાદા ગઢડાં ચણાવો, તે પે ઊંચેરા ગઢના કાંગરા. કાંગરે ચડીને બેની રેખાબા જુવે, કેટલેક આવે વરરાજિયો. પાંચસે પાળા રે દાદા છસેં ચડિયાત, ઘોડાની ઘૂમસે વરરાજિયો. કોઠિયુંના ઘઉં રે ઘેડી તારી જાને ખૂટવાડ્યા, તોય ન રીઝયો વરરાજિયો. ગૌરીના ઘી રે ઘેડી તારી જાને ખૂટવાડ્યા, તોય ન રીઝયો વરરાજિયો. જોટયુંના દૂધ રે ઘેડી તારી જાને ખૂટવાડયા, તોય ન રીઝયો વરરાજિયો. નદીયુંના નીર રે ઘેડી તારી જાને ખૂટવાડયા, તોય ન રીઝયો વરરાજિયો. હાથપગ ધોઈને દાદે રેખાબા દીધા, ધમકે રીઝયો રે વરરાજિયો.
ભટકું તારી શોધમાં છતાં નથી મળતી તુ મને. કર્યા પ્રય્ત્નો અને થાકયો હું છતાં નથી મળતી તુ મને. તારા વિયોગની વેદનાથી તડપું છુ હું છતાં નથી મળતી તુ મને. તારા મિલનની ઝંખનામાં ભડકું છુ હું છતાં નથી મળતી તુ મને. યુવાની ગુમાવી મે મિલનના સ્વપ્નમાં છતાં નથી મળતી તુ મને. નિરાશા દોરી જાય છે આત્મહત્યા તરફ છતાં નથી મળતી તુ મને. કાગળો લખ્યા મે અનેક આશાથી છતાં નથી મળતી તુ મને. વાત કરતો નથી હું કાંઈ પ્રિયતમાની હુ કરૂં છુ વાત નોકરીની..