મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે પાંડવની પ્રતિજ્ઞા […]
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની… ધૂણી રે ધખાવી કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની.. ધૂણી રે ધખાવી
કુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે… સમજીને રહીએ આપણે ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ ભક્તિમાં રે’વું ને, કરવો સ્મરણ નિરધાર રે…. અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે ગાળી દેવો રે તેનો એવો મોહ રે, દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે, રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે સંશય ટળે ને મનડું ગળે ને રે રાખે નહીં કોઈના પર દ્વેષ […]
અખિલ બ્રહ્માંડમાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ગ્રંન્થે […]
ો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ પીડિતની આંસુડા ધારે […]
હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે! વિલુપ્ત ગુંજનો થતાં રહ્યા પ્રસન્ન રાગનાં, લહર ગઈ સમેટી શ્વાસ મ્હેકતા પરાગના; છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે, નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે! હવે બિડાય લોચનો રહેલ નિર્નિમેષ જે, રાત અંધકારથી જ રંગમંચને સજે, હ્રદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે, નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!
તારા નામને હિંડોળે રાજ ઝૂલ્યા કરું, ગીત ગાઉ ગાઉ ને મને ભૂલ્યા કરું! સૂરની એય ઠેસ અને સરી પડે કાળ, હું તો તારા આ દેશમાં, આસપાસ યમુનાનાં નીર, કદંબની ડાળ, હું તો તારા આશ્લેષમાં, મારાં લોચન બિડાય અને હું ખૂલ્યા કરું, …તારા નામને કોેઇ લજજાની કોયલ આ કયાંક કશું બોલી, ને વૃંદાવન આખું થયું લાલ લાલ લાલ, વાંસળીએ હૈયાની વાત દીધી ખોલી, મારા પોપચામાં સાંવરિયો ગિરિધર ગોપાલ, મને મીરાંના મુખડાની માયા, એ વાત હું કબૂલ્યા કરું, …તારા […]
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં સુખદુઃખ મનમાં ન આણીએ નળરાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી; અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી સુખદુઃખ મનમાં ન આણીએ પાંચ પાંડવ સરખાં બાંધવા, જેને દ્રૌપદી રાણી; બાર વરસ વન ભોગવ્યાં, નયને નિદ્રા ન આણી સુખદુઃખ મનમાં ન આણીએ સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી; રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી સુખદુઃખ મનમાં ન આણીએ રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી; દશ મસ્તક છેદાઈ ગયાં, […]
જાગને જાદવા જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને જમુનાને તીરે ગૌધણ ચરાવતાં મધુરીશી મોરલી કોણ વહાશે ? ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્ નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ … શ્રી રામચંદ્ર કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્, પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્ … શ્રી રામચંદ્ર ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્ રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્ … શ્રી રામચંદ્ર શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્ આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્ … શ્રી રામચંદ્ર ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્ મમ હૃદયકુંજ નિવાસ […]