શુભ પ્રસંગોમાં શુકન તરીકે ગોળ-ધાણા વહેંચાય છે. ધાણા કૃમિનાશક, દુર્બળતા ઘટાડનાર અને પિત્તનાશક છે તથા શરીરની તજા ગરમી મટાડે છે. આખા ધાણાને અધકચરા કૂટી, એક કપ પાણીમાં ઉકાળી, સાકર અને દૂધ નાખીને પીવાથી મંદાગ્નિ દૂર થાય છે. અર્ધી ચમચી ધાણા, પા ચમચી મરી અને પા ચમચી એલચીનું ચૂર્ણ બે ચમચી પાણી સાથે પીવાથી અરુચિ મટે. શરીરના દાહ ઉપર : ધાણા એક ચમચી રાતે એક ગ્‍લાસ પાણીમાં પલાળી તે પાણી સવારે પીવું. પિત્ત-જવર અને અંતદાર્હ ઉપર : ચોખા બે ચમચી અને ધાણા એક ચમચી રાતે ચાર ગણા પાણીમાં પલાળી રાખવા. બીજા […]

જાણો સુકામેવાનેઃઅખરોટ અખરોટનાં સૂકાં ફળ કદમાં લીંબુ જેવડાં મોટાં હોય છે. તેની ઉપરનું કોચલું લાકડા જેવું એકદમ સખ્‍ત હોય છે. જે બે ભાગમાં વહેચાતા સળંગ સાંધાવાળું હોય છે. ઉપરનું કોચલું તોડતા અંદરથી કથ્‍થાઈ જેવા રંગનો મગજ જેવા અનિયમિત આકારનો મીઠો ગર્ભ (માવો) નીકળે છે. આ મગજની ઉપર પાતળી ફોતરી જેવું પડ હોય છે. એ દૂર કરતાં અંદર સફેદ-પીળા રંગનો મીઠો- રુચિકર ગર્ભ હોય છે. તેનો આ મગજ સૂકામેવા તરીકે ખવાય છે. અખરોટનો મગજ (ગર્ભ) ખાડા – ટેકરાવાળો અને અનિયમિત હોય છે. ગુણધર્મઃ અખરોટનો મગજ (ગર્ભ, મીંજ) સ્‍વાદે મધુર, જરાક ખાટો, […]

વીર્યવર્ધક, રસાયન, ઓજવર્ધક વનસ્પતિ – બળ, ખપાટ/બળબીજ પરિચય : ગુજરાતમાં ખપાટ, ખરેટી કે બળ (બલા, ખરૈટી)ના છોડ જંગલ તથા વન-વનડે, ખેતરોની વાડ પાસે થાય છે. તેમાં છોડ દોઢ હાથ જેટલી ઊંચાઈનાં થાય છે. તેનાં મૂળ અને ડાળી લાકડા જેવી, રેસાદાર અને મજબૂત; છાલ સાધારણ પીળા-ભૂખરા રંગની, પાન તુલસીનાં પાન જેવા એકાંતર, ૧-૨ ઈંચ લાંબા ૧ ઈંચ પહોળાં, ગોળ, દાંતેદાર કિનારીવાળા, લીલા રંગના મૃદુ રોમયુક્ત, અણીસહિત, ૭ થી ૯ શિરાઓ વાળા હોય છે. તેની પર ફૂલો હળવા પીળા રંગના ચાર પાંખડીનાં, નાના કદનાં થાય છે. ફળ ઉપર પુમ થાય છે. ફળ […]

સુગંધ અને શીતળતા દેનાર વનસ્પતિ – વાળો પરિચય : સુગંધી વાળો કે ખસ (ગ્શીર, ખસ, ગાંડર કી જડ) એ વીરણ નામની બહુવર્ષાયુ ઘાસની જાતનાં મૂળ છે. વીરણના મૂળ હોઈ તે ‘વીરણવાળો‘ પણ કહેવાય છે. તેની સફેદ અને કાળી બે જાતો થાય છે. આ ઘાસ ૨ થી ૫ ફૂટ ઊંચું થાય છે. તેનાં મૂળ જમીનમાં બે ફૂટથી વધુ ઊંડે, વાળ જેવા તાંતણાવાળા અને મનમોહક મીઠી સુગંધવાળા થાય છે. દવામાં તે લાંબા વાળ જેવા તાંતણાવાળું મૂળ કામ લાગે છે. તેમાં ૧-૨ ફૂટ સીધા, લાંબા ઘાસ જેવા પાતળા થાય છે. તેની પ ફૂલની […]

બહુમૂલ્ય ઔષધી : કેતકી-કેવડો કેતકીની વાડો થાય છે. જંગલ ખાતાવાળા સીમાંકન માટે કેતકીની હાર લગાડે છે. તેના પાન જાડા, નીચેથી પહોળા અને ઉપર સાવ સાંકડા થઈ જાય છે. પાનની ધાર કાંટાવાળી કાંગરી ધરાવે છે. મધ્યમાંથી લાંબો દાંડો નીકળે છે જેના ઉપર ફૂલ થાય છે. જેમને ખૂબ ખંજવાળ આવે તે કેતકીના પાનનો રસ શરીરને ચોળે. વધુ પડતી બળતરા થાય તો છાણ ચોળી લેવું. તેના મૂળનો ઉકાળો ઉપદંશ, પરમિયો અને ગંડમાળામાં સાકર સાથે અપાય છે. કેવડાનું ઝાડ ખજૂરના ઝાડ જેવું, વાંકુ વળી ગયેલું અને તેમાંથી વાંકી-ચૂંકી શાખાઓવાળું હોય છે. તેને કાંટાની કાંગરીવાળા, […]

શ્વાસ, સોજા અને પીડાહર – ધંતૂરો પરિચય : ઉકરડા, વેરાન કે ખાલી જગ્યામાં આપમેળાએ ઊગતા ધંતૂરા (ધતૂર, ધતૂરા)ના છોડ ગુજરાત-ભારતમાં સર્વત્ર થાય છે. તેની સફેદ ફૂલની અને બીજી કાળા ફૂલની એવી બે જાતો થાય છે. તેનો છોડ ૨ થી ૪ ફૂટ ઊંચો, આડી-અવળી અનેક શાખાવાળો અને પહોળા દાંતાવાળા પાનવાળો થાય છે. તેની પર ઊભી ચલમ આકારના જરા મધુર પણ ઉગ્ર વાસવાળા અને લાંબા ધોળા કે કાળા રંગના ફૂલ થાય છે. છોડ પર મોટા લીંબુ જેવડાં અને કાંટાવાળા, ગોળાકાર ફળ થાય છે. ધંતૂરો સૌથી વધુ ઝેરી છે. વૈદ્યો તેનો ખૂબ ઉપયોગ […]

વાયુ-કફનાશક ઘરેલું ઔષધિ – બામ (નેવરી, કડવી) પરિચય : ગુજરાતમાં કડવી નેવરી, કડવી લૂણી કે બાંબ અથવા બામ (જલનીમ, બામ, બાંબ) નામે ઓળખાતી ‘જલનેવરી‘ વનસ્પતિ ભેજવાળી-વધુ પાણીવાળી – જમીનમાં છાતલાની જેમ થાય છે. તેની મૂળમાંથી અનેક લાલ રંગની શાખાઓ નીકળે છે. જેની પર લૂણીનાં બારીક પાન જેવા, લીલા રંગના, લંબગોળ, સુંવાળા અને સામસામે અસંખ્ય પાન થાય છે. આ પાન રસાળ (ભરેલા)હોય છે. છોડ બહુવર્ષાયુ છે. તેની પર લીલા અથવા ધોળારંગનાં એક એક ફૂલ ૪ પુંકેસરવાળા આવે છે. ફૂલ સાથે છોડ પર ઈંડાકાર ગોળ ફળ થાય છે. જે દરેકમાં ૨-૨ ઘર […]

હ્રદયરોગની મહાન ઔષધિ – અર્જુન (ધોળો સાજડ) પરિચય : આજકાલ હ્રદયરોગ માટે ખૂબ વપરાતા અર્જુન (અર્જૂન, કોહ, કૌહા) કે ધોળા સાજડ (સાદડા)નું ઝાડ ઉત્તર ગુજરાત તથા કોંકણના જંગલોમાં ખાસ થાય છે. તેના ઝાડ ૩૦ થી ૮૦ ફુટ ઊંચા થાય છે. ઝાડના થડની છાલ ખાસ ઔષધરૂપે વપરાય છે. આ છાલ બહારથી સફેદ-કથ્થાઈ રંગની તથા ખરબચડી હોય છે. તેનાં પાન ૩ થી ૬ ઇંચ લાંબા જામફળીના પન જેવા અને ફૂલ સફેદ રંગના નાના કદના તથા ફળ કમરખ જેવા લીલાપીળા એક થી દોઢ ઇંઝ સાઈઝના, ઇંડાકાર અને ૪ થી ૭ ધરી ધરાવતા હોય […]

લોહીની શુદ્ધિ કરી ચામડીના રોગો મટાડનાર – સોનામુખી સોનામુખીને મીંઢીઆવળ પણ કહે છે. તે વેલાની જેમ જમીન ઉપર પ્રસરે છે. સોનામુખીનો રસ કડવો અને તીખો છે. તે તાસીરે ગરમ છે. પચવામાં હલકી, લૂખી, જલદ અને કફવાતશામક છે. સોનામુખી રોચક છે. તે આંતરડાંની ગતિ અને સ્ત્રાવ વધારીને પાતળા ઝાડા કરે છે. પરંતુ તેના વધુ પડતા સેવનથી પેટમાં ચૂંક આવે છે. આયુર્વેદના પ્રખ્યાત સ્વાદિષ્‍ટ વિરેચન ચૂર્ણ અને બીજા વિરેચન ચૂર્ણોમાં મોટે ભાગે સોનામુખી જ પડે છે. સોનામુખીના પાનને પાણીમાં પલાળી કે તેનું ચૂર્ણ કરીને સેવન કરવાથી મળબંધ તૂટે છે અને ઝાડો સાફ […]

જાણો ઓષધિને– ભાંગરો પરિચય : ખાસ કરીને વાળના તેલમાં પ્રચૂરપણે વપરાતો ભાંગરો (ભૃંગરાજ, ભાંગરા) નદી, તળાવ કાંઠે કે ભીની જમીનમાં થનારો બહુ નાનો વર્ષાયુ છોડ છે. ચોમાસામાં તે સર્વત્ર ઊગી નીકળે છે. તેની કાળી, ધોળી અને પીળી એમ ત્રણ જાતો છે. કાળો ભાંગરો ખૂબ જૂજ જોવા મળે છે, સફેદ ભાંગરો વધુ મળે છે. તેમાં ધોળો તથા કાળો ભાંગરો જમીન ઉપર ૧-૨ વેંત ઊંચો થાય છે. પીળો ભાંગરો જમીન ઉપર પ્રસરે છે. તેને બારીક ૧ થી ૪ ઈંચ લાંબા, અર્ધા થી દોઢ ઈંચ પહોળાં, સામસામે આવેલાં, લંબગોળ, ભાલાકાર, અખંડ કે દાંતાવાળા, […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors