શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા પાનો ચડાવવા માટે જ કેવળ ગીતા ઉપદેશ આપેલો નથી. યુદ્ધના તેઓ હિમાયતી ન હતા. ઊલટું યુદ્ધ અટકાવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા જોઈએ એમ તેઓ માનતા હતા. એટલે તો પોતે રાજાઓ કરતાં પણ શ્રેષ્ઠ હોવા છતાં શાંતિદૂત તરીકે કૌરવોને સમજાવવા હસ્તિનાપુર ગયા હતા. મૂઢ દુર્યોધન સમજ્યો નહીં એટલે જ મહાભારત યુદ્ધ અનિવાર્ય બની ગયું. ઉત્તમ જીવન અંગેની બહુ રસપ્રદ અને મહત્વની ચર્ચા ગીતાજીમાં થયેલી છે. એ તો ગીતાજી વાંચીએ તો જ સમજાય. એટલે જ જેમણે ગીતાજીનો અભ્યાસ કરેલો છે તેવા વિદ્વાનો આ ગ્રંથને વિશ્વગ્રંથ […]

ૐ શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૬મા અધ્યાયમાં દૈવી સંપત્તિ તથા આસુરી સંપત્તિ વિષે ચર્ચા કરી છે. પહેલા ત્રણ શ્લોકમાં જ દૈવી સંપત્તિ વિષે કહ્યું કે : ‘‘હે ભારત ! નિર્ભયતા, અંતઃકરણની શુધ્ધિ, અધ્યાત્મ, ધ્યાન, યોગમાં દ્રઢ સ્થિતિ, સાત્વિક દાન, ઇન્દ્રિયો પર કાબૂ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડીરહિતપણું, જીવદયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા, અડગ નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને અભિમાનનો ત્યાગ આ બધાં દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલા પુરુષનાં લક્ષણો છે.’’ ચોથા શ્લોકમાં આસુરી સંપત્તિ વિષે કહ્યું કે : ‘‘હે પાર્થ ! પાખંડ, ગર્વ, અહંકાર, ક્રોધ, કઠોરતા […]

અસંતુષ્ટ રહેવું મનનો સ્વભાવ છે. આ સ્વભાવના કારણે જ મન વ્યક્તિની અંદર સ્થાયી અસંતોષનો ભાવ ભરી દે છે. જેના પરિણામે અનેક લોકોને એવું લાગવા લાગે છે કે તેમનેજે કંઈ પણ મળ્યું છે તે તેમની યોગ્યતાથી ઓછું છે. બીજાને જોઈને લોકો એવું વિચારવા લાગે છે કે જે અયોગ્ય છે તે અમારાથી આગળ નીકળી ગયા છે. મનુષ્ય પોતાનું મૂલ્યાંકન કરતી વખતે પોતાની યોગ્યતાઓ તરફ ઓછું અને ન મળેલી સફળતાઓ તરફ વધુ ઝૂકી જાય છે. અહીંથી જ પરેશાની ચાલુ થાય છે. આપણો અહંકાર તેમાં વધુ ઉછાળા મરાવે છે. અસંતુષ્ટ મન વધુ ચંચળ બની […]

ગાયત્રી સાધકો માટે કેટલાક આવશ્યક નીયમો ૧ શરીરને શુધ્ધ કરીને સાધનામાં બેસવુ જોઈએ. સાધારણ રીતે સ્નાનથી જ શરીર શુધ્ધ થાય છે.પણ વિવશતા,ઋતુ-પ્રતિકુળતા અથવા અસ્વસ્થ પ્રક્રુતિ હોય તો હાથમો ધોઈને જ, ભીના કપડાથી શરીર લુછીને પણ કામ ચલાવી શકાય છે. ૨ સાધનાના સમયે શરીર પર ઓછામાં ઓછા કપડા પહેરવા જોઈએ.ઠંડીનુ પ્રમાણ વધારે હોય તો કામળી ઓઢવી ઉત્તમ ગણાય. ૩ સાધના માટે એકાંત અને ખુલ્લી હવાવાળી જગ્યા શોધવી જોઈએ.વાતાવરણ શાંતીમય હોય, એવા સ્થળૉ યોગ્ય ગણાય. અથવા ધરનો કોઈ શાંત ખુણૉ પસંદ કરી શકાય. ૪ સાધના વખતે ધોયેલું વસ્ત્ર પહેરવું. ૫ પલાંઠી વાળીને […]

કૌરવોની નામાવલી, કૌરવોના નામ

ઇશ્વાશુવંશ ની નામાવલી પ્રથમ સૃષ્ટિના આદિમાં અવ્યકત બ્રહ્મથી શાશ્વત,નિત્ય તથા અવ્યય એવા બ્રહ્મદેવ ઉત્પન્ન થયા એ બ્રહ્મદેવથી મરિચિ ઋષિ ઉત્પન્ન થયા મરિચિના પુત્ર કશ્યપ કશ્યપ પુત્ર સૂર્ય સૂર્યથી પ્રજાપતી વૈવસ્વત મનુ વૈવસ્વત મનુથી ઇશ્વાકુ ઉત્પન્ન થયા જે અયોધ્યામાં પહેલા રાજકર્તા થયા ઇશ્વાકુનો પુત્ર કૃક્ષિ કૃક્ષિનિ પુત્ર વિકૃક્ષિ વિકૃક્ષિનો પુત્ર બાણ(મહાતેજસ્વી બાણાવલી) બાણનો પુત્ર મહાસમર્થ અનરણ્ય અનરણ્યનો પુત્ર થૃયુ થૃયુનો પુત્ર ત્રિશંકુ ત્રિશંકુનો પુત્ર ધંધુમાર ધંધુમારનો પુત્ર યુવાનાશ્વ યુવાનાશ્વનો પુત્ર માંધાતા માંધાતાનો પુત્ર સુસંધિ સુસંધિના બે પુત્રો થયા સુસંધિના બે પુત્રો(૧)ધ્રુવસંધિ(૨)પ્રસેનજિત ધ્રુવસંધિનો પુત્ર અસિત અસિતનો પુત્ર સગર સગરનો પુત્ર અસમંજ અસમંજનો […]

ગાયત્રી – ૨૪ બીજ શક્તિઓ : યોગસાધનાના અનેક માર્ગો છે.એ બધા પૈકી\’ગાયત્રી માર્ગ\’ એક છે. ગાયત્રીની સાધના પણ એ દેવશક્તિઓ સાથે સાધક સંબંધ સ્થાપી શકે છે અને \’ઈચ્છા\’મુજબ તે દ્રારા લાભ પણ મેળાવી શકાય છે. ગાયત્રીના ૨૪ અક્ષરો ખરેખર ૨૪ બીજ શક્તિઓ છે – પૃથ્વી,પાણી,તેજ,વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વો તો મુખ્ય છે જ. પરંતુ એ સિવાયનાં બીજા ૨૪ તત્ત્વોનું વર્ણન સાંખ્યદર્શનમાં આવી છે,તેનું જ નામ ગાયત્રી છે. ગાયત્રીના ૨૪ અક્ષરો ૨૪ માતૃકાઓની મહાશક્તિઓનાં પ્રતીક છે. એ બધાની ગૂંથણી એવા વૈજ્ઞાનીક ક્રમમાં થઈ છે કે આ મહામંત્રનો ફકત ઉચ્ચાર કરવાથી […]

મનુષ્ય ઇચ્છાઓનું પોટલું છે. તેની ઇચ્છાઓનો કોઇ અંત નથી. એક ઇચ્છા પૂરી થતાં બીજી ઇચ્છા તરત પ્રગટે છે. જો તે ૧૦૦ કરોડનો આસામી હશે તો તેને ૨૦૦ કરોડનો આસામી બનવાનું મન થશે. આ મનનું શું છે? તે આપણે જોઇએ. મન એક સુંદર યંત્ર છે. મન અસ્તિત્વના ચમત્કારોનો એક ચમત્કાર છે. વૈજ્ઞાનિકો બધું જ કરી શકયા પણ માનવ મન જેવું કાંઇ જ નથી બનાવી શકયા. આ દિશામાં તેમણે જે કાંઇ પ્રયત્ન કર્યા હશે તે બધા નિષ્ફળ ગયા છે. તેમાં સફળતા મળી નથી. મનને ઓળખવામાં કમ્પ્યૂટર પણ થાય ખાઇ જાય છે. માનવ […]

ક્રોધી મનુષ્ય રાક્ષસ જેવો દેખાય છે. એમ કહેવાતું હતું કે રાક્ષસને માથે બે શગડાં હોય છે. તે દેખાવમાં ભારે કદરૂપો તથા બિહામણો હોય છે. તેનું પેટ મોટું , નારિયેળ જેવડું નાક, એટલે રાક્ષસ, રાક્ષસ હસે ત્યારે જાણે ગુફા ફાટી. આ બધાં વર્ણન વાળો રાક્ષસ આપણો ્ફ સિરિયલ મહાભારત, રામાયણ કે શ્રીકાૃષ્ણ સિરિલયલમાં જોયો હશે. આજે આવા વરવા દેખાવવાળા મનુષ્યને જોવો હોય તો કોઇ ગુસ્સે થયેલા મનુષ્યને જુઓ. તેને પણ અરીસો બતાવો. તે પોતાની જાત અરીસામાં જોઇને જ રાક્ષસને પ્રત્યક્ષ મળ્યાની વાતને અનુમોદન આપશે. ક્રોધ એ વ્યકિતની માનસિક નિર્બળતાનું લક્ષણ છે. […]

જેને સુખી થવું છે તેણે બીજાને સમજવાની અને બીજાને સમજાવવાની બાબતોનો દૃષ્ટિકોણ રાખવો આવશ્યક છે. આ દૃષ્ટિકોણ રાખનાર કદી દુઃખી થતો નથી. તેના જીવનમાં બિનજરૂરી વિવાદ, ઝગડા, કલેશ, કંકાસ હન આવે. તેથી તે કદી દુઃખી પણ થતો નથી. જીવનમાં દરેક વ્યકિત સુખી થવા માગે છે. તે માટે દરેક પોતાને અનુકુળ રસ્તો પસંદ કરે છે. ઊંચંુ જીવન જીવવાની ઇચ્છા રાખે છે. તે માટે તેણે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો પડે છે તે પૂરા કરવા તેને માટે ત્રણ પગલાં છે. જે પગલાં મુજબ તે જો ચાલે તો તે સુખી થઇ શકે છે. (૧)આત્મનિરીક્ષણ (૨) […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors