ચિત્રકૂટ ધોધ-છત્તીસગઢ-ભારતના પ્રખ્યાત ધોધ
ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાના મુખ્ય મથક જગદાલપુર શહેરથી ૩૯ કિમી. જેટલા અંતરે ઇન્દ્રાવતી નદી પર ચિત્રકોટનો ધોધ (જળ પ્રપાત) આવેલો છે. . ૯૬ ફુટ (૨૯ મીટર) ઊંચાઇએથી ઉપરથી નીચે ઇન્દ્રાવતી નદીની ઓજસમય ધારા ગર્જના કરતી કરતી પડે છે એના ધોધમાં ઇન્દ્રધનુષનું મનોરમ દૃશ્ય, આહ્લાદક લાગે છે. આ બસ્તર વિસ્તારનો સૌથી મુખ્ય જળપ્રપાત માનવામાં આવે છે. જગદલપુર શહેરથી નજીકના અંતરે આવેલું હોવાને કારણે આ સ્થળ એક મહત્વના જોવાલાયક સ્થળ અને ઊજાણી મથકના રુપમાં પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યું છે. એના ઘોડાની નાળ સમાન મુખ હોવાને કારણે આ જળ પ્રપાતને ભારતનો નાયગ્રા ધોધ પણ કહેવામાં આવે છે.
ચિત્રકૂટ વૉટર ફૉલ : ભારતનો નાયગ્રા ગણાતો આ ધોધ સદીઓથી બારેમાસ વહે છે
વરસાદની સિઝનમાં આ ધોધની પહોળાઇ ૫૦૦ ફૂટ સુધી પહોંચી જાય છે. તેમાંથી પ્રતિ સેકન્ડ ૨૧ લાખ લિટર પાણી વહે છે. એક વ્યકિતને પીવા માટે દરરોજ ૪ લિટર પાણીની જરુર પડે એમ ગણીએ તો આ ધોધ માત્ર ૩૦ મીનિટમાં ૫૦ કરોડ લોકોની તરસ છીપાવી શકે છે. ચિત્રકૂટ ધોધ પરથી પડતા પાણીનું દબાણ ૫૦૦ હાથીઓના વજન જેટલું હોય છે.
ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાના મુખ્ય મથક જગદલપુર શહેરથી ૩૯ કિમી. જેટલા અંતરે ઇન્દ્રાવતી નદી પર આ ચિત્રકોટનો ધોધ (જળ પ્રપાત) આવેલો છે.