ઓલી-ઉત્તરાખંડ-હિલ સ્ટેશન-ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળ
ગઢવાલ પ્રદેશમાં આવેલું, ઔલી એ એક હિલ સ્ટેશન છે ત્યા લીલાછમ ઓકના વુક્ષો,સફરજનના વુક્ષો,અને પાઈનના વુક્ષો છે ઓલી ના ઉત્તરે ભગવાન બદ્રીનાથ નું મંદિર છે જે હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ છે, જ્યાં દૂર સુધી ફેલાયેલા ઘાસના મેદાનો છે જે આંખને અદભૂત લાગે છે. તે ઉત્તરાખંડમાં મુલાકાત લેવા માટેના સૌથી અદભૂત સ્થળોમાંનું એક છે કારણ કે તે સમુદ્ર સપાટીથી 9,000 મીટર જેટલા ઊંચા શિખરોથી ઘેરાયેલું છે અને આસપાસના હિમાલય પર્વતોના અદભૂત દૃશ્યો પ્રદાન કરે છે; જેમ કે કામેટ, દુનાગીરી, નંદા દેવી અને મન પર્વત. ઓલીને ભારતની સ્કીઇંગ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે; વિશ્વભરના સ્કીઅર્સ ઓલીની ટેકરીઓ પર તેમની કુશળતા અજમાવી રહ્યા છે.