સહસ્ત્રધારા-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળ
સહસ્ત્રધારા
ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન શહેરથી માત્ર ૧૬ કિલોમીટર જેટલા અંતરે રાજપુર ગામ નજીક આવેલ છેઆ જગ્યામાં ઘણા બધા ધોધ અને ગુફાઓ છે જે જોવા લાયક છે. લાઈમસ્ટોન સ્ટેલેક્ટાઈટ્સમાંથી પાણી ટપકવું એ એક સુંદર દૃશ્ય છે. ત્યાં પૂલનો સંગ્રહ છે
જે સલ્ફર ઝરણામાં ફેરવાય છે. લોહીના મર્યાદિત પ્રવાહ, સ્નાયુઓમાં ખેંચાણ, સંધિવા, ખીલ, સ્નાયુઓમાં દુખાવો, વગેરે જેવી બિમારીઓના ઇલાજ માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે. આ સલ્ફર ઝરણાનું હૂંફાળું પાણી તણાવ દૂર કરવામાં મદદ કરે છે. અહીં આવેલ ગંધકયુક્ત ઝરણું ત્વચા રોગોની સારવાર માટે પ્રખ્યાત છે. આ સારવાર સંબંધી થોડા અન્ય ઉપાયો પણ છે.ખાવા-પીવા અને અન્ય પ્રકારની વસ્તુઓના વેચાણના સ્ટોલો હોવાથી આ સ્થળ ઊજાણી માટે ખૂબ યોગ્ય છે.
આ સમગ્ર જગ્યા અનન્ય કુદરતી અજાયબી છે. ટેકરી પરથી પડતા જળને પ્રાકૃતિક રીતે સંચિત કરવામાં આવેલ છે. અહીં થોડી દૂર એક ટેકરીની અંદર પ્રાકૃતિક સ્વરૂપમાં કોતરેલી અનેક નાની નાની ગુફાઓ છે, જે બહારથી તો સ્પષ્ટ દેખાતી નથી, પરંતુ આ ગુફામાં દાખલ થઈએ ત્યારે જોવા મળે છે કે ગુફાઓની છત પરથી અવિરત રીમઝીમ આછા વરસાદનો છાંટા ટપકતા રહે છે. બસ આ જ સહસ્ત્રધારા છે. ઘણા લોકો છે પોલિયો-ગ્રસ્ત બાળકોને સલ્ફરયુક્ત પાણીમાં સ્નાન કરાવતા જોવા મળે છે. આ સ્થળ નાનું છે, જ્યાં થોડા કલાક જરુરથી રોકાઈ શકાય છે. ચા-પાણી-નાસ્તા માટે પણ એક સરળ સગવડતાઓ મળે છે. કેટલીક હસ્તકલાની વસ્તુઓના વેચાણની દુકાનો પણ છે.