માણસને જ માણસ થવાનું અહી કહેવું પડે છે,
નથી કોઈ રહેતું અહીં, જેમ અહીં રહેવું પડે છે.
દરત કોઈને પણ, ક્યારેય નથી છોડતી યારો,
દુઃખ આપવાનું કામ કરે છે, એને સહેવું પડે છે.
પોતાની મનમાની કરનારાને અંતે ભોગવવું પડે,
બાકી સમાજ જે પ્રવાહે વહે ત્યાં વહેવું પડે છે.
ફરજ ચુકનારાને, કદી હકની અપેક્ષા ના કરવી,
જિંદગી નાટક છે, મળતું પાત્ર નિભાવવું પડે છે.
‘અહી થુકવું નહી’ ત્યાં થુકનારને શું કહે “શ્યામ”
સારું જ લણવા માટે સૌએ સારું વાવવું પડે છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....