ગુણત્રયવિભાગયોગઃ
પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ ।
યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ ॥ ૧॥
ગુજરાતી ભાંષાન્તરઃ શ્રી ભગવાન કહે : જે જ્ઞાનને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે.॥ ૧॥
ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ ।
સર્ગેઽપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ ॥ ૨॥
ગુજરાતી ભાંષાન્તરઃ આ જ્ઞાનનો આશ્રય લઈને જે મારામાં એકરૂપ થઇ ગયા છે, તે સૃષ્ટિના ઉત્પતિ કાળમાં જન્મતા નથી કે પ્રલયમાં વ્યથા પામતા નથી ॥ ૨॥
મમ યોનિર્મહદ્ બ્રહ્મ તસ્મિન્ગર્ભં દધામ્યહમ્ ।
સમ્ભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત ॥ ૩॥
ગુજરાતી ભાંષાન્તરઃ હે ભારત ! મૂળ પ્રધાન પ્રકૃતિ બ્રહ્મ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે. તેમા હું ગર્ભને ધારણ કરું છું.આથી સર્વ ભૂતોની ઉત્પતિ થાય છે.॥ ૩॥
સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સમ્ભવન્તિ યાઃ ।
તાસાં બ્રહ્મ મહદ્યોનિરહં બીજપ્રદઃ પિતા ॥ ૪॥
ગુજરાતી ભાંષાન્તરઃ હે કાન્તેય ! સર્વ યોનીમાં જે પ્રાણી ઉત્પન થાય છે, તે પ્રાણીઓની પ્રકૃતિ-માયા માતા છે તથા હું ગર્ભાધાન કરનારો પિતા છું.॥ ૪॥
સત્ત્વં રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિસમ્ભવાઃ ।
નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ્ ॥ ૫॥
ગુજરાતી ભાંષાન્તરઃ હે મહાબાહો ! સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયા છે.તેઓ આ શરીરમાં અવિનાશી જીવાત્માને બાંધે છે.॥ ૫॥
તત્ર સત્ત્વં નિર્મલત્વાત્પ્રકાશકમનામયમ્ ।
સુખસઙ્ગેન બધ્નાતિ જ્ઞાનસઙ્ગેન ચાનઘ ॥ ૬॥
ગુજરાતી ભાંષાન્તરઃ હે અનધ ! તે ત્રણ ગુણોમાં સત્વગુણ નિર્મળપણાને લીધે પ્રકાશ કરનાર, ઉપદ્રવરહિત સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે. ॥ ૬॥
રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણાસઙ્ગસમુદ્ભવમ્ ।
તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મસઙ્ગેન દેહિનમ્ ॥ ૭॥
ગુજરાતી ભાંષાન્તરઃ હે કાન્તેય ! પ્રીતિસ્વરૂપ જે રજોગુણ તે આશા અને આસક્તિના સંબંધ થી જ ઉત્પન્ન થયેલો છે. તે જીવાત્માને કર્મની આસક્તિ દ્વારા દેહમાં બાંધે છે.॥ ૭॥
તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનં સર્વદેહિનામ્ ।
પ્રમાદાલસ્યનિદ્રાભિસ્તન્નિબધ્નાતિ ભારત ॥ ૮॥
ગુજરાતી ભાંષાન્તરઃ હે ભારત ! વળી તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તથા સર્વ જીવાત્માઓને મોહમાં નાખનારો જાણ. તે જીવાત્મા ને પ્રમાદ, નિદ્રા વગેરે વડે બાંધે છે.॥ ૮॥
સત્ત્વં સુખે સઞ્જયતિ રજઃ કર્મણિ ભારત ।
જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સઞ્જયત્યુત ॥ ૯॥
ગુજરાતી ભાંષાન્તરઃ હે ભારત ! સત્વગુણ આત્માને સુખમાં જોડે છે, રજોગુણ આત્માને કર્મમાં જોડે છે અને
તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને આત્માને કર્તવ્યવિમુખ બનાવે છે.॥ ૯॥
રજસ્તમશ્ચાભિભૂય સત્ત્વં ભવતિ ભારત ।
રજઃ સત્ત્વં તમશ્ચૈવ તમઃ સત્ત્વં રજસ્તથા ॥ ૧૦॥
ગુજરાતી ભાંષાન્તરઃ હે ભારત ! રજોગુણ, સત્વગુણ અને તમોગુણને જીતી વૃદ્ધિ પામે છે. તમોગુણ, સત્વગુણ અને રજોગુણને જીતીને વૃદ્ધિ પામે છે.॥ ૧૦॥