ત્રયોદશોધ્યાય: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૨
અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્ ।
એતજ્જ્ઞાનમિતિ પ્રોક્તમજ્ઞાનં યદતોઽન્યથા ॥ ૧૧॥
ગુજરાતી ભાંષાન્તરઃ ધ્યાત્મજ્ઞાન માં નિષ્ઠા રાખવી,તત્વજ્ઞાન નો વિચાર કરવો.આ જ્ઞાન કહેવાય છે. આનાથી વિરુદ્ધ છે તે અજ્ઞાન કહેવાય છે. ॥ ૧૧॥
જ્ઞેયં યત્તત્પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વામૃતમશ્નુતે ।
અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે ॥ ૧૨॥
ગુજરાતી ભાંષાન્તરઃ જે જાણવા યોગ્ય છે,જેને જાણવાથી જીવ ને મોક્ષ મળે છે,તે વિષે હવે તને કહું છું, તે અનાદિ સર્વોત્કૃષ્ટ બ્રહ્મને સત્ પણ કહી શકાય તેમ નથી અને અસત્ પણ કહી શકાય તેમ નથી.॥ ૧૨॥
સર્વતઃ પાણિપાદં તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્ ।
સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ ॥ ૧૩॥
ગુજરાતી ભાંષાન્તરઃ તેને સર્વ તરફ હાથ,પગ,નેત્ર,શિર,મુખ અને કાન છે અને એવા સર્વજ્ઞ શક્તિમાન રૂપે આ લોકમાં,ચરાચર જગતમાં,તે સર્વત્ર વ્યાપેલું છે.॥ ૧૩॥
સર્વેન્દ્રિયગુણાભાસં સર્વેન્દ્રિયવિવર્જિતમ્ ।
અસક્તં સર્વભૃચ્ચૈવ નિર્ગુણં ગુણભોક્તૃ ચ ॥ ૧૪॥
ગુજરાતી ભાંષાન્તરઃ તે સર્વ ઇન્દ્રિયો નું જ્ઞાન કરાવનાર હોવા છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે.તે ક્યાંય આસક્તિ રાખતો નથી. છતાં સર્વ ને ધારણ કરે છે.તે ગુણ રહિત હોવા છતાં ગુણ નો ઉપભોગ કરે છે.॥ ૧૪॥
બહિરન્તશ્ચ ભૂતાનામચરં ચરમેવ ચ ।
સૂક્ષ્મત્વાત્તદવિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત્ ॥ ૧૫॥
ગુજરાતી ભાંષાન્તરઃ તે જ્ઞેય ભૂતોની બહાર અને અંદર તેમજ સ્થાવર રૂપ તથા જંગમ પ્રાણી સમુદાય રૂપ છે.તે સૂક્ષ્મ હોવાથી જાણી શકાય તેવું નથી તથા દુર રહેલું છે અને અત્યંત સમીપ માં છે.॥ ૧૫॥
અવિભક્તં ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ્ ।
ભૂતભર્તૃ ચ તજ્જ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ ॥ ૧૬॥
ગુજરાતી ભાંષાન્તરઃ અને તે બ્રહ્મ સર્વ ભૂતો માં એક છે, છતાં જાણે ભિન્ન હોય એવી રીતે રહેલું છે.તે સર્વ ભૂતોને ધારણ કરનાર,પ્રલયકાળે સર્વ નો સંહાર કરનાર તથા સર્વ ને ઉત્પન્ન કરવાના સામર્થ્યવાળું જાણવું.॥ ૧૬॥
જ્યોતિષામપિ તજ્જ્યોતિસ્તમસઃ પરમુચ્યતે ।
જ્ઞાનં જ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્ ॥ ૧૭॥
ગુજરાતી ભાંષાન્તરઃતે બ્રહ્મ ચંદ્ર-સુર્યાદિક ને પણ પ્રકાશ આપેછે.તે અજ્ઞાનરૂપી અંધકારની પેલી બાજુએ છે એમ જાણવું.તે જ્ઞાન સ્વરૂપ,જ્ઞેય સ્વરૂપ તથા જ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય છે તે જ સર્વ ના હૃદય માં વિધમાન છે.॥ ૧૭॥
ઇતિ ક્ષેત્રં તથા જ્ઞાનં જ્ઞેયં ચોક્તં સમાસતઃ ।
મદ્ભક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે ॥ ૧૮॥
ગુજરાતી ભાંષાન્તરઃ એ પ્રમાણે ક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેય તને ટુંકાણમાં સંભળાવ્યાં.એમને જાણવાથી મારો ભક્ત મારા ભાવને (સ્વ-રૂપને) પ્રાપ્ત કરે છે.॥ ૧૮॥
પ્રકૃતિં પુરુષં ચૈવ વિદ્ધ્યનાદી ઉભાવપિ ।
વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિસમ્ભવાન્ ॥ ૧૯॥
ગુજરાતી ભાંષાન્તરઃ ક્ષેત્રરૂપ પરાપ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞરૂપ અપરા પ્રકૃતિ બંનેને પણ તું નિત્ય જ જાણ,તથા વિકારો અને ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા તું જાણ.॥ ૧૯॥
કાર્યકારણકર્તૃત્વે હેતુઃ પ્રકૃતિરુચ્યતે ।
પુરુષઃ સુખદુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે ॥ ૨૦॥
ગુજરાતી ભાંષાન્તરઃ કાર્ય કરણ ના કર્તાપણામાં પ્રકૃતિ કારણ કહેવાય છે.
સુખ-દુઃખોના ભોક્તાપણમાં ક્ષેત્રજ્ઞ આત્મા કારણ કહેવાય છે.॥ ૨૦॥
પુરુષઃ પ્રકૃતિસ્થો હિ ભુઙ્ક્તે પ્રકૃતિજાન્ગુણાન્ ।
કારણં ગુણસઙ્ગોઽસ્ય સદસદ્યોનિજન્મસુ ॥ ૨૧॥
ગુજરાતી ભાંષાન્તરઃ ક્ષેત્રજ્ઞ પ્રકૃતિમાં રહેલો,પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સુખદુઃખાદિક ગુણોને ભોગવે છે.એ પુરુષના સારીનરસી યોનિમાં જન્મનું કારણ ગુણનો સંગ જ છે.॥ ૨૧॥
ઉપદ્રષ્ટાનુમન્તા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ ।
પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેઽસ્મિન્પુરુષઃ પરઃ ॥ ૨૨॥
ગુજરાતી ભાંષાન્તરઃ આ દેહ માં સર્વ ભિન્ન પુરુષ સાક્ષી અને અનુમતિ આપનારો ભર્તા અને ભોક્તા,મહેશ્વર અને પરમાત્મા એ નામ વડે પણ કહ્યો છે.॥ ૨૨॥