* પાંચ કારણૉ ભેગાં થાય તો જ કર્મ સંપુર્ણપણ્ર પાર પડે છે એવું ગીતાકારનું દર્શન છે.
* પાંચ અંગો આ પ્રમાણે છે
૧, અધિષ્ઠાન.
– જેનો આશ્રય લઈને કર્મ કરવાનું છે તે સ્થાનને અધિષ્ઠાન કહેવાય. જીવ દેહનો આશ્રય કઈ કર્મ કરે છે માટે દેહ એ અધિષ્ઠાન છે. દેહ વિના કર્મ ના થઈ શકે. લુહારને માટે લોઢું અધિષ્ઠાન છે, ખેડુતને માટે જમીન અધિષ્ઠાન છે.
૨, કર્તાની હાજરી અને તેનો કર્મ કરવા માટેનો સહકાર.
– દેહ હોય પણ જીવ કર્મ કરવા તૈયાર ન થાય તો કર્મ કેવી રીતે થવાનું? એની સહાય કે સહકાર વિના કર્મ પાર ન પડે.
૩, જરુરી સાધનો.
* લુહાર પાસે લોઢું હોય, પણ લોઢું ગરમ કરવા ભઠ્ઠો ન હોય, ભઠ્ઠો હોય પણ ગરમ લોહાને ટીપવાનો હથોડો અને તેને પકડી રાખવાનો સાણસો ન હોય તો લોઢાને શી રીટે ધાટ આપી શકાય ? ખેડુત પાસે જમીન હોય પણ બળદો, હળ કે અન્ય સાધનો ન હોય તો તે ખેતી કેવી રીતે કરી શકે ? મનુષ્ય પાસે શરીર હોય પણ હાથ, પગ આંખ જેવી ઇન્દ્રિયો ન હોય તો શરીર શું કામ કરી શકવાનું.
૪, વિવિધ પ્રકારની ક્રિયાઓ.
સાધનો હોય પણ જો ક્રિયા ન થાય તો કર્મ કેવી રીટે પાર પડે? લોઢું હોય, સાણસો હોય, ધણ કે હથોડો હોય, પણ જો ટીપવાની ક્રિયા ન થાય તો લોઢાને ધાટ શી રીતે મળે ? એમ ખેડુત પાસે બધી સાધન-સામગ્રી હોય તો પણ વાવણી કરવી પડે, સિંચાઈ કરવીપડે, નિંદામણ કરવું, લણાણી કરવી પડે – એમ ધણી ક્રિયાઓ કરવાની રહે.
૫, દૈવ
કર્તાના અધિકારની બહાર જે શક્તિ કાર્ય કરી રહી છે તેને દૈવ કહીશું. એ શક્તિ દશ્ય કે અદશ્ય બંને પ્રકારની હોઈ શકે. દા.ત. ખેડુત માટે સમયસરનો અને પુરતો વરસાદ. ખેડુત બધું જ કરે પણ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો અથવા પાકમાં રોગ દાખલ થાય તો શું હાથમાં આવે ? આ શક્તિૂની સહાય પણ કર્મની પુર્ણતા માટે આવશ્યક ગણાય.