વિષ્ણુસહસ્રનામ,ભગવતગીતા,ગજેન્દ્રમોક્ષ ઇત્યાદિનો પાઠ કરવાનો હેતુ શો?
* જે ભગવન્તનામને,સ્તુતિને,સ્તોત્રને અથવા પાઠને હ્રદયના પ્રત્યેક અણુમાં ઉતરવા ઇચ્છતા હોઈએ લોહીના બિન્દુએ બિન્દુમાં ભળી જાયઈવું ઉચ્છતા હોઇએ તો એનું વારંવાર પઠન આવશ્યક છે એમ કરતાં કદાચ સમજ વધે કે ન વધે,પણ તેનો આસ્વાદ વધુ ને વધુ માણી શકાય ખરો,
* આપણુ વિસ્મરણ થઈ જાય અને ભગવન્નામમાં લીન થઈ જવાય. અહંકારે આપણી અને આત્મા-પરમાત્મા વચ્ચે નિર્માણ કરેલુ અંતર નષ્ટ થાય,છેવટૅ આપણું અહં ઓગળી જાય એ પાઠ કરવાનો હેતુ છે,
* વૃતિઓને શાંત કરવાનો.
* મન,બુધ્ધિ,ચિત્ત વગેરેને નિર્મળ કરવાનો.
* ગહન શાંતિ અને આનંદ અનુભવવનો.