ગુજરાતી સાહિત્યના વિખ્યાત વિવેચક અને સાહિત્ય-સંશોધક ભૃગુરાય જન્મયા ઇ.સ. ૧૯૧૩ના ઓકટોબર માસની ૬ઠ્ઠી તારીખે રાજકોટમાં પિતા દુર્લભજી જામનગરમાં શિક્ષક તરીકે કામ કરતા માતાનું નામ ચંચળબહેન ભૃગુરાયે પ્રાથમિક શિક્ષણ જામનગરમાં લીધું તે દરમિયાન માતાપિતાનું અવસાન થતાં રાજકોટ મોસાળમાં ભણી મેટ્રિક છયા ભાવનગરની શામળદાસ કોલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે બી. એ. થયા અને એજ વિષયોની એમ.એ.ની પરીક્ષા મુંબઇની કોલેજમાં અભ્યાસ કરી આપવા નક્કી કર્યું. તબિયત બગડતાં મુંબઇ છોડી થોડો સમય તેઓ જેતપુરમાં રહેયા અહીં રાષ્ટ્રસેવાના કાર્યોમાં જોડાયા. પી.એચ.ડી. નો અભ્યાસ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો અને થોડો સમય અમદાવાદમાં રહ્યા. મુંબઇનિવાસ દરમિયાન એમણે વિવિઘ પ્રકારની કામગીરી કરી જેમાં કોલેજમાં અધ્યાપનકાર્ય, ખાનગી ટયૂશનો, ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી, ચિલ્ડ્રન્સ એકેડેમીના કાર્યકર વગેરેનો સમાવેશ કરી શકાય. તેઓ તીક્ષ્ણ તથ્યદૃષ્ટિ ધરાવતા સંશોધક વિદ્ધાન હતા સાહિત્યવિવેચના રસજ્ઞ હતા તેમની વિશ્લેષણશકિત અદ્ભુત હતી આ કારણોસર ભૃગૃરાયે જોડણી, શબ્દાર્થ, છંદોલય, કૃતિપાઠ, કૃતિરચના અને કર્તાજીવનના વિશાળ અભ્યાસક્ષેત્રે અવિરતપણે અને ખંતપૂર્વક કામ કર્યા કર્યું અને વિપુલ સાહિત્યનું સર્જન કર્યું પરંતુ ખૂબી એ હતી કે તેને ગ્રન્થસ્થ થવા ન દીધું. ભૃગુરાયના અવસાન બાદ ત્રણ વર્ષ એટલે કે ઇ.સ. ૧૯૮૩માં એમના અસાધારણ અભ્યાસની પ્રતીતિ કરાવતો કાન્ત વિષે નામનો લેખસંચય પ્રકાશિત થયો હતો એ પ્રકાશનમાં મૂલ્યવાન દસ્તાવેજી સામગ્રી, દ્યોતક સંશોધન અને માર્મિક વિવેચન પાને-પાને નજરે પડે છે. એવો જ બીજો મરણોત્તર લેખસંગ્રહ ક્લાન્ત કવિ તથા બીજા વિષે ઇ.સ. ૧૯૮૮માં પ્રસિદ્ધ થયો હતો. આ પુસ્તકની બીજી આવૃત્તિમાં ભૃગુરાયે કરેલી હાંસિયાનોંધો પ્રકાશિત કરી છે જે નાંધોમાં બાળશંકરની ભાવસૃષ્ટિનિં બારીક અને તાજગીભર્યું દિગ્દર્શન આપણને એમણે કરાવ્યું છે.