પાણી.સતત કેલેરી બાળે છે.દરરોજ સતત એક બે ઘૂંટડા પાણી પીતા રહો.વજન ઉતારવા માટે ડાયટિંગ, કસરત જેવા જાતજાતના કીમિયા અજમાવીને થાકી ગયા હોય તેવા લોકો માટે એક ખૂબ સરળ ઉપાય વજન વિશે જણાવો છે.નિષ્ણાતો કહે છે કે….. – રોજ ભોજન અગાઉ એક ગ્લાસ પાણી પીવાની ટેવ રાખવાથી ભોજન ઓછું થાય છે.જો ભોજન અગાઉ બે ગ્લાસ પાણી પીશો તો વજન ઝડપથી ઘટશે. – પાણીથી જઠર ભરાઇ જાય છે.તેથી ખોરાક આપોઆપ ઓછો લેવાય છે.તેથી વજન ઘટે છે. – શરીરના દરેક કામમાં પાણી વપરાય છે.તેમ કેલરી બાળવામાં પણ પાણી વપરાય છે. – વધુ પાણીથી શરીરની વધુ કેલરી બળે છે.તેથી આપોઆપ વજન ઓછું થાય છે. – સતત આખો દિવસ એક એક ઘૂંટ પાણી પીતા રહેવાથી શરીર સ્વસ્થ રહે છે. – ખૂબ પાણી પીવા રહેવાથી સ્નાયુઓ જકડાય વગર કામ કરે છે.દૃષ્ટિ સારી રહે છે.મગજ તથા કિડની સારાં ચાલે છે. – ખૂબ પાણી પીતા રહેવાથી બ્લડપ્રેશર કાબૂમાં રહે છે.શરીરનું ઉષ્ણતમાન પણ કાબૂમાં રહે છે. – જો તમને માથું દુખે અને બેચેની લાગે તો માની લેવુ કે તમારે પાણી પીવાની ખાસ જરૂર છે. – ખારી કે ખાટી વસ્તુ ખાવ તો ખૂબ પાણી પીઓ. – સ્ત્રીઓએ ચાર પાંચ ગ્લાસ અને પુરુષોએ ૬થી૭ ગ્લાસ પાણી પીવું. – સવારે ઊઠતાંની સાથે એક ગ્લાસ પાણી પીઓ. – બેચેની લાગે તો તરત એકથી દોઢ ગ્લાસ પાણી પી જાવ. – દારૂ પ્રવાહી છે .પણ તે પાણી નથી. – જેટલું જરૂરી ઉનાળામાં પાણી છે તેટલું જ જરૂરી શિયાળામાં પાણી જરૂરી છે. – પાચનતંત્રમાં ભરપૂર પાણી વપરાય છે.શ્વસનતંત્રમાં ભરપૂર પાણી વપરાય છે.આ બધાના સરવાળારૂપે શરીરમાં દિવસમાં બે લિટર પાણી બહાર ફેંકાઇ જાય છે.એટલે એટલું પાણી તો ઓછામાં ઓછું પીવુ જ જોઇએ.