ગુજરાતી પુસ્તકાલય પ્રવૃત્તિના પુરોધા, આત્મા અને પ્રાણ ઇ.સ. ૧૮૭૩ના નવેમ્બરની ઓગણત્રીસમી તારીખે પોતાને મોસાળ અલિન્દ્રામાં તેઓ જન્મેલા પિતા નરસિંહભાઇ નવ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવ્યું પરંતુ મોતીભાઇએ કુમારાવસ્થાથી જ કર્મયોગનો આરંભ કરી દીધો હતો ઇ.સ. ૧૮૮૮માં વાચન, મનન અનેન ચર્ચા માટે એમણે અગિયાર વિદ્યાર્થીઓનો સંઘ વિદ્યાર્થી સમાજ નામે સ્થાપવો હતો ચરોતરમાં આવેલા પોતાના વતન વસોમાં ત્યારે તેઓ અંગ્રેજી બીજા ધોરણમાં ભણતા હતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મોતીભાઇએ સ્વદેશપ્રેમ, સમયપાલન, વ્યવસ્થા, દૃઢતા, સત્ય વગેરે સદ્દગુણો અને વાચનનો શોખ ખીલવ્યાં. વધુ અભ્યાસ માટે વડોદરા ગયા ત્યાં પણ સમાજ પુસ્તકાલય ની શરૂઆત કરી. જેમતેમ કરી કોલેજમાં ગયા ત્યાં પણ ધી થર્ટીખાઇવ નામે પાંત્રીસ છાત્રોનો સંઘ સ્થાપ્યો. ઇ.સ. ૧૯૦૦ માં તેઓ બી.એ. થયા. માંહ્યલો ઝંખતો હતો શિક્ષક થવા સારી નોકરી છોડી તે શિક્ષક થયા શિક્ષણ દ્ધારા ઊગતી પેઢીને સંસ્કારસિંચન કરી ઉછેરવી હતી. ઇ.સ. ૧૯૦૨થી એમણે શિક્ષકની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ એમણે કામગીરી આરંભી દીધી હોળીના તહેવારની બીભત્સ ઉજવણી બંધ કરાવી પેટલાદમાં ‘પેટલાદ બોર્ડીંગ હાઉસ’ શરૂ કર્યું અને મિત્ર મંડળ પુસ્તકાલયો ની પ્રવૃત્તિ વિકસાવી વડોદરા નરેશ સયાજીરાવે પોતાના રાજયમાં પુસ્તકાલય પ્રવૃત્તિને સંગીત બનાવવા માગતા હતા આથી અમેરિકાના પુસ્તકાલય પ્રવૃત્તિના એક નિષ્ણાતને વડોદરા લાવ્યા અને મોતીભાઇને એમના મદદનીશ બનાવ્યા મોતીભાઇની સૂઝ-સમજથી બે વર્ષમાં જ વડોદરા રાજયના લગભગ ૪૦૦ પુસ્તકાલયો શરૂ થઇ ગયાં મોતીભાઇ આમ, સાચી રીતે જ પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા બન્યા હિંદ પુસ્તકાલયપરિષદે ઇ.સ. ૧૯૩૨માં એમને ગ્રન્થપાલ- ઉદ્યમ પિતામહનું બિરુદ આપ્યું હતું. પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડ જવી પ્રથમ સહકારી સંસ્થાની શરૂઆત પણ એમણે જ કરેલી પુસ્તકાલય માસિક પણ એમને જ આભારી છે.ગુજરાતની પ્રજામાં શિષ્ટવાચનનો શોખ વધારવાનું ભગીરથ કાર્ય એમણે કર્યું. સ્વદેશીના તેઓ ચુસ્ત આગ્રાહી હતા જીવનભર તેમણે સ્વદેશી પોશાક જ પહેર્યો. ધ્યેયશુદ્ધિ અને નિશ્ચયબળ એમની પ્રત્યેક પ્રવૃત્તિને સફળ બનાવતાં. ઇ.સ. ૧૯૩૫માં નિવૃત્ત થયા પછી પણ એમણે પ્રવૃત્તિનો ત્યાગ કર્યો નહોતો. આવા અઠંગ કર્મયોગી મોતીભાઇનો દેહવિલય ઇ.સ. ૧૯૩૯ના ફેબ્રુઆરીની પહેલી તારીખે અમદાવાદમાં કેન્સરની બીમારીથી થયો ત્યારે એક તપસ્વી શિક્ષક અને સાધુપુરુષ અપાર ખેદ અનુભવ્યો.