ભીમનાથ મહાદેવ-ધંધુકા-ગુજરાત
ધંધુકા તાલુકાના ભીમનાથ ગામે પાંડુપુત્ર ભીમના હસ્તે સ્થાપિત થયેલું ભીમનાથ મહાદેવ આવ્યું છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ભીમનાથ મહાદેવની હાલ જગ્યા છે ત્યાં આવેલા. એવી કથા છે કે ભીમને ભૂખ લાગી હતી,પણ અર્જુનનો નિયમ હતો કે શિવલિંગનાં દર્શન કર્યા પછી જ જમવું. જંગલમાં ક્યાંય શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ રહ્યું. અર્જુને શિવલિંગનાં દર્શન કરી ભીમ સહિત પાંડવો સાથે ભોજન ગ્રહણ કર્યું. જે વૃક્ષ આજે પણ હયાત છે. ભીમનાથ મહાદેવ ધંધુકાથી ૧૫ કિ.મી. તથા અમદાવાદથી ૧૨૦ કિ.મી. ના અંતરે છે.