નામઃ
પ્રેમાનન્દ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય)
પ્રેમાનંદે કેટલાક નાટકો પણ રચ્યા કહેવાય છે. પણ તે બાબતે વિદ્વાનો એકમત નથી.
લોકકથામાં કવિ પ્રેમાનંદ અને શામળ ભટ્ટ વચ્ચેના ઝઘડાની ઘણી વાત છે. પણ વિદ્વાનોના મતે શામળ ભટ્ટનો જીવનકાળ પ્રેમાનંદના બાદનો છે. આથી તેઓ સમકાલીન નથી. આથી તેમની વચ્ચે ઝઘડો થવાની સંભાવના નથી.
બ.ક. ઠાકોરના શબ્દોમાં કહીયે તો, ” ગુજરાતનો હિંદુસમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ એ તળાવમાં પાકેલું સૌથી સુંદર માછલું હતું.”
વડોદરાના મહમદવાડીમાં ‘પ્રેમાનંદ કવિના ઘર તથા કૂવો’ છે. એ પોળનું નામકરણ ‘પ્રેમાનંદ કવિની પોળ’ એમ કરવામાં આવ્યું છે.
રચનાઓ
ઓખાહરણ, દાણલીલા, નળાખ્યાન, મામેરું, સુદામા ચરિત્ર, ચંદ્રહાસાખ્યાન, અભિમન્યુઆખ્યાન, મદાલસાઆખ્યાન, વામન ચરિત્ર કે વામનકથા, વિવેક વણઝારો, હૂંડી, સુધન્વાખ્યાન, રણયજ્ઞ, લક્ષ્મણાહરણ, ભ્રમરપચીસી, ઋશ્યશૃંગાખ્યાન, સ્વર્ગની નીસરણી, સપ્ત્મસ્કંધ અથવા પ્રહલાદાખ્યાન, દ્રૌપદીહરણ, હરિશ્ચંદ્રાખ્યાન, દેવીચરિત્ર, શ્રાદ્ધ, અષ્ટવક્રાખ્યાન, દ્રૌપદીસ્વંયંવર, માંકર્ડેયપુરાણ, રાધિકા વિરહના દ્વાદશ માસ, સત્યભામા રોષદર્શિકા, તપત્યાખ્યાન, પંચાલીપ્રસન્નાખ્યાન, હારમાળા, દશમસ્કંધ, અષ્ટમસ્કંધ, ષષ્ટમસ્કંધ, માંધાતાખ્યાન, સુભદ્રાહરણ, રુક્મિણી હરણ, રામાયણ, મહાભારત, રેવાખ્યાન, પાંડવાશ્વમેઘ, વિરાટપર્વ, ભીષ્મપર્વ, સભાપર્વ, વ્રજવેલ, વલ્લભઝઘડો, ડાંગવાખ્યાન, શામળશાનો મોટો વિવાહ, બભ્રવાહન આખ્યાન, નરકાસુર આખ્યાન, કર્ણચરિત્ર, સંપૂર્ણ પદબંધ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતા, શામળશાનો નાનો વિવાહ, જયદેવ આખ્યાન, કૃષ્ણવિષ્ટિ, વટપતન, અભિમન્યુનો ચક્રાવો, દ્રૌપદી વસ્ત્રાહરણ, ભીષ્મચરિત્ર, નાસિકેતોપાખ્યાન, લવકુશાખ્યાન, હરિવંધ, સુરેખાહરણ, જ્ઞાનગીતા, રઘુવંશ, કપિલગીતા, પાંડવોની ભાંજગડ, નાગદમન
અવસાનઃ
આશરે ૧૭૩૪ (સંવત ૧૭૯૦)