નર્મદા જિલ્લામાંથી ઉત્તર તરફ વહેતાં પુણ્ય સલિલા મા નર્મદાના પાવન તટે અનેક ઋષિ-મુનિઓએ તરસ્યા કરી છે. આ પાવનભૂમિ પર ભગવાન શંભુની આરાધના કરી હતી. અને પ્રસન્ન થયેલાં ભગવાન શિવે ગરુડજીને પ્રસન્ન થઈ વરદાન આપ્યું અને શિવજીએ જાતે શિવલિંગની સ્થાપના કરી હતી જેથી આ તીર્થસ્થાન ગરુડેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત બન્યું છે. આ સ્થળે ગામ વસ્યું જે આજે ગરુડેશ્વરના નામથી ઓળખાય છે. નર્મદા જિલ્લામાં આવેલાં ગરુડેશ્વર ખાતે રાજપીપળા અને વડોદરા તરફથી જઈ શકાય છે. રાજપીપળાથી ગરુડેશ્વરનું અંતર ૧૭ કિમી જયારે વડોદરાથી ૮૦ કિમી છે.