મહારાષ્ટ્રીયનોના કુળદેવતા શ્રીમલ્હાર મ્હાળસાંકાંત (ખંડોબા)નું મંદિર વડોદરામાં આવ્યું છે. આ મંદિર લગભગ ૨૩૦ વર્ષ જૂનું અને ઐતિહસિક છે. અહીંયા બે મંદિર છે. એક જૂનું એક નવું. વર્ષો પેહલાંની વાત છે. મહારાષ્ટ્રના જેજુરીના પર્વતોમાં બે રાક્ષસ રહેતા હતા. એમનું નામ મણિ તથા મલ હતું તે સાધુ, સંતો તથા નગરજનોને બહુ ત્રાસ આપતા હતા. નગરજનો તેમના ત્રાસથી કંટાળી શિવને આરાધે છે. શિવ પ્રસન્ન થાય છે. તેમણે બંનેનો નાશ કરવા ખંડોબાનો અવતાર ધારણ કર્યો સફેદ ઘોડા પર હાથમાં તલવાર, માથે પીળી પાઘડી, પીળી શાળ તથા પત્ની સાથે રાક્ષસોનો વધ કરવા નીકળ્યા. રસ્તો ભૂલી જતાં ખંડોબાએ એક સ્ત્રીને રસ્તો પૂછ્યો. તે સ્ત્રી સામાન્ય ન હતી. તે પણ એક દેવી હતાં રસ્તો બતાવવા તેમણે શરત મૂકીને વચન માગ્યું. તમે રાક્ષસનો વધ કરી પાછા આવો ત્યારે મારી સાથે લગ્ન કરવા પડશે. ખંડોબાએ તેમને વચન આપ્યું તેમણે રાક્ષસો સાથે યુદ્ધ આદર્યું. તેમનું યુદ્ધ જોઈ બંને રાક્ષસ સમજી ગયા કે આ તો ભગવાન શંકરનો જ અવતાર છે. આ તો ભગવાન શંકરનો જ અવતાર છે. બંનેએ મરતાં પહેલાં વચન માગ્યું કે અમારા નામ મણિ તથા મલ છે તો આપ અમારા નામ સાથે આપનું નામ આગળ લગાવી દેજો. જેથી પ્રજા અમને પણ આપની સાથે યુગો સુધી યાદ કરે. ખંડોબાઓ બંનેનો વધ કર્યો. પ્રજા તથા સાધુઓને રાહત આપી. મલ્હાર સાથે પત્ની મ્હાળ સાંકાંત થયાં તથા બીજી પત્નીને પણ સ્થાન આપ્યું. તે બણાઈદેવીનાં રૂપમાં આજે પણ બાજુનાં સ્થાને છે. મહારાષ્ટ્રીયનનોના કુળદેવતા ગણાય છે. ખંડો પર ફર્યા તો કંડોબા બન્યા. મણિ-મલનો વધ કર્યો તો મલ્હાર કહેવાયા. પોતાનાં પત્ની મ્હાળાસાંકાત સાથે રહ્યા તેથી શ્રી મલ્હાર-મ્હાળાસાંકાંત (ખંડોબા)ના નામથી ઓળખાયા. આ મંદિર આર.બી.આઈ.દેસાઈ રોડ પર આવેલું છે.દર વર્ષે ચંપાષષ્ઠીના દિવસે તેમનાં પત્ની સાથે તેમનાં લગ્ન થાય છે. તેમનો વરઘોડો થોડો ધામધૂમથી નીકળે છે. ખંડોબા ભગવાન શંકર પાર્વતીનો અવતાર જ મનાય છે. દર રવિવારે અહીં મહારાષ્ટ્રીયનો દર્શને આવે છે. આ મંદિર ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વહીવટ ચલાવે છે.