આપણે ઠંડીથી બચવા માટે શિયાળામાં ધણૂ બધુ કરીએ છીએ,ગરમ / ઊનના કપડાં પહેરીએ છીએ.પણ જરુર એ શરીરની અંદરથી પણ ગરમાવો હોવો જોઈએ.હુ તમને કહુ કે શરીરની અંદર ગરમી આપવા માટે આપણે આપણા ભોજનથી કરી શકીએ છીએ તમને માન્યમાં ન આવતું હોય તો અહિ કેટલીક વસ્તુઓ આપી છે જે આપણે રોજબરોજના જીવનમાં ઊપયોગમાં લઈએ છીએ જેના દ્રારા આપણે શરીરની અંદર પણ ગર્મી લાવી શકીએ છીએ અને સેહતની દષ્ટિએ પણ તે ફાયદાકારક છે.
લીલું મરચુ :
લીલું મરચુ ખાવાથી શરીરમાં ગરમી પ્રાપ્ત થાય છે.તેની તિખાસથી શરીરનુ તાપમાન વધારમાં કામ કરે છે.માટે ઠંડીમાં શરીરને ગરમ રાખવ માટૅ લીલું મરચાનો ઉપયોગ કરવામાં આવે છે.
ડુંગળી :
ડુંગળી ખાવાથી શરીરનું તાપમાન વધે છે તે શરીરમાં પરસેવો લાવવામાં અસરકારક છે. ડુંગળી આરોગ્યની અનેક વિધ સમસ્યાઓ દુર કરવા પણ ઉપયોગી છે
આદુ ચા :
આદુ ચા પીવાના શરીરનું તાપમાન વધી જાય છે. આપણને અંદરથી ગરમ રાખવા માટે આનાથી કોઈ ભાગ્યે જ સારો અને સસ્તો રસ્તો છે.
હળદર :
શિયાળામાં હળદર એક અનન્ય ડ્રગ છે. ઠંડી ભગાવવાં માટે અને આરામ માટે હળદર વાપરી શકાય છે. તમે દૂધ સાથે લઈ શકો છો.
5. સુકા ફળો
ખજુર,બદામ અને અન્ય સૂકી ફળો શિયાળામાં પોતાના શરીરને સુરક્ષિત રાખવા માટે લઈ શકો છો તેમજ શરીરને બેહતર બનાવવા માટે પણ લઈ શકાય છે.