જ્ઞાન અંતરમાં ઉતરે પછી શું થાય?
* સાચી શાંતી અને આનંદ અવિરતપણે અનુભવાય.
* હિંમત અને આત્મવિશ્વાસ જન્મે.
* અનેક સંકટો વચ્ચે પણ હરિનામ ન છુટે.
-હિરણ્યકશિપુએ પ્રહલાદ પર વિતાવવામાં બાકી નહોતું રાખ્યું,છતાં તેણે હરિરટણ ન છોડયું તે નજ છોડયું.
-સુધન્વાએ ઉકળતા તેલની કડાઈમાં પણ ભગવાનનુ સ્મરણ ચાલુ રાખ્યું.
-ઇશુએ વધસ્તંભ પરપ્રાણ અપ્રિત કરવામાં પાછી પાની ન કરી.
-સૌક્રેટિસે સત્યનો મહિમા સમજાવવા ઝેરનો પ્યાલો ગડગડાવવામાંખચકાટ ના અનુભવ્યો.
* રાગ-દ્રેષ સમી જાય છે.
* વિશાળતાનો -વ્યાપકતાનો સંગ થઈ જાય.
* સ્વીકારનો ભાવ જળવાઈ રહે.
* વાદવિવાદ,તર્ક-વિતર્ક દોડધામની વૃતિ શમી જાય.
* સત્પુરુષોના સહવાસમાં રહેવાનિ ભાવ વધે.
* સાક્ષાત્કારની તીવ્ર ઝંખના જાગે.