દ્રાદશ અધ્યાય: ભક્તિયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૦
અથૈતદપ્યશક્તોઽસિ કર્તું મદ્યોગમાશ્રિતઃ ।
સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન્ ॥ ૧૧॥
ગુજરાતી ભાંષાન્તરઃ જો મને ઉદ્દેશીને કર્મો કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગ નો આશ્રય કરી- મનનો સંયમ કર,અને અનન્ય ભાવે મારા શરણે આવી,સર્વ કર્મો નાં ફળ નો ત્યાગ કરી દે.॥ ૧૧॥
શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ્જ્ઞાનાદ્ધ્યાનં વિશિષ્યતે ।
ધ્યાનાત્કર્મફલત્યાગસ્ત્યાગાચ્છાન્તિરનન્તરમ્ ॥१२॥
ગુજરાતી ભાંષાન્તરઃ અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં કર્મ ના ફળ નો ત્યાગ શ્રેષ્ઠ છે કારણકે કર્મફળ ના ત્યાગથી શાંતિ શ્રેષ્ઠ છે. આ રીતે આગળ વધવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. ॥१२॥
અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ ।
નિર્મમો નિરહઙ્કારઃ સમદુઃખસુખઃ ક્ષમી ॥ ૧૩॥
સન્તુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ ।
મય્યર્પિતમનોબુદ્ધિર્યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ ॥ ૧૪॥
ગુજરાતી ભાંષાન્તરઃ જે સર્વ ભૂતો નો દ્વેષ નથી કરતો પરંતુ સર્વ નો મિત્ર છે,જે કરુણા મય છે,જે મમતા રહિતછે,જે અહંકાર રહિત છે,જે સુખ દુઃખ માં સમાન ભાવ રાખે છે ,જે ક્ષમાવાન છે, જે સદા સંતુષ્ટ રહે છે,જે સ્થિર ચિત્ત છે,જેનું મન સંયમિત છે,જે દઢ નિશ્વયી છે અને જેણે પોતાનું મન તથા બુદ્ધિ મને અર્પણ કર્યાં છે એવો મારો ભક્ત મને પ્રિય છે.॥ ૧૩,૧૪॥
યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ યઃ ।
હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ ॥ ૧૫॥
ગુજરાતી ભાંષાન્તરઃ જેનાથી લોકોને સંતાપ થતો નથી તથા લોકો ના સંસર્ગ થી જેને સંતાપ થતો નથી, તેમજ જે હર્ષ ,અદેખાઈ ,ભય તથા ઉદ્વેગ થી મુક્ત છે તે મને પ્રિય છે. ॥ ૧૫॥
અનપેક્ષઃ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ ।
સર્વારમ્ભપરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ ॥ ૧૬॥
ગુજરાતી ભાંષાન્તરઃ મારો જે ભક્ત સ્પૃહારહિત ,આંતર-બાહ્ય રીતે પવિત્ર,દક્ષ,ઉદાસીન,વ્યથારહિત અને સર્વ
આરંભ નો ત્યાગ કરનારો છે તે મને પ્રિય છે.॥ ૧૬॥
યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાઙ્ક્ષતિ ।
શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ ॥ ૧૭॥
ગુજરાતી ભાંષાન્તરઃ જે હર્ષ પામતો નથી ,જે દ્વેષ કરતો નથી,જે ઈચ્છા કરતો નથી,જે શુભ અને અશુભનો ત્યાગ કરનારો ભક્તિમાન છે તે મને પ્રિય છે.॥ ૧૭॥
સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ ।
શીતોષ્ણસુખદુઃખેષુ સમઃ સઙ્ગવિવર્જિતઃ ॥ ૧૮॥
તુલ્યનિન્દાસ્તુતિર્મૌની સન્તુષ્ટો યેન કેનચિત્ ।
અનિકેતઃ સ્થિરમતિર્ભક્તિમાન્મે પ્રિયો નરઃ ॥ ૧૯॥
ગુજરાતી ભાંષાન્તરઃ જે શત્રુ તથા મિત્ર માં સમાનભાવ રાખે છે,માન-અપમાન માં સમ છે ,ટાઢ-તડકો, સુખ-દુઃખ માંસમ છે,તથા સંગ થી રહિત (આસક્તિ વગરનો) છે અને જે નિંદા-સ્તુતિમાં સમાનતાથી વર્તે છે,જે મૌન ધારણ કરેછે,
જે કંઈ મળે તેમાં સંતુષ્ઠ રહેછે,જેનો નિવાસ સ્થિર નથી (સ્થળ ની આસક્તિ નથી)
જેની બુદ્ધિ સ્થિર છે તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે॥ ૧૮,૧૯॥
યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તં પર્યુપાસતે ।
શ્રદ્દધાના મત્પરમા ભક્તાસ્તેઽતીવ મે પ્રિયાઃ ॥ ૨૦॥
ગુજરાતી ભાંષાન્તરઃ પરંતુ મારામાં શ્રદ્ધા રાખીને અને મારા પરાયણ થઈને મારા જે ભક્તો અત્યાર સુધીમાં વર્ણવેલા ધર્મ રૂપ અમૃત નું સેવન કરેછે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.॥ ૨૦॥
અધ્યાય ૧૨ – ભક્તિ યોગ – સમાપ્ત.