નવમ અધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ શ્ર્લોક નં ૧ થી ૧૧
અથ નવમોઽધ્યાયઃ ।
રાજવિદ્યારાજગુહ્યયોગઃ
શ્રીભગવાનુવાચ ।
ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે ।
જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥ ૧॥
ગુજરાતી ભાષાંન્તર : શ્રી ભગવાન બોલ્યાઃ હે અર્જુન ! જે જાણવાથી તું આ અશુભ સંસારથી મુક્ત થઈશ.એવું અત્યંત ગુહ્ય જ્ઞાન છે તે તારા જેવા નિર્મળને હું વિજ્ઞાન સહીત કહી સંભળાવું છું.॥ ૧॥
રાજવિદ્યા રાજગુહ્યં પવિત્રમિદમુત્તમમ્ ।
પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયમ્ ॥ ૨॥
ગુજરાતી ભાષાંન્તર : આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ છે, પવિત્ર છે, ઉત્તમ છે,પ્રત્યક્ષ અનુભવમાં લેવાય એવું છે,ધર્માનુસાર છે,સુખપૂર્વક પ્રાપ્ત થનારું અને અવિનાશી છે.॥ ૨॥
અશ્રદ્દધાનાઃ પુરુષા ધર્મસ્યાસ્ય પરન્તપ ।
અપ્રાપ્ય માં નિવર્તન્તે મૃત્યુસંસારવર્ત્મનિ ॥ ૩॥
ગુજરાતી ભાષાંન્તર : હે પરંતપ ! ધર્મમાં શ્રદ્ધા ન રાખનારા પુરુષો મારી પ્રાપ્તિ ન થવાથી મૃત્યુયુક્ત સંસારના માર્ગમાં જ ભમ્યા કરે છે.॥ ૩॥
મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના ।
મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહં તેષ્વવસ્થિતઃ ॥ ૪॥
હું અવ્યક્તરૂપ છું, સકળ જગત મારાથી વ્યાપ્ત છે. મારામાં સર્વ ભૂતો સ્થિત છે,
પરંતુ હું તેમનામાં સ્થિત નથી.॥ ૪॥
ન ચ મત્સ્થાનિ ભૂતાનિ પશ્ય મે યોગમૈશ્વરમ્ ।
ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનઃ ॥ ૫॥
ભૂતો મારામાં નથી, એવી મારી ઈશ્વરી અદભૂત ઘટના જો. હું ભૂતોને ધારણ કરુંછું છતાં ભૂતોમાં હું રહેતો નથી. મારો આત્મા ભૂતોની ઉત્પતિ અને સંરક્ષણ કરનારો છે.॥ ૫॥
યથાકાશસ્થિતો નિત્યં વાયુઃ સર્વત્રગો મહાન્ ।
તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનીત્યુપધારય ॥ ૬॥
જેવી રીતે સર્વત્ર વિચરનાર પ્રચંડ વાયુ કાયમ આકાશ માં જ હોય છે,
તેમ સર્વ ભૂતો મારામાં સ્થિત છે એમ તું માન.॥ ૬॥
સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિં યાન્તિ મામિકામ્ ।
કલ્પક્ષયે પુનસ્તાનિ કલ્પાદૌ વિસૃજામ્યહમ્ ॥ ૭॥
હે કાંતેય ! સર્વ ભૂતો કલ્પ ના અંતે મારી પ્રકૃતિમાં જ લીન થાય છે અને
કલ્પ ના આરંભમાં ફરી હું જ એને ઉત્પન કરું છું.॥ ૭॥
પ્રકૃતિં સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ।
ભૂતગ્રામમિમં કૃત્સ્નમવશં પ્રકૃતેર્વશાત્ ॥ ૮॥
આ પ્રમાણે હું મારી પોતાની પ્રકૃતિનો આશ્રય કરીને સ્વભાવથી પરતંત્ર એવા
આ ભૂત સમુદાયને ફરી ફરી લીન કરું છું અને ઉત્પન કરું છું.॥ ૮॥
ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય ।
ઉદાસીનવદાસીનમસક્તં તેષુ કર્મસુ ॥ ૯॥
હે ધનંજય ! કર્મો પ્રત્યે ઉદાસીન પુરુષ પ્રમાણે આસક્તિ વગરના રહેલા મને તે કર્મો બંધન કરતાં નથી.॥ ૯॥
મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ્ ।
હેતુનાનેન કૌન્તેય જગદ્વિપરિવર્તતે ॥ ૧૦॥
હે કાંતેય ! મારી અધ્યક્ષતાથી આ ત્રિગુણાત્મક પ્રકૃતિ આ ચરાચર જગતને ઉત્પન કરે છે. એજ કારણ થી વિશ્વ ફરતું રહે છે.॥ ૧૦॥
અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ ।
પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ॥ ૧૧॥
મેં મનુષ્ય દેહ ધારણ કરેલો છે. તેથી મૂઢ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે.હું સર્વ ભૂતોનો ઈશ્વર છું એવું જે મારું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે તેનું જ્ઞાન તેમને હોતું નથી.॥ ૧૧॥