અષ્ટમ અધ્યાય: અક્ષરબ્રહ્મયોગ શ્ર્લોક નં ૨૧ થી ૨૮
અવ્યક્તોઽક્ષર ઇત્યુક્તસ્તમાહુઃ પરમાં ગતિમ્ ।
યં પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ॥ ૨૧॥
ગુજરાતી ભાષાંન્તર : જે અવ્યક્ત ભાવ અક્ષર સંજ્ઞાથી પ્રસિદ્ધ છે તેને જ પરમગતિ કહેવામાં આવે છે.જ્યાં જ્ઞાનીઓ પહોચ્યા પછી પુન: પાછા આવતા નથી તે જ મારું પરમધામ છે.॥ ૨૧॥
પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા ।
યસ્યાન્તઃસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતમ્ ॥ ૨૨॥
ગુજરાતી ભાષાંન્તર : હે પાર્થ ! જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થાય છે અને જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત છે,
તે પરમ પુરુષ અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.॥ ૨૨॥
યત્ર કાલે ત્વનાવૃત્તિમાવૃત્તિં ચૈવ યોગિનઃ ।
પ્રયાતા યાન્તિ તં કાલં વક્ષ્યામિ ભરતર્ષભ ॥-૨૩॥
ગુજરાતી ભાષાંન્તર : હે ભરતશ્રેષ્ઠ ! જે કાળે યોગીઓ મૃત્યુ પામી, પાછા જન્મતા નથી
અને જે કાળે મૃત્યુ પામીને પાછા જન્મે છે, તે કાળ હું તને કહું છું.॥-૨૩॥
અગ્નિર્જ્યોતિરહઃ શુક્લઃ ષણ્માસા ઉત્તરાયણમ્ ।
તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ ॥ ૨૪॥
ગુજરાતી ભાષાંન્તર : અગ્નિ ,જ્યોતિ,દિવસ, શુક્લપક્ષ અને ઉત્તરાયણના છ માસ માં મૃત્યુ પામનાર
બ્રહ્મવેત્તાઓ બ્રહ્મ ને જઈ મળે છે.॥ ૨૪॥
ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્ ।
તત્ર ચાન્દ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે ॥ ૨૫॥
ગુજરાતી ભાષાંન્તર : ધૂમ્ર, રાત, કૃષ્ણપક્ષ તથા દક્ષિણાયન ના છ માસ માં મૃત્યુ પામનાર યોગી
ચન્દ્ર્લોકમાં ભોગો ભોગવી આગળ ન જતાં પાછા વળે છે॥ ૨૫॥
શુક્લકૃષ્ણે ગતી હ્યેતે જગતઃ શાશ્વતે મતે ।
એકયા યાત્યનાવૃત્તિમન્યયાવર્તતે પુનઃ ॥ ૨૬॥
ગુજરાતી ભાષાંન્તર : આ જગતની શુક્લ અને કૃષ્ણ એમ બે ગતિ શાશ્વત માનવામાં આવી છે. એક ગતિથી જનાર યોગીને પાછા ફરવું પડતું નથી અને બીજી ગતિથી જનાર યોગીને પાછા ફરવું પડે છે.॥ ૨૬॥
નૈતે સૃતી પાર્થ જાનન્યોગી મુહ્યતિ કશ્ચન ।
તસ્માત્સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન ॥ ૨૭॥
ગુજરાતી ભાષાંન્તર : હે પાર્થ ! આ બે માર્ગને જાણનારો કોઈ પણ યોગી મોહમાં ફસાતો નથી.એટલા માટે તું સર્વ કાળમાં યોગયુક્ત બન.॥ ૨૭॥
વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ
દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ્ ।
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા
યોગી પરં સ્થાનમુપૈતિ ચાદ્યમ્ ॥ ૨૮॥
ગુજરાતી ભાષાંન્તર : આ બધું જાણ્યા પછી વેદ,યજ્ઞ , તપ અને દાન દ્વારા થતી જે પુણ્યફળની પ્રાપ્તિ કહી છે, તે સર્વ પુણ્ય પ્રાપ્તિનું અતિક્રમણ કરીને યોગી આદ્ય તથા ઉત્કૃષ્ટ સ્થાનને જ પ્રાપ્ત કરે છે. ॥ ૨૮॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ
બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
અક્ષરબ્રહ્મયોગો નામાષ્ટમોઽધ્યાયઃ ॥ ૮॥