પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૦
કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપિ।
યોગિનઃ કર્મ કુર્વન્તિ સઙ્ગં ત્યક્ત્વાત્મશુદ્ધયે||૧૧||
ગુજરાતી ભાષાંન્તર ઃ યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ, અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુધ્ધીના હેતુ માટે કર્મ કરે છે. ||૧૧||
યુક્તઃ કર્મફલં ત્યક્ત્વા શાન્તિમાપ્નોતિ નૈષ્ઠિકીમ્।
અયુક્તઃ કામકારેણ ફલે સક્તો નિબધ્યતે||૧૨||
ગુજરાતી ભાષાંન્તર ઃ ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણકે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે; પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળોનો લોભી છે, તે બદ્ધ થઇ જાય છે. ||૧૨||
સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખં વશી।
નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્ ||૧૩||
ગુજરાતી ભાષાંન્તર ઃ જ્યારે દેહધારી જીવાત્મા, પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધાં કર્મોનો પરિત્યાગ કરે છે, ત્યારે તે નવ દ્વાર વાળા નગર (ભૌતિક શરીર) માં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે. ||૧૩||
ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ।
ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે||૧૪||
ગુજરાતી ભાષાંન્તર ઃ શરીર રૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા, કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી અને કર્મના ફળનું સર્જન પણ કરતો નથી. આ બધું તો પ્રકૃતિના ગુણો દ્વારા જ થયા કરે છે. ||૧૪||
નાદત્તે કસ્યચિત્પાપં ન ચૈવ સુકૃતં વિભુઃ।
અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવઃ ||૧૫||
ગુજરાતી ભાષાંન્તર ઃ પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી. પરંતુ દેહધારી જીવો અજ્ઞાનને કારણે મોહગ્રસ્ત થાય છે, જે તેમના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે. ||૧૫||
જ્ઞાનેન તુ તદજ્ઞાનં યેષાં નાશિતમાત્મનઃ।
તેષામાદિત્યવજ્જ્ઞાનં પ્રકાશયતિ તત્પરમ્||૧૬||
ગુજરાતી ભાષાંન્તર ઃ પરંતુ જયારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારાં જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે, ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે તેવી રીતે તેનાં એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઇ જાય છે. ||૧૬||
તદ્બુદ્ધયસ્તદાત્માનસ્તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ।
ગચ્છન્ત્યપુનરાવૃત્તિં જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ||૧૭||
ગુજરાતી ભાષાંન્તર ઃ જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રધ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઇ જાય છે, ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઇને સીધો મુક્તિપંથે આગળ વધે છે. ||૧૭||
વિદ્યાવિનયસંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ।
શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતાઃ સમદર્શિનઃ ||૧૮||
ગુજરાતી ભાષાંન્તર ઃ વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને, ગાય, હાથી, કુતરા તેમજ ચંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે. ||૧૮||
ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ।
નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્બ્રહ્મણિ તે સ્થિતાઃ ||૧૯||
ગુજરાતી ભાષાંન્તર ઃ જેમના મન એકત્વ તથા સમતામાં સ્થિત છે, તેમણે જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધાં હોય છે. તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે અને એ રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે. ||૧૯||
ન પ્રહૃષ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્।
સ્થિરબુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ્બ્રહ્મણિ સ્થિતઃ||૨૦||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી, જે સ્થિર બુદ્ધિ છે, જે મોહ રહિત છે અને જે ભગવદ વિજ્ઞાનનો જાણકાર છે, તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે. ||૨૦||