ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૩૨ થી ૪૨
એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે |
કર્મજાંવિદ્વિ તાંસર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ॥ ૩૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આવા બેજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે, એ સર્વેને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સમ્પન્ન થનારા જાણ; આ પ્રમાણે તત્ત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબન્ધનથી પૂર્ણ રીતે છૂટી જઇશ. ॥ ૩૨ ॥
શ્ર્યાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞ: પરંતપ |
સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ॥ ૩૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પરંતપ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ! સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. ॥ ૩૩ ॥
તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા |
ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિન: ॥ ૩૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃએ જ્ઞાનને તું તત્ત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઇને જાણી લે; એમને યોગ્ય રીતે દન્ડવત્ પ્રણામ કરવાથી , એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મતત્ત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. ॥ ૩૪ ॥
યજજ્ઞાત્વા ન પુંર્મોહમેવં યાસ્યસિ પાણ્ડવ |
યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયિ ॥ ૩૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે, તેમજ હે પાન્ડુપુત્ર! જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિ:શેષભાવે પહેલાં પોતાનામાં* અને પછી મુજ સચ્ચિદાનન્દઘન પરમાત્મામાં જોઇશ.+ ॥ ૩૫ ॥
અપિ ચેદસિ પાપેભ્ય: સર્વેભ્ય: પાપકૃત્તમ: |
સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સંતરિષ્યસિ ॥ ૩૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય, તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિ:સન્દેહ આખા પાપ-સાગરને સારી રીતે પાર કરી જઇશ.॥ ૩૬ ॥
યથૈધાંસિ સમિદ્વોડગ્નિર્ભસ્મસાત્કુરુતેડર્જુન |
જ્ઞાનાગ્નિ: સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતે તથા ॥ ૩૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કેમકે હે અર્જુન! જે રીતે ભડભડતો અગ્નિ ઘણાંબધાં ઇન્ધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. ॥ ૩૭ ॥
ન હિ જ્ઞાનેન સદ્રશં પવિત્રમિહ વિદ્યતે |
તત્સ્વયં યોગસંસિદ્ધ: કાલેનાત્મનિ વિન્દતિ ॥ ૩૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિ:સન્દેહ બીજું કશું જ નથી; એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્વાંત:કરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. ॥ ૩૮ ॥
શ્રદ્ધાવાંલ્લભતે જ્ઞાનં તત્પર: સન્યતેન્દ્રિય: |
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ ॥ ૩૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃજિતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલમ્બે તત્કાળ જ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઇ જાય છે. ॥ ૩૯ ॥
અજ્ઞશ્ર્વાશ્રદ્ધાનશ્વ સંશયાત્મા વિનશ્યતિ |
નાયં લોકોડસ્તિ ન પરો ન સુખં સંશયાત્માન: ॥ ૪૦ ||
ગુજરાતી ભાંષાતર ઃપણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ર્વિતપણે ભ્રષ્ટ થઇ જાય છે; આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે, ન તો પરલોક કે ન સુખ. ॥ ૪૦ ||
યોગસંન્યસ્તકર્માણં જ્ઞાનસંછિન્નસંશયમ્ |
આત્મવંતં ન કર્માણિ નિબન્ધ્નંતિ ધનગ્જય ॥ ૪૧ ||
ગુજરાતી ભાંષાતર ઃ હે ધનંજય! જેને કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધાં છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અંત:કરણના પુરુષને કર્મો નથી બાન્ધતા. ॥ ૪૧ ||
તસ્માદજ્ઞાનસમ્ભૂતં હ્યત્સ્થં જ્ઞાનાસિનાત્મન: |
છિત્ત્વૈનં સંશયં યોગમાતિષ્ઠોત્તિષ્ઠ ભારત ॥ ૪૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ માટે હે ભરતવંશી! તું હ્રદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકજ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઇ જા અને યુદ્ધ માટે ઊભો થઇ જા. ॥ ૪૨ ॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્યવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનકર્મસન્યાસયોગો નામ ચતુર્થોડધ્યાય: ॥ ૪ ॥