ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૨૨ થી ૩૧
યદ્રચ્છાલાભસંતુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સર: |
સમ: સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ॥ ૨૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃઇચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઇનો જેનામાં સર્વ રીતે અભાવ થઇ ગયો છે, હરખ-શોક વગેરે દ્વન્દ્વોથી જે સમ્પૂરણપણે અતીત થઇ ગયો છે-એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બન્ધાતો. ॥ ૨૨ ॥
ગતસઙસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસ: |
યજ્ઞાયાચરત: કર્મ સમગ્રં પ્રવિલીયતે ॥ ૨૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઇ ચુક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞસમ્પાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યનાં સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઇ જાય છે. ॥ ૨૩ ॥
બ્રહ્માર્પણં બ્રહ્મ હર્વિબ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્ |
બ્રહ્મૈવ તેન ગંતવ્યં બ્રહ્મકર્મસમાધિના ॥ ૨૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃ બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલેકે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મબુદ્ધિ કરવારૂપી બ્રહ્મકર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. ॥ ૨૪ ॥
દૈવમેવાપરે યજ્ઞં યોગિન: પર્યુપાસતે |
બ્રહ્માગ્નાવપરે યજ્ઞં યજ્ઞેનૈવોપજુહ્યતિ ॥ ૨૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃબીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક્ પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં અભેદદર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મારૂપી યજ્ઞનો હોમ* કરે છે. ॥ ૨૫ ॥
* પરબ્રહ્મ પરમાત્માં જ્ઞાન દ્વારા એકાત્મભાવે સ્થિત થવું એનેજ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ દ્વારા ‘યજ્ઞનો હોમ કરવો’ કહેવાય છે.
ક્ષોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સન્યમાગ્નિષુ જુહ્યતિ |
શબ્દાદીંવિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્યતિ ॥ ૨૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ અન્ય કેટલાક યોગીઓ ક્ષોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સન્યમરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે. ॥ ૨૬ ॥
સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે |
આત્મસન્યમયોગાગ્નૌ જુહ્યતિ જ્ઞાનદીપિતે ॥ ૨૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ અન્ય યોગીજનો ઇન્દ્રિયોના સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસન્યમયોગરૂપી અગ્નિમાં હોમી દે* છે. ॥ ૨૭ ॥
દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથાપરે |
સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ર્વ યતય: શંશિતવ્રતા: ॥ ૨૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ અન્ય કેટલાક માણસો દ્રવ્યસમ્બન્ધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ કરનારા છે. ॥ ૨૮ ॥
અપાને જુહ્યતિ પ્રાણં પ્રાણેડપાનં તથાપરે |
પ્રાણાપાનગતી રુદ્ધ્વા પ્રાણાયામપરાયણા: ॥ ૨૯ ॥
અપરે નિયતાહારા: પ્રાણાંપ્રાણેષુ જુહ્યતિ |
સર્વેડપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષા: ॥ ૩૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ બીજા કેટલાય યોગીજનો અપાનવાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાનવાયુને હોમે છે, તો અન્ય કેટલાય નિયમ પ્રમાણે
* સચ્ચિદાનન્દઘન પરમાત્મા સિવાય અન્ય કોઇનુંય ચિંતન ન કરવું એ જ એ તમામને ‘ હોમી દેવા’ કહેવાય છે. આહાર* કરનારા પ્રાણાયામપરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાંજ હોમે છે; આ સઘળાય સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. ॥ ૨૯- ૩૦ ॥
યજ્ઞશિષ્ટામૃતભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ્ |
નાયં લોકોડસ્ત્યયજ્ઞસ્ય કુતોડન્ય: કુરુસત્તમ ॥ ૩૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે કુરુશ્રેષ્ઠ! યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય-લોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યાંથી સુખદાયક હોય? ॥ ૩૧ ॥