તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૨૨ થી ૩૨
ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિગ્ચન |
નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥ ૨૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પાર્થ! મારે આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. ॥ ૨૨ ॥
યદિ હ્રહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિત: |
વર્ત્માનુવર્તંતે મનુષ્યા: પાર્થ સર્વશ: ॥ ૨૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કેમકે હે પાર્થ! જો કદાચ હું સાવધાન થઇને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઇ જાય, કારણકે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. ॥ ૨૩ ॥
ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ્ |
સઙરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમા: પ્રજા: ॥ ૨૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ-ભ્રષ્ટ થઇ જાય અને હું સંકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. ॥ ૨૪ ॥
સક્તા: કર્મણ્યવિદ્વાંસો યથા કુર્વંતિ ભારત |
કુર્યાદ્વિદ્વાંસ્તથાસક્તશ્ર્વિકીર્ષુર્લોકેસંગ્રહમ્ ॥ ૨૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ માટે હે ભારત! કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઇચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે. ॥ ૨૫ ॥
ન બુદ્ધિભેદં જનયેદજ્ઞાનાં કર્મસડિગ્નામ્ |
જોષયેત્સર્વકર્માણિ વિદ્વાન્યુક્ત: સમાચરન્ ॥ ૨૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ પરમાત્માના સ્વરૂપમાં અચળભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત્ એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે; પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળાં કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. ॥ ૨૬ ॥
પ્રકૃતે: ક્રિયમાણાનિ ગુણૈ: કર્માણિ સર્વશ: |
અહંકારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે ॥ ૨૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ વાસ્તવમાં સઘળાં કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંત:કરણનો અજ્ઞાની ‘હું કર્તા છું’ એમ માને છે. ॥ ૨૭ ॥
તત્ત્વવિત્તુ મહાબાહો ગુણકર્મવિભાગયો: |
ગુણા ગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે ॥ ૨૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ પણ હે મહાબાહો! ગુણવિભાગ અને કર્મવિભાગના* તત્ત્વને+ જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો. ॥ ૨૮ ॥
* ત્રિગુણાત્મક
પ્રકૃતેર્ગુણસમ્મૂઢા: સજ્જન્તે ગુણકર્મસુ |
તાનકૃત્સ્નવિદો મન્દાંકૃત્સ્નવિન્ન વિચાલયેત્ ॥ ૨૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. ॥ ૨૯ ॥
મયિ સર્વાણિ કર્માણિ સન્ન્યસ્યાધ્યાત્મચેતસા |
નિરાશીર્નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વર: ॥ ૩૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળાં કર્મોને મારામાં સમર્પીને ઇચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઇને તું યુદ્ધ કર. ॥ ૩૦ ॥
યે મે મતમિદં નિત્યમનુતિષ્ઠતિ માનવા: |
શ્રદ્વાવંતોડનસૂયંતો મુચ્યંતે તેડપિ કર્મભિ: ॥ ૩૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ માયાનાં કાર્ય એવા પાંચ મહાભૂત તથા મન, બુદ્ધિ, અહંકાર તેમજ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને શબ્દ વગેરે પાંચ વિષયો – આ સર્વના સમૂહનું નામ ‘ગુણવિભાગ’ છે અને એમની પરસ્પરની ચેષ્ટાઓનું નામ ‘કર્મવિભાગ’ છે. + ઉપર કહેલા ‘ગુણવિભાગ’ અને ‘કર્મવિભાગ’થી આત્માને અળગો એટલેકે નિર્લેપ જાણવો, એ જ એમના તત્ત્વને જાણવું છે.જે માણસો દોષદ્રષ્ટિ વિનાના અને શ્રદ્વાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. ॥ ૩૧ ॥
યે ત્વેદભ્યસૂયંતો નાનુતિષ્ઠંતિ મે મતમ્ |
સર્વજ્ઞાનમૂઢાંસ્તાંવિદ્વિ નષ્ટાનચેતસ: ॥ ૩૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. ॥ ૩૨ ॥