દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૬૧ થી ૭૨
તાનિ સર્વાણિ સન્યમ્ય યુક્ત આસીત મત્પર: |
વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિતચિત્ત થયેલો મારા પરાયણ થઇને ધ્યાનમાં બેસે; કેમકે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે, તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. ॥ ૬૧ ॥
ધ્યાયતો વિષયાન્ પુંસ: સઙસ્તેષૂપજાયતે |
સઙાત્સગ્જાયતે કામ: કામાત્ક્રોધોડભિજાયતે ॥ ૬૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાયછે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ॥ ૬૨ ॥
ક્રોધાદ્ભવતિ સમ્મોહ: સમ્મોહાત્સ્મ્રુતિવિભ્રમ: |
સ્મ્રુતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥ ૬૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ ક્રોધથી ઘણી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મ્રુતિમાં ભ્રમ ઊભો થાય છે, સ્મ્રુતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત્ જ્ઞાનશક્તિનો નાશ થઇ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે. ॥ ૬૩ ॥
રાગદ્ધેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ર્વરન્ |
આત્મવશ્યૈર્વિધેયાત્ પ્રસાદમધિગચ્છતિ ॥ ૬૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃ પરંતુ સ્વાધીન અંત:કરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્ધેષ વિનાની ઇન્દ્રિયો દ્ધારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંત:કરનની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. ॥ ૬૪ ॥
પ્રસાદે સર્વદુ:ખાનાં હાનિરસ્યોપજાયતે |
પ્રસન્નચેતસો હ્રાશુ બુદ્ધિ: પર્યવતિષ્ઠતે ॥ ૬૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ અંત:કરણ પ્રસન્ન થતાં આનાં સર્વ દુ:ખોનો અભાવ થઇ જાય છે અને એ પ્રસન્ન-ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઇને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઇ જાય છે. ॥ ૬૫ ॥
નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના |
ન ચાભાવયત: શાંતિરશાંતસ્ય કુત: સુખમ્ ॥ ૬૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યાં નથી તેનામાં નિશ્ર્વયાત્મિકા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંત:કરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે? ॥ ૬૬ ॥
ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોડનુ વિધીયતે |
તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ ॥ ૬૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કેમકે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે, તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે, તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે. ॥ ૬૭ ॥
તસ્માદ્ધસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશ: |
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ તેથી હે મહાબાહો! જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહીત કરાયેલી છે, એની બુદ્ધિ સ્થિર છે. ॥ ૬૮ ॥
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સન્યમી |
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુને: ॥ ૬૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે, તે નિત્ય જ્ઞાનસ્વરૂપ પરમાનન્દની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે; અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળાં પ્રાણીઓ જાગે છે, પરમાત્માના તત્ત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. | ૬૯ ॥
આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપ: પ્રવિશંતિ યદ્ધત્ |
તદ્ધત્કામા યં પ્રવિશંતિ સર્વે સ શાંતિમાપ્રોતિ ન કામકામી ॥ ૭૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર, અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઇ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઇ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઇ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઇચ્છનારો નહી. ॥ ૭૦ ॥
વિહાય્ કામાન્ ય: સર્વાન્ પુમાંશ્ર્વરતિ નિ:સ્પૃહ: |
નિર્મમો નિરહઙાર: સ શાંતિમધિગચ્છતિ ॥ ૭૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જે પુરુષ સઘળી કામનાઓને છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઇને વિચરે છે તે જ શાંતિને પામેલો છે. ॥ ૭૧ ॥
એષા બ્રાહ્મી સ્થિતિ: પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ |
સ્થિત્વાસ્યામંતકાલેડપિ બ્રહ્મનિર્વાણમૃચ્છતિ ॥ ૭૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પાર્થ! આ બ્રહ્મને પામી ચુકેલા પુરુષની સ્થિતિ છે: આને પામીને યોગી કદી મોહિત થતો નથી અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઇને બ્રહ્માનન્દને પામી જાય છે. ॥ ૭૨ ॥
ૐ તત્સદિતિ શ્રામદ્ધગવદ્ધીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્ધાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સાંખ્યયોગો નામ દ્ધીતિયોડધ્યાય: ॥ ૨ ॥