દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૩૭ થી ૪૮
હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ |
તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુધ્ધાય કૃતનિશ્ર્વય: ॥ ૩૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કાં તો તું યુધ્ધમાં હણાઇને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ; માટે હે અર્જુન! તું યુધ્ધ માટે નિશ્ર્વય કરીને ઊભો થૈ જા. ॥ ૩૭ ॥
સુખદુ:ખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ |
તતો યુધ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ॥ ૩૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જય-પરાજય, લાભ-હાનિ અને સુખ-દુ:ખને સમાન સમજ્યા પછી યુધ્ધ માટે કટિબધ્ધ થઇ જા; આ પ્રમાણે યુધ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. ॥ ૩૮ ॥
એષા તેડભિહિતા સાઙૂખ્યે બુધ્ધિર્યોગે ત્વિમાં શ્રુણુ |
બુધ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબન્ધં પ્રહાસ્યસિ ॥ ૩૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પાર્થ! આ બુધ્ધિ તારે માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ, જે બુધ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બન્ધનને સારી પેઠે ત્યજી દઇશ એટલે કે કર્મબન્ધનમાંથી છૂટી જઇશ. ॥ ૩૯ ॥
નેહાભિક્રમનાશોડસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે |
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥ ૪૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આ કર્મયોગમાં આરમ્ભનો અર્થાત્ બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત્ અવળા ફળરૂપી દોષ પણ નથી; બલકે આ કર્મયોગરૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે. ॥ ૪૦ ॥
વ્યવસાયાત્મિકા બુધ્ધિરેકેહ કુરુનન્દન |
બહુશાખા હ્યનંતાશ્ર્વ બુદ્ધ્યોડવ્યવસાયિનામ્ ॥ ૪૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે અર્જુન! આ કર્મયોગમાં નિશ્ર્વયાત્મિકા બુધ્ધિ એક જ હોય છે; જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુધ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. ॥ ૪૧ ॥
યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદંત્યવિપશ્ર્વિત: |
વેદવારતા: પાર્થ નાન્યદસ્તીતિ॥૪૨॥
વાદિન: કામાત્માન: સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્ |
ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્ર્વર્યગતિં પ્રતિ ॥ ૪૩ ॥
ભોગૈશ્ર્વર્યપ્રસક્તાનાં તયાપહ્રતચેતસામ્ |
વ્યવસાયાત્મિકા બુધ્ધિ: સમાધૌ ન વિધીયતે ॥ ૪૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે અર્જુન! જેઓ ભોગોમાં તન્મય થયેલા છે, જેઓ કર્મફળનાં પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે, જેમની બુધ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચઢિયાતું બીજું કશું જ નથી- એમ બોલનારા છે, એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેંનારી તેમજ ભોગ તથા ઐશ્ર્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી-બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે; તે વાણી દ્ધારા જેમનું ચિત્ત હરાયેલું છે, જેઓ ભોગ અને ઐશ્ર્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની પરમાત્મામાં નિશ્ર્વયાત્મિકા બુધ્ધિ નથી હોતી. ॥ ૪૨–૪૪ ॥
ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન |
નિર્દ્વન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ॥ ૪૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે અર્જુન! વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમનાં પ્રતિપાદન કરનારા છે; માટે તું એ ભોગો અને એમનાં સાધનોમાં આસક્તિરહિત અને હરખ-શોક વગેરે દ્ધન્દ્ધોથી રહિત બનીને નિત્યવસ્તુ પરમાત્મામાં સ્થિત થઇ જા, તેમજ યોગક્ષેમને ન ઇચ્છનાર એટલેકે શરીરનિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અંત:કરણનો અર્થાત્ જિતેન્દ્રિય થા. ॥ ૪૫ ॥ યાવાનર્થ ઉદપાને સર્વત: સમ્પ્લુતોદકે | તાવાન્ સર્વેષુ વેદેષુ બ્રાહ્યણસ્ય વિજાનત: ॥ ૪૬ ॥
બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્ત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલુંજ પ્રયોજન રહે છે. ( અર્થાત્ જેમ મોટું જળાશય પ્રાપ્ત થઇ જતાં જળ માટે નાનાં જળાશયોની જરૂર રહેતી નથી, તેમજ બ્રહ્માનન્દની પ્રાપ્તિ થતાં આનન્દ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી. ) ॥ ૪૬ ॥
કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન |
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙગોડસ્ત્વકર્મણિ ॥ ૪૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એનાં ફળોમાં કદીયે નહીં; માટે તું કર્મોના ફળનો હેતુ થા મા; અર્થાત્ ફલાપેક્ષાથી રહિત થઇને કર્તવ્યબુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ. ॥ ૪૭ ॥
યોગસ્થ: કુરુ કર્માણિ સઙ ત્યક્ત્વા ધનગ્જય |
સિદ્ધયસિદ્ધયો: સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥ ૪૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે ધનંજય! તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઇ કર્તવ્યકર્મો કર; ‘સમત્વ’ એ જ યોગ કહેવાય છે. ॥ ૪૮ ॥