દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૧૩ થી ૨૪
દેહિનોડસ્મિન્ યથા દેહે કૌમારં યૌવનં જરા |
તથા દેહાંતરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ॥ ૧૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃધ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. ॥ ૧૩ ॥
માત્રાસ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણસુખદુ:ખદા: |
આગમાપાયિનોડનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥ ૧૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે કુંતીપુત્ર! ઠંડી-ગરમી અને સુખ-દુ:ખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સન્યોગો તો ઉત્પત્તિ-વિનાશશીલ છે, અનિત્ય છે; માટે હે ભારત! તેમને તું સહન કર. ॥ ૧૪ ॥
યં હિ ન વ્યથયંત્યેતે પુરુષં પુરુષર્ષભ |
સમદુ:ખસુખં ધીરં સોડમૃતત્વાય કલ્પતે ॥ ૧૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કેમકે હે પુરુષશ્રેષ્ઠ! દુ:ખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સન્યોગો વ્યાકુળ નથી કરતા, તે મોક્ષને પાત્ર થાય છે. ॥ ૧૫ ॥
નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સત: |
ઉભયોરપિ દ્રષ્ટોડંતસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિ: ॥ ૧૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ અસત્ પદાર્થની સત્તા નથી અને સત્નો અભાવ નથી; આ બન્નેનું તત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. ॥ ૧૬ ॥
અવિનાશિ તુ તદ્ધિદ્ધિ યેન સર્વમિદં તતમ્ |
વનાશમવ્યયસ્યાસ્ય ન સશ્ર્વિત્કર્તુમર્હતિ ॥ ૧૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ નાશરહિત તો તું તેને જાણ, જેનાથી આ સકળ જગત-દ્રશ્યવર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઇ પણ સમર્થ નથી. ॥ ૧૭ ॥
અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા: શરીરિણ: |
અનાશિનોડપ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત ॥ ૧૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આ નાશરહિત, અપ્રમેય, નિત્યસ્વરૂપ જીવાત્માનાં આ સઘળાં શરીરો નાશવંત કહેવાયાં છે; માટે હે ભરતવંશી અર્જુન! તું યુધ્ધ કર. ॥ ૧૮ ॥
ય એનં વેત્તિ હંતારં યશ્ર્વૈનં મન્યતે હતમ્ |
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હંતિ ન હન્યતે ॥ ૧૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે, તે બન્નેય જાણતા નથી; કેમકે આ આત્મા વાસ્તવમાં નથી કોઇને હણતો કે નથી કોઇના દ્વારા હણાતો. ॥ ૧૯ ॥
ન જાયતે મ્રિયતે વા કદાચિ-
ન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂય: |
અજો નિત્ય: શાશ્ર્વતોડયં પુરાણો
ન હન્યતે હન્યમાને શરીરે ॥ ૨૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આ આત્માને કોઇ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય તેમ નથી, તેમજ ઉત્પન્ન થઇને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી; કારણકે તે અજન્મા, નિત્ય, શાશ્ર્વત અને પુરાતન છે, શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી. ॥ ૨૦ ॥
વેદવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ |
કથં સ પુરુષ: કં ઘાતયતિ હંતિ કમ્ ॥ ૨૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પાર્થ! જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે, તે પુરુષ કઇ રીતે કોઇને હણાવે છે અને કઇ રીતે કોઇને હણે છે? ॥ ૨૧ ॥
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય
નવાનિ ગૃહ્ણાતિ નરોડપરાણિ |
તથા શરીરાણિ વિહાય જીર્ણા-
ન્યન્યાનિ સન્યાતિ નવાનિ દેહી ॥ ૨૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જેમ માણસ જૂનાં વસ્ત્રો ત્યજીને બીજાં નવાં વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂનાં શરીરો ત્યજીને બીજાં નવાં શરીરો પામે છે. ॥ ૨૨ ॥
નૈનં છિન્દંતિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક: |
ન ચૈનં કલેદયંત્યાપો ન શોષયતિ મારુત: ॥ ૨૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, આને અગ્નિ બાળી શકતો નથી, આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સુકવી શકતો નથી. ॥ ૨૩ ॥
અચ્છેદ્યોડયમદાહ્રોડયમકલેધ્યોડશોષ્ય એવ ચ |
નિત્ય: સર્વગત: સ્થાણુરચલોડયં સનાતન: ॥ ૨૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કેમકે આ આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. ॥ ૨૪ ॥