સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ |
નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ || ||૧૯||
ગુજરાતી ભાષાંતરઃ શંખોના આ મહાધ્વનિથી આકાશ અને પૃથ્વિ ગુંજવા લાગ્યા તથા ધૃતરાષ્ટ્રનાં પુત્રોનાં હૃદય બેસી ગયા.
અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ |
પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ || ||૨૦||
હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે |
અર્જુન બોલ્યા:
સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેઽચ્યુત || ||૨૧||
યાવદેતાન્નિરિક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ |
કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે || ||૨૨||
ગુજરાતી ભાષાંતરઃ ત્યારે ધૃતરાષ્ટ્રનાં પુત્રોંને વ્યવસ્થિત જોઇ, કપિધ્વજ (જેમના ધ્વજ પર હનુમાનજી વિરાજમાન હતા) શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હૃષિકેશને આ વાક્ય કહ્યાં.હે અચ્યુત, મારો રથ બન્ને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરો જેથી હું યુદ્ધની ઇચ્છા રાખવા વાળા આ યોદ્ધાઓનું નિરીક્ષણ કરી શકું જેની સાથે મારે યુદ્ધ કરવાનું છેે હું જોઊ તો લઉ!
યોત્સ્યમાનાનવેક્ષેઽહં ય એતેઽત્ર સમાગતાઃ |
ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ || ||૨૩||
ગુજરાતી ભાષાંતરઃ દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં ભલું ઇચ્છવા વાળા રાજાઓને, જે અહીં યુદ્ધ માટે એકત્રિત થયા છે, હું જોઇ લઉં.
એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત |
સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ || ||૨૪||
સંજય બોલ્યા:
ગુજરાતી ભાષાંતરઃ હે ભારત (ધૃતરાષ્ટ્ર), ગુડાકેશનાં આ વચનો પર ભગવાન હૃષિકેશે તે ઉત્તમ રથને બન્ને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરી દીધો.
ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ |
ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્કુરૂનિતિ || ||૨૫||
ગુજરાતી ભાષાંતરઃ રથને ભીષ્મ પિતામહ, દ્રોણ તથા અન્ય બધાંજ પ્રમુખ રાજાઓની સામે (એ બન્ને સેનાઓની મધ્યમાં) સ્થાપિત કરી, કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે પાર્થ યુધ્ધ માટે એકઠા થયેલા આ કુરુવંશી રાજાઓને જુઓ.
તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ પિતૄનથ પિતામહાન્ |
આચાર્યાન્માતુલાન્ભ્રાતૄન્પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા || ||૨૬||
શ્વશુરાન્સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપિ |
તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બન્ધૂનવસ્થિતાન્ || ||૨૭||
ગુજરાતી ભાષાંતરઃ ત્યાં પાર્થને પોતાનાં પિતાનાં ભાઈઓ, પિતામહો (દાદા), આચાર્યોં, મામાઓ, ભાઈઓ, પુત્રો, મિત્રો, પૌત્રો, શ્વશુરોં (સસુર), સંબંધીઓ બન્ને બાજુની સેનાઓમાં દેખાયા.
કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ |
ગુજરાતી ભાષાંતરઃ આ રીતે પોતાનાં સગા સંબંધિઓ અને મિત્રોને યુદ્ધમાં ઉપસ્થિત જોઇ અર્જુનનું મન કરુણાપૂર્ણ થઇ ઉઠ્યું અને તેણે વિષાદ પૂર્વક કૃષ્ણ ભગવાનને કહ્યું.
અર્જુન બોલ્યા:
દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ || ||૨૮||
સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ |
વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે || ||૨૯||
ગુજરાતી ભાષાંતરઃ હે કૃષ્ણ, હું પોતાનાંજ લોકોને યુદ્ધ માટે તત્પર અહીં ઉભેલાં જોઇ રહ્યો છું.આને જોઇને મારાં અંગો ઠંડા પડી રહ્યા છે, અને મારૂં મોં સુકાઇ રહ્યું છે, અને મારૂં શરીર કંપી રહ્યું છે.અને રોમાંચ થઈ રહ્યો છે.