જેઓએ જોખમની ચાવી પોતાની પાસે રાખી છે તેઓ માર્યા જ ગયા છે;પણ જેણે તે ચાવી ફેકી દિધેલ છે તેઓજ બચી ગયા છે.કોઇપણ શુરવીર,કોઇપણ સતી કે ભક્તને જોવોકે તેનું શુરવીરપણું કે ભક્તપણૂ શાથી છે?ચાવી ફેકી દેવાથી જ ,બીજું કાંઇ જ નહિ.મીરાબાઈથી ઝેરનો પ્યાલો કેમ પીવાયો?તેણે પોતાની જીદગીની ચાવી પ્રભુને સોપી દિધી હતી તેથી જ નરહિહ મહેતાનું મામેરુ શ્યામસુંદરને શા માટે પુરવું પડયુ?તેણે પોતાના જોખમની ચાવી,પોતાની ઇચ્છા પ્રભુને સોપી દિધી હતી તેથી જ;આથી તેમની અંદર કોઇ જોખમદારી ન હતી. સુરદાસની પાછળ-પાછળ રભુએ શા માટે ફરવુ પડયુ ? કારણ કે તેમણે પોતાની ઇચ્છારુપી ચાવી પરમ કૃપાળુ પરમાત્માને સોપી દિધેલ હતી તેટલા મટે જ.જેમણે જીદગીની જોખમની ચાવી એટલે કે પોતાની ઇચ્છાઓ પ્રભુને સોપી દિધી છે તેઓ જ તરી ગયા છે અને આપણે સો તેના જ ગુણો ગાઈએ છીએ.જે મનુષ્યે તે ચાવી પોતાની પાસે રાખી છે તેઓ તો સદાની હાયહોયમાંજ છે,તેઓના જીગરમાં તો ભડકા જ બળતા હોય છે.તેઓના મન તો કયાંયનાં કયાંય ભટકતા જ હોય છે.બહાર શા માટે જોવા જઈએ. આપણૂ જ હ્રદય તપાસી જુઓને ?આપણી ચાવી હજુ આપણે આપણી પાસે જ રાખેલી છે અને તેથી કેવા સુખી છીએ ? તે તો જુઓ ! ખરા સુખી તો તે જ છે જેણે તે ચાવી પ્રભુને સોપી દિધેલ છે.માટે જેટલી બને તેટલી મજબુતીથી આપણી ઇચ્છાઓ પરમ દયાળૂ પભુને સોંપી પ્રભુની ઉત્તમમાં ઉત્તમ ઇચ્છાને આધીન થઈએ.