સાચી દિશા કઈ?
* યક્ષે યુધિષ્ટિરને આ પ્રશ્ન કરેલો.યુધિષ્ટિરે ઉત્તર આપતા કહેલું કે સંતો સાચી દિશા છે.
-આ ઉત્તર મનન કરવા જેવો છે.મનુષ્યને દિશાઓનું ભાન ન રહે તો એની શી સ્થિતિ થાય ? એને જવું હોય કયાંય અને પહોચી જાય કયાંક ! બાહ્ય હલન ચલન માટે દિશાઓનું ધ્યાન આવશ્યક છે,દિશાઓનું ભાન ન હોય તો નિશ્ચિત મુકામે પહોચવામાં મુશ્કેલી પડે છે એમ જીવનને પણ યોગ્ય રાહે લઈ જવું હોય તો સંતનો આશ્રય લેવો ઇષ્ટ છે,
-સંત જીવનનો સાચો રાહ બતાવે છે,જેણે પોતાના જીવનમાં પ્રકાશ જોયો છે તે જ બીજાને માર્ગદર્શન આપી શકે ને?ી રીતે યુધિષ્ટિરનો ઉત્તર ધણૉ સૂચક છે.