મુક્ત મને ચર્ચા કરો અને બનાવો સારી સેક્સ લાઇફ
શા માટે મુક્તમને ચર્ચા થતી નથી – આવશ્યકતા શા માટે?
ઈમાનદારીથી વાત કરાય તો છોકરીઓને માત્ર … આ મીઠીં પ્યારી વાતો જ ગમે છે … ખરુ ને ? છોકરાઓ તો સેક્સ પછી ઉઠીને બીજી તરફ મોઢું કરીને સૂઈ જાય છે કે ટીવી જોવામાં મગ્ન થઈ જાય છે .. ખરુ ને ? પણ કેટલાક છોકરાઓ પણ પ્યારથી ગુજારેલા આ ક્ષણોને એંજોય કરે છે અને પસંદ પણ કરે છે.
મોટાભાગે એવું બનતું હોય છે કે સેક્સ કરતાં કરતાં જ ઘણું બધું માની લીધું હોય છે કે પતિને શું ગમે છે અને પત્નિ ને શું ગમે છે અને એકબીજાને પૂછવામાં કદાચ પોતાની મૂર્ખતા લાગશે કે કેમ? અથવા તો તેની શું જરૂર છે? અમને બન્ને ને મજા આવે છે અને મોટેભાગે કોઇ કપલ ને જો પૂછવામાં આવે તો હંમેશા એમ જ જાણવા મળે કે અમારી સેક્સ લાઇફ સરસ છે, કોઇ ફરિયાદ નથી, પણ પછી થોડી ચર્ચા કર્યા પછી પુરુષ થોડું સ્વિકારે કે મને હજુ વધારે અલગ રીતે સેક્સની ઇચ્છા હોય છે પણ હું કહી શકતો નથી. પત્નિના કેસમાં તો એક્દમ જુદું જ ચિત્ર હોય છે. અને મારા મોટાભાગના કેસમાં મને આ ખાસ જાણવા મળ્યું છે કે ૯૦% પતિને ખબર જ નથી કે પત્નિ ને શું પસંદ છે અને પત્નિ ને ચરમસીમાનો આનંદ દર વખતે મળે છે કે નહિં અને તેના માટે શું કરવું? આના માટે જ આ વાતચીતની આવશ્યકતા છે.
જાતીય-જીવનનો પૂરેપૂરો આનંદ લેવા માટે સેક્સ સંબંધે શરમ-સંકોચ રાખ્યા વગર પતિ સાથે કે પત્નિ સાથે મુક્ત મને જો વાતચીત કરવામાં આવે તો તેનાથી તમારા સેક્સ જીવનમાં વધારે નિકટતા, આનંદ અને રોમાંચ મળશે જ. આ બધું જ એકબીજાની નજીક લાવનાર, ઉત્તેજના વધારનાર અને વધારે આનંદ આપનાર છે. બની શકે કે લગ્નના દસ-બાર વર્ષ સુધી કદાચ ક્યારેય આઅ સંદર્ભે વાતચીત કરવાનું આવ્યું ન હોય અને ક્યારેય આનો વિચાર તમે કે તમારા પતિએ કર્યો પણ ના હોય. બસ એકદારું સેક્સજીવન ચાલ્યા કરતું હોય પણ તે લાંબા સમયે ધીરે-ધીરે સેક્સ માટેની નિરસતા માટે જવાબદાર બની શકે છે.
જાતીય સુખ એ લગ્નજીવનનો એક અગત્યનો ભાગ છે અને તે માટે પતિ-પત્નિ બન્ને ની લાગણી, ગમા-અણગમા અને ચરમસીમાનો આનંદ એ અલગ-અલગ હોઇ શકે. બન્ને જણાં સેક્સ જીવનથી એક બીજાને આનંદ આપવા અને આનંદ પામવાની ઘેલછા રાખે છે. માત્ર સેક્સથી પોતાને સંતોષ મળી ગયો એટલે પુરૂં; એવું અહિં ક્યાંય નથી અને એટલે જ સાથીદાર ને જ્યાં સુધી મજા ન આવે અને તેને સંતોષનો ઓડકાર ન આવે ત્યાં સુધી કંઇક અધુરૂ છે તેવું હંમેશા લાગ્યા કરતું હોય છે.
જાતીય ક્રિડાને વધારે આનંદદાયક બનાવવા માટેના અનેક ઉપાયો પૈકીનો એક ઉપાય એ સેક્સ સંબંધી મુક્ત મને વાતો કરી ને પોતાની ઇચ્છા અને અપેક્ષા ને વ્યક્ત પણ કરી શકાય છે. ખરેખર તો સેક્સની રમત અંગે વાતો કરવી, ચર્ચા કરવી એ એક મજાની વાત છે. પતિ-પત્નિના જાતીય જીવનને વધુ રંગીન અને વધુ રોમેન્ટિક બનાવનારી છે. પણ આપણે ત્યાં મોટાભાગના લોકો પતિ સાથે કે પત્નિ સાથે આ બાબતે ભાગ્યે જ ચર્ચા કરે છે અને સામાજિક કે વ્યવહારની કે શોખની વાતો કરીને – વિવાદ કરીને મોટેભાગે તો મૂડ બગાડી જ નાંખે છે.
હાલમાં કરવામાં આવેલા સંશોધનમાં સાબિત થઇ ગયું છે કે જીવન સાથેનો હાથ પકડવાથી શરીરમાં ઓક્સીટોસિન નામનું સેક્સ હોર્મોન્સ સક્રિય થાય છે.માટૅ સંબંધની શરુઆત કરતા પહેલા જો એકબીજાનો હાથ પકડીને થોડી ચર્ચા થાય તો સેક્સ લાઇફ માટૅ અગત્યનું છે.