જગતનું ઓલ્ડેસ્ટ અને લેટેસ્ટ સુપ્રા કોમ્પ્યુટર-માનવ મગજ
એક ડોકટરે એમના લેબમાંથી બહાર આવ્યા અને આવા શબ્દો ઉચ્ચાર્યાઆ યુવાન ના મગજમાં શકય તેટલા તમામ એંગલથી મે ફોટા લીધા છે કોઈપણ એક્ષરેમાં એવું જાણવા મળ્યુ નથી કે તેનામાં સાંભળવાનું યંત્ર હો..\” છતા પણ મારા ટેસ્ટથી એવું જણાય છે કે એનામાં ૬૫% શ્રવણ શક્તિ છે
આ કિસ્સાને ચમત્કાર ગણાવતા ન્યુયોર્કના ખ્યાત નામ ઈ.એન.ટી સર્જનને પેલા પિતાએ જવાબ આપ્યો \”એ ચમત્કારની વાત કઈક આવી છે મારો પુત્ર બહેરો અરે…કાન વગર જન્મો પણ મે એની ખોડને સ્વીકારવાનો ઈન્કાર કરી દિધો.નવ વર્ષ સુધી મે મારો મોટાભાગનો સમય મારા પુત્રની શ્રવણશક્તિ વિકસાવવામાં આપ્યો.તે શાળામાં ગયો.સ્કુલ,હાઈસ્કુલ અને કોલેજમાં પણ શ્રેષ્ઠ વિધાર્થી રહ્યો.તેની બહેરાશ બદલ તેને કયારેય મુઝવણ ના પડી કે અગવડ પણ ના પડી.
પિતાએ બાળકને જે સાયકોલોજીક સુચનો આપ્યા હતા તે બાળકના \”સબકોન્સીયસ માઈન્ડ\” દ્રારા તેના મગજમાં ગયા.તેના મગજમાં જ્ઞાનતંતુની વિશેષ નેટવર્કનો વિકાસ થયો.તેની ખોપડીના હાડકા અન્ર મગજ વચ્ચે સેતુ ઊભો થયો અને \”બોન કંડકશન\”થી બાળક ૬૫%સાંભળાતા થયો.મેડીકલ સાયન્સમાં ચમત્કાર રુપ ધડના થઈ.
હા..તમારુ મગજ પણ આવા ચમત્કાર સર્જી શકે છે.આપણા દેશમાં ઢગલો રાજેન્દ્ર શાહ તથા હરિવંશરાય બચ્ચન જેવા કવિઓ,હરગોવિંદખુરાના અને સી.વી.રમણ જેવા નોબલ પારિતોષિત મેળાવનાર વૈજ્ઞાનિકો પેદા થઈ શકે છે,શકુન્તલા દેવી જેવા કોમ્પ્યુટરને પાછળ પાડી દેનાર મેથેમેટીશિયન પેદા કરી શકે છે.
કવિઓ વેજ્ઞાનિકો પેદા થઈ શકે તેવી વાત છે મતલબ કે તેમના જેવી મગજની શક્તિ આવડત,પ્રતિભા અને સર્જનાત્મકતા ધરાવતા સર્જકો પેદા કરી શકાય છે તો પછી આપણે આંગણીના વેઢે ગણી શકાય તેવા વિભુતીઓથી શા માટે સંતોષ માનવો પડે.
આદેશમાં પ્રત્યેક બાળક મગજની અમાપ શક્તિ સાથે જન્મે છે.પ્રત્યેક બાળકમાં કોઈને કોઈ સિધ્ધિ મેળવવાની ક્ષમતા છે.છતાં પણ બે ટકા બાળકો જ અસામાન્ય રીતે ખીલી ઊઠે છે ૯૮% બાળાકો સામાન્ય જીવન જ જીવે છે.શા માટે?કારણ આપણા મગજની કાર્યક્ષમતા વિશે આપણે અજાણ છીએ.
નોબેલ પ્રાઈજ જીત્યા પછીના પોતાના\”નોબલ લેકચર\” પ્રસિધ્ધ ફિઝિયોલોજીસ્ટ ડો.રોજર ડબલ્યુ સ્પેરીએ માનવ મગજને જમણા અને ડાબા એમ બે ગોળાર્ધ લેફ્વેજડ અને વર્ડ અર્થાત સાહિત્ય,સમાજવિધા,બાયોલોજી મેથેમેટીકસ વગેરે ભણવાનું હોય ત્યારે તેનો વધારે પડતો ઉપયોગ થાય છે જયારે \” રાઈટ હેમિરફીયર\” એટલે કે જમણા ગોળાર્ધનો ઉપયોગ કલ્પના,આયોજન ,સંકલ્પ,વિઝુયુઅલા ઇઝેશન,વગેરે માટે થાય છે જમણૂં મગજ ક્રિએટીવ માઈન્ડ છે એટલે ચિત્રકામ,નાટક,સંગીત,ડાન્સ વગેરે કલાત્મક અભ્યાસ પણ તેની મદદથી થાય છે.
માનવીના શરીરમાં જગતનું આ ઓલ્ડેસ્ટ અને લેટેસ્ટ સુપ્રાકોમ્પ્યુટર મગજ બહુ નજીવી જગ્યા રોકે છે,વ્યક્તિના કુલ વજનથી ૧/૪૦મા ભાગ જેટલું એટલે આશરે ૧.૩ ડી.ગ્રાનું વજન ધરાવતું માનવ મગજ અદભુત શક્તિઓનો ખજાનો છે.મગજની શક્તિનો હજી સુધી પુરેપુરો ભાગ આપણે કાઢી શક્યા નથી.
સામાન્ય માણસ તેની મગજની વિપુલ શક્તિમાંથી માત્ર ૨% જેટલી શક્તિનો ઉપયોગ કરે છે.આઈસસ્ટાઈન જેવા પ્રખર વૈજ્ઞાનિકે પણ તેમની કુલ શક્તિના માત્ર પંદર ટકા શક્તિનો ઉપયોગ કરેલો.આમ મગજની બાકીની શક્તિ વણવપરાયેલી રહે છે.
માનવ મગજ જેવું કોમ્પ્યુટર બનાવવાની સિધ્ધિ કોઈ વૈજ્ઞાનિક મેળવે તો પણ તે માનવ મગજની જેમ કોઈને પ્રેમ કરી નહી શકે,કવિતા કે વાર્તા નહી લખી શકે,\”વિઝયુએલાઈઝેશન\” કરી ઇચ્છિત ધ્વેય સિધ્ધ નહી શકે.મગજ પોતાનું સંચાલન પોતે જાતે જ કરે છે જયારે કોમ્પ્યુટરને તો બહારથી દોરવણી આપવી પડે છે.ીટલે કે માનવ મગજ લેટેસ્ટ સુપ્રાકોમ્પ્યુટર છે.
યાદ રાખો પ્રત્યેક બાળક કોઈને કોઈ આવડત સાથે જન્મે છે કોઈમાં કુશળ ચિત્રકાર થવાની તો કોઈમાં લેખક થવાની,કોઈમાં વકીલ કે ડોકટર બનવાની તો તો કોઈકમાં વૈજ્ઞાનિક બનવાની આવડત હોય છે પ્રત્યેક બાળકમાં કલ્પના શીલતા અને સર્જનશીલતાનાં બી જન્મજાત જ હોય છે તેને સારી રીતે પોષણ આપવાની જ જરુર હોય છે.
મગજની શક્તિને તમે વિકસાવી પણ શકો છો.અને તેને મંદ પણ પાડી શકો છો.માણસ તેના મગજનો જેટલો ઉપયોગ કરે તેટલો તેનો વિકાસ થતો રહે છે અને તેનો ઓછો વિકાસ કરે તો તેની શક્તિઓ ક્ષીણ થતી જાય છે આવા યુવાનોને આનોર્લ્ડ કે રિતિક જેવા મસલ્સ બનાવવાનો શોખ જાગ્યો છે તેવો જ શોખ મગજને સુપ્રા કોમ્પ્યુટર બનાવવાનો લાગે તો માનવ જાત બ્રહ્માંડમાં ગમે ત્યાં ફરતી રહેશે.
માનવ મગજનો સૌથી ઝડપી વિકાસ જન્મથી ત્રણ વર્ષ સુધી થાય છે.બાળક જન્મે છે ત્યારે તેના મગજનો ધેરાવો પાંત્રીસ સેન્ટિમીટર જેટલો હોય છે.અઢી વરસના બાળકના મગજનો ધેરાવો પચાસ સેન્ટિમીટર જેટલો હોય છે. ત્યારબાદ એકવીસ વર્ષે ધેરાવો પંચાવન સેન્ટિમીટર જેટલો પહોચે છે.
બાળકના જન્મથી છ વર્ષ સુધી તમે જે નાની મોટી માહિતીનો ભંડાર તેની સામે મુકો છો તે પ્રમાણે જ તેની કાબેલિયત વિકસે છે ભાંષાકીય કાબેલિયત,ગણીતની કાબેલિયત,વિજ્ઞાન અને કલાની કાબેલિયત વેગેરે બધુ શરુઆતમાં વિકસે છે જે ભવિષ્યની સિધ્ધિનો પાયો વિકસે છે
નાના બાળકોને બાહ્ય દુનિયાનો વિશેષ પરિચય કરાવો.પરંતુ જો તમે તેને બંધિયાળમાં રાખશો તો જરુર તેનો વિકાસ રુંધાય છે.
અહિ આપેલ જન્મજાત બહેરા બાળકના પિતાએ જન્મથી જ શરુઆતના વર્ષોમાં મગજની આ કાબેલિયતને બરાબર સમજી \”The brain,use it of lose it\” નાં સિધ્ધાંતમલમાં મુકૂ મગજની શક્તિનો એવિ ઉપયોગ કર્યો કે કાન વગરનો બાળક બોન કન્ડકશનથી ૬૫%જેટલું સાંભળવા શક્તિમાન બન્યો.અન્ય બાળકની જેમ સામાન્ય અભ્યાસ કરવા સમર્થ બની અસામાન્ય મનુષ્ય બન્યો.
મગજ અને મનમાં તફાવત છે માણસની ખોપડી ખોલો અને જે નક્કર પદાર્થ દેખાય છે તે મગજ છે તેને જોઈ શકાય છે.તેને આકાર છે વજન છે સ્પર્શી શકાય છે જયારે મન નિરાકાર છે તેને જોઈ શકાતુ નથી મગજની શક્તિઓનો વિચારો અને લાગણીઓનો કઈ દિશામાં ઉપયોગ કરવો તે મન નક્કી કરે છે મનમાં વિજળી જેવી અગાધી શક્તિ છે.અહિ આપણે સુપ્રાકોન્પ્યુટર મગજ અને તેના ડાબા તથા જમણા ભાગમાં વિભાજનની વાત કરી છે જો તમારે ઇતિહાસ સર્જવો હોય તો મગજ અને મનની કાર્યવાહી ને સમજી અને તેનો તમારા લાભમાં ઉપયોગ કરતા શીખવું જોઈએ.
* માણસના મગજનું વજન તેના કુલ વજનના ચાલીસમાં ભાગ જેટલું આશરે ૧.૩ ડી.ગ્રા.હોય છે.
* નોબેલ પારિતોષિત વિજેતા \’રોબર્ટ ડબલ્યુ સ્પેરી એ ૧૯૮૧માં ડાબા મગજ અને જમણા મગજની કામગીરી જુદી પાડી.
મૃગેશ વૈષ્ણવ