સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવામાટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે.
રાષ્ટીય કુટુંબ સહાયઃ
રાષ્ટીય કુટુંબ રૂ. ૧૦,૦૦૦ સહાય મળે છે
નીચેના ડોક્યુમેન્ટની જરુર પડે છે
૧, પતિના મરણનો દાખલો.
૨,વિધવાબહેનની ઉંમરનો દાખલો.
૩,તેના બધા જ બાળકોના જન્મના દાખલા.(શાળાનું લિવિંગ સર્ટિફિકેટ ચાલે)
૪,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૫,વિધવાબહેનના બે ફોટા.
B,P.L રેશનિંગકાર્ડ હોવું જરુરી છે.
૬, રૂ.૨૦ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંધનામું મામલદાર કચેરી/કલેકટરની ઓફિસે થાય છે.
૭, ૨૧ વર્ષનો પુત્ર હોય તો આ સહાય મળતી નથી.
ભારત સરકારની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અરજીપત્રક
http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/download/aarji-patrako/020.pdf