પહેલું સુખ તે જાતે નર્યા’ પ્રમાણે સહુને સ્વસ્થ રહેવુ ંગમતું હોય છે. પરંતુ જાતને સ્વસ્થ રાખનારા ખાદ્યપદાર્થોની જાણકારી પૂરતી ન હોવાને કારણે ખાદ્ય પદાર્થોનો લાભ મળતો નથી.અમુક ખાદ્યપદાર્થો એવા છે જેના સેવનથી રોગ મુક્ત રહેવાય છે. તેમજ સ્વયંને યુવાન અનુભવાય છે. તેથી ફિટ રહેવા માટે આ ચોક્કસ ખાદ્યપદાર્થોનું સેવન કરવું જરૂરી છે.
આમળા
આયુર્વેદમાં આમળાને દિવ્ય ફળ કહેવામાં આવે છે. એના સેવનથી પેઢા મજબૂત થાય છે. આંખની રોશની વધારવા, બ્લડ પ્રેશર, હૃદય રોગ, કેન્સર, કમળો, ટી.બી., હાડકાના રોગના નિવારણ માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. ચવ્વનપ્રાશમાં પણ આમળાનો ઉપયોગ થાય છે.
બદામ
યાદશક્તિ વધારે છે, મગજ માટે ફાયદાકારક છે, નેત્ર જ્યોતિ વધારે છે. નવું રક્ત બનાવી જૂના રક્તને સાફ કરે છે.
પિસ્તા
સ્મરણ શક્તિ અને અમાશયની શક્તિ વધારવા, કિડની કમજોરી દૂર કરવા પિસ્તા ફાયદાકારક નીવડે છે.
મધ
મધ અને લીંબુનો રસ ભેળવી લગાડવાથી ચહેરા પરના ઓરી-અછબડાના ડાઘ આછા થાય છે. આદુનો રસમાં ભેળવી લેવાથી ઉધરસમાં રાહત આપે છે. સવાર-સાંજ એક-એક ચમચી પીવું.
તુલસી
બ્લડ પ્રેશર, પાચન શક્તિ, રક્ત કણોમાં વૃદ્ધિ અને માનસિક રોગ દૂર કરવા માટે આના જેવી દિવ્ય ઓષધિ બીજી કોઇ નથી. તુલસીના પાન ખાવાથી મલેરિયામાં રાહત થાય છે. તુલસીનો કાઢો તાવને ભગાડે છે. નિયમિત એક પાન ચાવવાથી રક્ત સાફ થાય છે તથા સુંદરતા નિખરે છે.
પપૈયું
યુવાની ટકાવી રાખવા ડાળ પર પાકેલા પપૈયા સવારે ખાલી પેટ ખાવા જોઇેએ. મર્યાદિત રીતે તેનું નિયમિત સેવન કરવાથી આંખના રોગ, રક્ત સંબંધી રોગ દૂર થાય છે.તેનાથી આંતરડાની સફાઇ થાય છે. તેમજ કબજિયાત દૂર થાય છે.